________________
૩૦
સાધ્વીજીશ્રી માણેકશ્રીજી નામ રાખ્યું. સં. ૧૯૫૬ના વૈશાખમાં રાધનપુરમાં કીડીયા નગરના રહીશ મહેતા ડોસલભાઈને દીક્ષા આપી મુનિ શ્રી ધીરવિજયજી નામ આપ્યું અને સં. ૧૯૬૨ માગશર સુદ ૧૫ ને સોમવારના રોજ પલાંસવાના રહીશ ચંદુરા કાનજી નહાનચંદ તથા દેશી ડુંગરશી કસ્તુરચંદને ભીમાસર-
કચ્છમાં દીક્ષા આપી અનુક્રમે મુનિશ્રી કીતિ વિજ્યજી તથા મુનિશ્રી હરખવિજયજી નામ આપવાં. આ મુનિશ્રી કીતિવિજ્યજી એ જ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજ્યકનકસૂરીશ્વરજી. કારણ કે તેઓનું વડી દીક્ષા વખતે મૂળ નામ બદલીને મુનિ શ્રી કનકવિજયજી રાખ્યું હતું. તે પછી વિ. સં. ૧૯૬૭ના મહા સુદ ૧૦ના રેજ કચ્છ માંડવીમાં બે બાઈઓને દીક્ષા આપી હતી, તેમાં એકનું નામ સાધ્વીજીશ્રી મુક્તિત્રીજી તથા બીજાનું નામ સાધ્વીજીશ્રી ચતુર શ્રીજી રાખ્યું હતું. આ સાધ્વીજીશ્રી ચતુરબ્રીજનું ચારિત્ર સુંદર છે. આજે • પણ તેઓ વિદ્યમાન છે અને પોતાના પવિત્ર ચારિત્રથી અનેકાનેક આત્માઓને ધર્મ માર્ગે દોરી રહ્યાં છે. તે પછી વિ. સં. ૧૯૭૨માં ભીમાસરમાં વિદ્યુત બાઈને દીક્ષા આપી તેઓનું નામ સા. વિવેકશ્રીજી રાખ્યું હતું. તેઓ પણ સારાં ચારિત્રશીલ છે. આ ઉપરાંત પણ અનેક આમાઓને ધર્મમાર્ગે દોરી તેઓએ પિતાના જીવન દરમિયાન ઘણે ઉપકાર કર્યો હતો.
શાસનપ્રભાવના–તેઓશ્રીના હસ્તે કઈ મોટા તીર્થોદ્ધાર વગેરે કાર્યો નહોતાં થયાં, તોપણ જે નોંધ મળે છે તેમાંથી એ સ્પષ્ટ જણાય છે કે તેઓએ જેને સાધનને બદલે સાધ્યની અનેકવિધ કહાણીએ કરી હતી. ઉદ્યાપન, ઉપધાન, શ્રીગિરિરાજને છરી પાલતે સંધ, અડ્રાઈમહત્સવો, કે એવાં બીજાં શાસનપ્રભાવનાનાં અનેકવિધ કાર્યો તેઓશ્રીની પવિત્ર–છાયામાં થવા ઉપરાંત તેઓ જ્યાં જ્યાં વિચર્યા હતા ત્યાં ત્યાં પોતાના નિર્મળ ચારિત્રના પ્રભાવથી અનેકાનેક ભવ્ય આત્માઓને ધર્મના રંગથી રંગી નાખ્યા હતા. શ્રદ્ધા, જ્ઞાન અને ક્રિયા એ એમની અમૂલ્ય ભેટ હતી. એ ભેટો કેવી કેવી ઉત્તમ