________________
સત્યનું ભાન કરાવીને, કોઈ એ દુકાળ જેવા સમયમાં પીડાતા શ્રીસં. ઘને અન્ય સ્થાને પહોંચાડીને, તે કોઈએ શાસનની રક્ષા માટે પ્રાણ આપીને, કેઈએ મિથ્યાત્વી રાજાઓ વગેરે તરફથી ધર્મ ઉપર થતાં આમને સામનો કરીને, તે કોઈએ પાપીમાં પાપી આત્માઓને પર શરણું આપવા પૂર્વક પાવન કરીને, એમ અનેક રીતે સત્યની સેવ કરીને જગેતભરમાં તેની (જૈનશાસનની મહત્તા વધારી છે. કોઈ એ તપ દ્વારા તો કોઈએ જ્ઞાન દ્વારા, કેઈએ રાજા મહારાજાઓને પ્રતિબંધ કરીને તે કેઈએ લખલુટ ધનાઢયોને દાતાર બનાવીને, કોઈએ રંકને સંપ્રતિ જેવા મહાન સમ્રાટ બનાવીને તે કોઈ એ મહાન સમ્રાટને પણ મહાયોગી બનાવીને, કેઈએ સમુદ્ર સરખો જ્ઞાનને ખજાનો ભેટ કરીને તે કઈ એ જગતમાં અજોડ તીર્થો અને મંદિર બનાવરાવીને, એમ શ્રી ચતુર્વિધસંઘની કહે, કે ભગવાન શ્રી મહાવીરદેવે સ્થાપેલા તરણ તારણ મોક્ષમાર્ગની વા શાસનની કહા, અનુપમ કેટીની સેવાઓ આપી ઉપકાર કર્યો છે–સ્વાર કલ્યાણ સાધ્યું છે. એ મહાપુરુષોના પરમ પવિત્ર પ્રભાવે જ આજે આપણે યત્કિંચિત વારસ મેળવી શક્યા છીએ અને તેથી તે દરેકનું ત્રણ આપણે માથે અગણિત છે. અત્યારે તેમાંના કેઈ વિદ્યમાન નથી, છતાં તેઓના ઉપકારોના અવશેષ છે. તેઓ દરેકને મન, વચન, કાયાથી વિવિધ–ત્રિવિધ વંદના કરીને કૃતાર્થ થઈએ અને આગળ પ્રસતુત દાદાશ્રીના ગૃહસ્થ જીવનને જોઈએ.
દાદાશ્રીનું જીવન-ચરિત્ર ગૃહસ્થ જીવન-જે કરછ દેશમાં પરમપાવન શ્રીધૃતકલેલ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીથી પુનિત શ્રીભધિર નામનું પ્રાચીન તીર્થ આજે પણ અનેક ભવ્ય આત્માઓને આપી રહ્યું છે, તે જ ભૂમિનું એક રત્ન બાર વર્ષના દુકાળમાં દેશદેશના લેકેને જીવાડનાર શેઠ શ્રીજગડુશાહ પ્રગટ્યા હતા. પરમ પાવન તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ઉપર ટુંકે બંધાવી અમરનામના કરનારા શેઠ નરસી નાથા તથા