________________
આજ સુધી દરેક જીવને અનંત કાળ ચારે ગતિમાં રખડવામાં ગયો હોય તો તેનું મૂળ કારણ કુપ સેવન એ એક જ છે. તેણે પ્રયત્ન અનંતાનંત કર્યા છે, દુઃખો પારાવાર વેદવ્યાં છે, છતાં સુખ મળ્યું નથી એ વાત અનુભવસિદ્ધ છે.
આત્માનું કર્તવ્ય:-અનંતાનંત કાળથી મહાવ્યસનરૂપ બની ગયેલા એ કુપથ્ય (જડતા) ને ત્યાગ કરી, જિનેશ્વરદેવનાં વચનામાં શ્રદ્ધા કેળવી, ઉપર જણાવ્યા પ્રમાણે શુભભાવને (સદવર્તનને) આશ્રય કરો તે જ સુખ મેળવવાને-દુઃખટાળવાનો સાચો ઉપાય છે; કહે કે આત્માનું કર્તવ્ય છે. કારણ કે એ જ તેના કર્મરોગને નાશ કરનારું સાચું-શુદ્ધ–ઔષધ છે. આ હેતુથી શ્રજિનેશ્વરે આપણને ક્રોધી વગેરે દુષ્ટ જીવો પ્રત્યે પણ ક્ષમા વગેરે કરવાનું, વૈરીનું પણ ભલું ચિંતવવાનું કે બીજું પણ એવું અનેક પ્રકારનું વર્તન કરવાનું જણાવ્યું છે. આવું સદ્દવર્તન જરૂરી છતાં અનાદિકાળથી દુર્ગુણેમાં વ્યસની બની ગયેલા જીવને એ સહેલું નથી, માટે એવું વર્તન કરવા - માટે સદાચારી પુરુષોના જીવનને આશ્રય-આધાર લેવાનું જણાવ્યું છે. જગતમાં ધમી માતાપિતા કે ધર્મગુરુઓ વગેરેની આપણને જરૂર હોય તે આ કારણે જ છે. કારણ કે તેઓ ઉપર જણાવ્યા પ્રમાણે સદાચાર રૂપી પચ્ચેનું સેવન કરી ગુણેનું-પુણ્યનું ભાજન બનેલા હોય છે, અને તેથી તેમના જીવનમાંથી સુખના અથીને તેવું પુણ્ય મળી શકે છે. જે આત્મા એવા ઉત્તમ જીવોનાં દૃષ્ટાંતેને પિતાના હૃદયની સન્મુખ રાખી તેને આલંબનથી પિતાની કુવાસનાઓ ઉપર કાપ મૂકે છે
અને ક્ષમાદિ ગુણોને કેળવે છે, તે ક્રમશઃ પિતાનાં સર્વ કર્મોને નાશ કરી સંપૂર્ણ સુખને ભોગી બને છે. અતીતકાળે જેઓ પિતાનું સુખ (મોક્ષ) સાધી ગયા છે. વર્તમાનમાં સાધે છે કે ભવિષ્યમાં સાધશે તે દરેકને પ્રાયઃ પ્રાથમિક પ્રયત્ન આ (સાંબન) જ હતા, છે અને રહેશે, એમ શ્રી તીર્થકર દવેએ જણાવ્યું છે અને ભળાવ્યું પણ છે એથી સુખ માટેનું આપણું દરેકનું પણ ગુણ પુરુષોના જીવનને–ઉપ