Book Title: Prabuddha Jivan 2009 08
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 4
________________ ૪ પ્રબુદ્ધ જીવન આત્મ સંબંધમાં ઓગળી જાય. પરિચયની એક ક્ષણ ચિરંજીવ ક્ષણ બની જાય. મારા ઉપર તારાબેનની અપ્રતિમ પ્રીતિ, મારું એ અહોભાગ્ય અમારો પહેલો સંબંધ અધ્યાપનને કારણે. લગભગ ચાલીશેક વર્ષ પહેલાં પૂ. રમણભાઈ મુંબઈ યુનિ.ના ગુજરાતી અધ્યાપકોનું સંમેલન યોજતા, ત્યારે અમારે મળવાનું થાય. એ દંપતી ચોપાટી–વાલકેશ્વર રહે, અમારું અધ્યાપન સંમેલન લગભગ પશ્ચિમના પરામાં જ યોજાય. હું વરલી રહું, એટલે મને ઉતારીને જ એ દંપતી આગળ વધે. સફર દરમિયાન અનેક પ્રશ્નો તારાબેન મને પૂછે, વાત વાતમાં મારી એકાદ સમસ્યા જાણી લે અને છૂટા પડતી વખતે તારાબહેન કહે ‘'આવતે વરસે આપણે મળીશું ત્યારે આ સમસ્યા નહિ હોય, અને તમે મને સારા સમાચાર આપશો.'' આવું મારી સાથે ચાર વખત બન્યું અને દરેક સમયે એમની વાણી તી અનુભવી છે. એટલે હું મારા અંગત અનુભવે તારાબેનને વચનસિદ્ધા કહેતો. વારે વારે મને કહે ‘ઉદ્યોગમાં ખપ પૂરતું જ ધ્યાન આપો, અધ્યાપન અને અભ્યાસને વધુ મહત્ત્વ આપો, એજ સાચું છે અને તેજ આપણને તારશે.' આ રીતે મને સ્વાધ્યાય માર્ગે પ્રોત્સાહિત કરતા. એક સમયે એક પ્રાધ્યાપિકા બહેન પોતાના ભાઈના લગ્નની કંકોત્રી લઈ પૂ. રમણભાઈ તારાબેનને નિમંત્રણ આપવા ગયા. એ પ્રાધ્યાપિકા બહેનને શુભેચ્છા આપી તારાબેન અંદર પોતાની રૂમમાં લઈ ગયા. કબાટ ખોલી કહ્યું, 'આમાંથી જે સાડી-સેલા, દાગીના જોઈએ તે ભાઈના લગ્ન માટે ઉપયોગ કરવા લઈ જાવ..!!' પૂ. રમાભાઈના ગયા પછી આ સંસ્થાની કેટલીક જવાબદારી સ્વીકારવા માટે અમારી સંસ્થાના સર્વ સભ્યોએ મને આજ્ઞા કરી. જ્યારે જ્યારે હું ઢીલો પડું ત્યારે પૂ. તારાબહેન જ મને સતત કિંમત . અને માર્ગદર્શન આપે. રમણભાઈના દેહ વિલય પછી રમાભાઈના વિપુલ સાહિત્યમાંથી સાત સાહિત્ય ગ્રંથો તૈયાર કરવાનું વિરાટ કાર્ય અમે આરંભ્યું. આ વિરાટ કાર્ય માત્ર એક જ વર્ષમાં પૂરું થયું એ પૂ. તારાબેનને કારણે જ. પૂ. રમણભાઈની શ્રદ્ધાંજલિ સભા પછી પોતાના શોકને ઓગાળી તારાબેન આ ગ્રંથો માટે એટલા પરિશ્રમી બની ગયા કે મને તો નારી શક્તિનું એમાં અદ્ભુત દર્શન દશ્યમાન થયું! છેલ્લા છ મહિના એમણે અસહ્ય શારીરિક વેદના અનુભવી, પણ મનથી પૂરા સ્વસ્થ. એ પરિસ્થિતિમાં પણ મને ફોન કરે જ, રૂબરૂ મળવા આવવાની સ્પષ્ટ ના કહે, કહે કે ‘તમારે ઘણાં કામ હોય, અહીં ઘાણા સુધી આવી સમયનો આવો ઉપયોગ ન કરો. ફોન ઉપર વાત કરું જ છું ને ?' છેલ્લે છેલ્લે લગભગ આઠ દિવસ પહેલાં જ રમણભાઈના અપ્રગટ બે પુસ્તકો નો નિત્યસ' અને 'શાશ્વત નમસ્કાર મંત્ર' અને તારાબેને પોતે લખેલ ‘પ્રબુદ્ધ ચરણે’ની હસ્તપ્રત મને મોકલી. યોગ્ય સૂચનાઓ આપી. કાળ સાથે આપશે તો આ ત્રણે પુસ્તકો પર્યુષણ વ્યાખ્યાન-માળામાં પ્રકાશિત કરવાની ઑગસ્ટ, ૨૦૦૯ ભાવના છે. આયુષ્યના ૮૦ વર્ષમાં પૂ. તારાબેને સતત ૩૭ વર્ષ સુધી મુંબઈની સોફિયા કૉલેજને ગુજરાતીના અધ્યાપક તરીકે પોતાની વિદ્ સેવા આપી. ઉત્તમ પ્રાધ્યાપિકા, સ્પષ્ટ અને પ્રભાવિત વક્તા, અત્યાર સુધી દેશ પરદેશમાં વિવિધ વિષયો ઉપર એમણે ૫૦ થી વધુ વ્યાખ્યાનો આપ્યા હશે. એમનું વક્તવ્ય માત્ર પ્રભાવિત જ નહિ, પણ ગંગાની ધારા જેવું વાણીપાવિત્ર્ય અને અસ્ખલિત, સરળ, સુલભ અને ગળ્યા શીરાની જેમ ગળે ઉતરી જાય એવું હૃદયસ્પર્શી. ન્યૂયોર્ક સ્થિત મારા વિદ્વાન મિત્ર ક્રાંતિભાઈ મેપાણી મને ફોનમાં તારાબેનના વક્તવ્યની પ્રસંશા તો કરે જ, પણ તારાબેને શું, શું, શી, શી રીતે કહ્યું એ બધું બીજા વક્તવ્ય જેવું વિગતે કહે. આવી હતી તારાબેનની પ્રતિભા. સાહિત્ય ક્ષેત્રે, “સાહિત્ય અને છંદ-અલંકાર'-ભાગ-૧-૨, 'સંસ્કૃત નાટકોની કથા', 'શ્રીમદ્ રાજચંદ્ર’, ‘સામાયિક સૂત્ર’, ‘વજ્ર સ્વામી', ‘આપકા તીર્થંકરો' અને હવે પ્રકાશિત થનાર ‘પ્રબુદ્ધ ચરણે' એમ લગભગ ૧૫ પુસ્તકોનું એમનું અમૂલ્ય સર્જન. તારાબેનનો આ સંસ્થા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સાથેનો અસ્ખલિત સંબંધ એમની ત્રણ પેઢી સાથેનો. તારાબેનના પિતા પૂ. દીપચંદભાઈ આ સંસ્થાના લગભગ પાંચ દાયકા પહેલાં માનદ્ મંત્રી હતા. આ સંસ્થાની આજની ઉથ્વી ઈમારતના એઓ પાયાના પથ્થર હતા. પતિ રમણભાઈની પણ પાંચ દાયકાથી વિશેષની આ સંસ્થા પ્રત્યેની સેવા. કારોબારીના સભ્ય, સંસ્થા અને વ્યાખ્યાનમાળાના પ્રમુખ અને ‘પ્રબુદ્ધ જીવન’ના તંત્રી તરીકેની એઓશ્રીની અમૂલ્ય સેવા. આ સમય દરમિયાન તેમજ પૂ. રમણભાઈના દેહ વિલય પછી પોતાના અંતિમ શ્વાસ સુધી તારાબેન આ સંસ્થા સાથે, કારોબારીના સભ્ય, વક્તા, લેખક અને માર્ગદર્શક તરીકે પોતાના પૂરા શ્વાસથી આ સંસ્થાની પળેપળમાં ધબકતા રહ્યા અને એમની વિદૂષી પુત્રી શૈલજા તો પોતાની ૧૬ વર્ષની ઊંમરે જ સંસ્કૃત ભાષામાં પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વક્તવ્ય આપ્યું ત્યારથી આજ સુધી પોતાનું વિદ્વતાભર્યું વક્તવ્ય આપી રહ્યા છે અને સંસ્થાની વિવિધ પ્રવૃત્તિમાં આજે પણ સક્રિય રહે છે. પૂ. રમણભાઈ અને તારાબેનની વિદાયથી જાણે આ સંસ્થા શ્રી મુંબઈ જૈન યુવક સંઘનો એક યુગ પૂરો થયો. આ યુગલે આ સંસ્થાની પ્રગતિમાં પોતાના જીવનની અમુલ્ય પળો આપી છે તન, મન, ધનથી અંતરિક્ષમાંથી આ દંપતીના આશીર્વાદ અને પ્રેરણા સદાકાળ આ સંસ્થાને મળતા રહેશે એવી શ્રદ્ધા છે. પૂ. રમણભાઈ અને તારાબેનનું દામ્પત્ય રામ-સીતા જેવું આદર્શ દામ્પત્ય, જીવનના બધાં શુભ અને સંપનો સરવાળો આ દામ્પત્યમાં દેખાય. એક શાંત, સ્વસ્થ અને વિદ્યામય તેમજ મંગળમય જીવન અને એમાંથી પાંગરેલું કિલ્લોલ કરતું કુટુંબ ઉદ્યાન. પુત્રી શૈલજા અને જમાઈ ચંતનભાઈ, દોહિત્રો ગાર્ગી અને કૈવલ્થ, અમેરિકા સ્થિત પુત્ર અમિતાભ અને પુત્રવધૂ સુરભિ તેમ જ પૌત્ર-પોત્રી અર્ચિત અને

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36