________________
૫
સરાગી જીવનમાં આ સંભવિત હોવાથી સાધુતાની પવિત્રતાના અથી આત્માઓ પ્રાયઃ શક્ય હોય ત્યાં સુધી વિચારવાનું ઈચ્છે છે. મુનિ શ્રી જીતવિજ્યજી પણ આ મર્મને અને જિનાજ્ઞાને સમજીને વિ. સં. ૧૯૩૮નું ચાતુર્માસ પૂર્ણ થયા પછી પિતાનું શરીરબળ પહોંચ્યું ત્યાં સુધી દૂર દૂરના અન્યાન્ય પ્રદેશોમાં વિચર્યા છે, તે વાત તેઓશ્રીના ચાતુમાસનાં સ્થળ ઉપરથી જાણી શકાય છે. વિ. સં. ૧૯૩૮માં પલાંસવામાં બે ભાઈઓ તથા બે કુમારિકાઓને દીક્ષા આપવાના કારણે શ્રી સંઘના આગ્રહથી ત્યાં ચાતુર્માસ રહ્યા. અને તે પછી તેઓએ વિ. સં. ૧૯૩લ્માં રાધનપુર, સં. ૧૯૪૦માં અમદાવાદ, સં. ૧૯૪૧માં ઉદેપુર (મેવાડ), સં. ૧૯૪રમાં (એટી મારવાડ) સોજત, સં. ૧૯૪૩ પાલી શહેર (મારવાડ) સં. ૧૯૪૪ ડીસા, સં. ૧૯૪૫ પાલનપુર, સં. ૧૯૪૬ પલાંસવા, (વાગડ), વિ. સં. ૧૯૪૭ શ્રી શત્રુંજ્ય ગિરિ. રાજની છાયામાં પાલીતાણા, સં. ૧૯૪૮ દાઠા (સૌરાષ્ટ્ર), સં. ૧૯૪૯ લીમડી, સં. ૧૯૫૦, ૫૧, પર, ત્રણ અમદાવાદ, સં. ૧૯૫૩ વિજાપુર (ગુજરાત), સં. ૧૯૫૪ ડીસા, સં. ૧૯૫૫ વાવ થરાદ્રી), સં. ૧૯૫૬ સુઈગામ (રાધનપુર જિલ્લો), સં. ૧૯૫૭ રાધનપુર, સં. ૧૫૮ ડીસા, સં. ૧૯૫૯ ભાભર, સં. ૧૯૬૦ સાંતલપુર, સં. ૧૯૬૧પિતાની દીક્ષાભૂમિ આડીસર (કચ્છ), સં. ૧૯૬૨ લાકડિયા (કચ્છ), સં. ૧૯૬૩ અંજાર (કચ્છ), સં. ૧૯૬૪ રાયણ (કચ્છ), સં. ૧૯૬૫ માંડવી (કચ્છ), સં. ૧૯૬૬ ભુજનગર (કચ્છ), સં. ૧૯૬૭ આણંદપુર (વાંઢિયા-કચ્છ) સં. ૧૯૬૮ બીદડા (કચ્છ), સં. ૧૯૬૯ મુંદ્રા શહેર (કચ્છ) અને છેલ્લે વૃદ્ધાવસ્થામાં સં. ૧૯૭૦ થી ૭૪ સુધી પાંચ ચાતુર્માસ ફત્તેહગઢમાં તથા સં. ૧૯૭૫ થી ૭૯ સુધી પાંચ ચાતુર્માસ પલાંસવા (વાગડ) માં કર્યા હતાં.
આ હકીકતથી સમજાય છે કે લગભગ ત્રીસ જેટલાં ચોમાસાં કચ્છમાં અને વાગડ પ્રદેશમાં કરી તેઓએ તે પ્રદેશમાં પિતાના જીવનથી મેટે ઉપકાર કર્યો છે. આજે પણ ત્યાંના પ્રત્યેક ગામ-શહેરને