________________
સતતપણે અત્રે (આધોઈમાં) ક્રિયા કરાવી રહ્યા છે, તે અરસામાં તેઓ સાહેબે મારા પર કૃપા કરી આ પુસ્તકની પ્રસ્તાવના લખવા આજ્ઞા ફરમાવી જેથી મારી યતકિચિંત બુદ્ધિ વડે આ લખાયું છે તેમાંથી વાચક વર્ગ સારસારને ગ્રહણ કરશે તથા આ પુસ્તક બને તેટલા પ્રયાસથી શુદ્ધિ તરફ દષ્ટિ રાખી તૈયાર કર્યું છતાં દષ્ટિદેવ તથા પ્રદેશથી અશુદ્ધિ રહી જવા પામી હોય તો તે મહાશયે સુધારી વાંચે અને અમને જણાવશે તે આભાર માનીશું એટલું જણાવી વીરખું છું.
આઈ (વાગડ-કચ્છ) સં. ૨૦૧૬, ચૈત્ર સુદ ૫
(હિણ) શુક્ર
–૫. દીપવિજય