________________
આશરે પૌષધ વગેરે ધર્મ આરાધના કરવાની અને સુમારે પાંચ હજાર રૂપિયા જીવદયાદિ શુભકાર્યોમાં વાપરવાની કરેલી પ્રશસ્ત પ્રતિજ્ઞાની અનુમોદના કરતા, આયુષ્ય સમાપ્ત કરી સ્વર્ગે સિધાવ્યા. અનેકના જીવનને અધાર તેઓને આત્મા ચાલ્યા ગયા અને દેહપિંજર પડયું રહ્યું. આ પ્રસંગથી તેઓની અંતિમ સેવા સુધી પાસે રહેલા તેઓશ્રીના મુખ્ય શિષ્ય મુનિરાજ શ્રીહીરવિજયજી મહારાજ, તથા તેઓના શિષ્ય તે વખતના ગણી અને વર્તમાનમાં આચાર્ય શ્રીવિજ્યકનકસૂરીશ્વરજી મહારાજ અને તેઓના શિષ્યો (વર્તમાનમાં પન્યાસ)શ્રીમુક્તવિજજી મહારાજ, સ્વર્ગસ્થ મુનિરાજશ્રી કલ્યાણવિજ્યજી, સ્વર્ગત મુનિરાજશ્રી ક્ષમાવિજયજી વગેરે મુનિવરે ઉપરાંત તેઓના અનન્ય ઉપકારથી ઉપકૃત સુશીલા સાધ્વીજી આણંદશ્રીજી, તેઓની શિષ્યાઓ, સાધ્વીજી શ્રીરતનશ્રીજી, સા. શ્રી ચતુરશ્રીજી, સા. શ્રીલાભશ્રીજી, સા. શ્રીહરખશ્રીજી અને સા. શ્રીવિવેકશ્રીજી વગેરે સાધ્વીઓ, અને ગામગામથી આવેલા સેંકડો શ્રાવક-શ્રાવિકાઓ સહિત સ્થાનિક સઘળા શ્રાવક-શ્રાવિકાઓ, એમ ત્યાં હાજર રહેલો ચતુર્વિધ શ્રીસંઘ શેક મગ્ન થઈ ગયું. આખરે તેઓશ્રીનાં ઉપદેશ વચનને યાદ કરી, શેક ઓછો કરી ઉત્તમ આત્માને આશ્રય આપવાથી પૂજ્ય બનેલા તેઓશ્રીના દેહની પણ સ્નાન, પૂજન, વિલેપન આદિ વિધિ કરવા પૂર્વક મહત્સવ રૂપમાં પણ ઉદાસભાવે સ્મશાનયાત્રા કાઢી ચંદનની ચયમાં પ્રજવલિત કરી તેની નશ્વરતા સિદ્ધ કરી.
સ્વર્ગારોહણુ–મહિમા–પિતાને અનન્ય આધાર ચાલે જવા છતાં તેઓશ્રીએ કરેલી અખંડ આરાધનાની અનુમોદના કરતા પલાંસવાના શ્રીસંઘે અષ્ટાહ્નિકા મહોત્સવ આદિ ધર્મકાર્યોથી તેઓના સ્વર્ગવાસને મહિમા ઉજવ્ય અને સમાચાર જ્યાં જ્યાં પહોંચ્યા ત્યાંના સંઘોએ પણ તે પૂજ્ય પુરુષની સેવારૂપે યથાશથ મહેત્સો વગેરે ધર્મકૃત્ય કર્યા. આજપર્યત અનેક ગામના સંધે તેઓશ્રીના સ્વર્ગ– દિવસે પૂજાદિ મહોત્સવ પૂર્વક ધર્મ–આરાધના કરી કૃતજ્ઞતા અનુભવે છે.