________________
- ૩૭ ઉપસંહાર એ રીતે દાદા શ્રીજીતવિજયજી મહારાજ પંચાવના વર્ષ જેટલો દીર્ધકાળ સંયમ આરાધના કરીને ૮૪ વર્ષ જેટલું લાંબુ આયુષ્ય પૂર્ણ કરીને સ્વર્ગવાસી થયા. આજે તેમને દેહ નથી તે પણ તેઓના ગુણની સુવાસ છે અને તેને લાભ અદ્યાવધિ અનેક આત્માએને મળે છે. વન્દન હો ! કેડ કડવાર એ પરમ મહર્ષિને! દીધું તપસ્વીને! પરમ ઉપકારી પવિત્ર આત્મતેજને!
નિવેદન:–આજે તેઓશ્રીના અનન્ય સેવક અને કૃતા પૂ. આચાર્ય મહારાજશ્રી વિજયકનકસૂરીશ્વરજી મહારાજા તથા વિજ્ય શાન્તિચન્દ્રસૂરિજી આદિ મુનિવરે તેઓના જીવનનું યથાશકર્યું અનુકરણ કરતા ભવ્ય જીવોને ઉપકાર કરી રહ્યા છે. આ લખાણ મારા ઉપકાર માટે મેં પૂ. આ. મહારાજ શ્રીવિજ્યકનકસૂરીશ્વરજીએ સંગ્રહ કરેલા લખાણને અને તેઓના અનુભવોને આધાર લઈને કર્યું છે, તેમાં વાસ્તવતા સાચવવાને શક્ય ખ્યાલ રાખવા છતાં સંભવ છે કે અતિશક્તિ થઈ હોય, છતાં તે સ્તુતિરૂપ આ લેખના અલંકારરૂપ હોવાથી વિવેકીઓ માન્ય કરશે. પ્રાન્ત છદ્મસ્થતાદિના કારણે જે કાંઈ અનુચિત લખાયું હોય કે ભૂલ રહી ગઈ હોય તેને “મિચ્છામિ દુક્કડ' દઈ તેઓના પવિત્ર ગુણોનું અનુદન કરતે વિરમું છું.
વિ. સં. ૨૦૦૯ ધનત્રયોદશી, )
સંવેગીને ઉપાશ્રય, 3 હાજા પટેલની પિળ-અમદાવાદ.
પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીવિજયમને હરસૂરીશ્વરજી શિષ્ય ભદ્રકવિજ્ય