Book Title: Prabuddha Jivan 2009 08
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 19
________________ ઑગસ્ટ, ૨૦૦૯ પરિગ્રહ અથવા સંગ્રહવૃત્તિ એ સામાજિક હિંસા છે કારણ કે શોષણ વિના સંગ્રહ શક્ય નથી. સંગ્રહવૃત્તિ બીજાનું અહિત કરે છે જે હિંસાનું એક રૂપ છે, માટે પરિગ્રહ ત્યાગ જ અનાસક્ત ભાવ પેદા કરે છે. અને અનાસક્ત બનવા માટે જૈનદર્શનમાં શ્રાવકશ્રાવિકા માટે ૧૨ વ્રતો અને જૈન સાધુ-સાધ્વીજી ભગવંતો માટે સંસારનો સર્વથા ત્યાગ કરી પંચ મહાવ્રતનું પાલન કરવાનું હોય છે. આજના સમયમાં જૈનદર્શન આચાર મીમાંસા જણાવે છે કે દુનિયાના તમામ દેશોમાં શોષણવૃત્તિ અને સંગ્રહવૃત્તિ એટલે કે તમામ પ્રકારની આસક્તિ સમગ્ર માનવજાતિનું અહિત કરે છે. જૈનદર્શન પ્રમાણે સમાન વીતરણ-વહેંચણી અને સમાન વિભાગીકરણ એ આજની અર્થવ્યવસ્થાને સંતુલિત કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. જે દેશ કે વ્યક્તિમાં વહેંચીને ખાવાની વૃત્તિ નથી તે પાપના માર્ગે રહે છે. આ ભાવના સામાજિક અને આધ્યાત્મિક વિકાસ માટે અત્યંત આવશ્યક છે. પ્રબુદ્ધ જીવન આમ જૈન દર્શનકારો નૈતિક સાધનાની દૃષ્ટિએ અનાસક્તભાવ અને અપરિગ્રહ અત્યંત જરૂરી માને છે જે તમામ વર્ગની આર્થિક સમસ્યાઓ હલ કરવામાં મદદ કરે છે અને દરેકની આબાદી, સુખ, શાંતિ ચીરસ્થાયી બનાવવામાં ઉપયોગી બને છે. મનુષ્યની તૃષ્ણા ત્રણ પ્રકારે વ્યક્ત થાય છે, રાગ-દ્વેષ અને કામભોગ અને એથી તૃષ્ણા એક બંધન બની જાય છે. તૃષ્ણાથી શોક અને ભય ઉત્પન્ન થાય છે. આસક્તિ વાસ્તવિક દુઃખ છે. અનાસક્તિ વાસ્તવિક સુખ છે. આસક્તિના બંધનમાં વ્યક્તિ ૧૯ અન્યાયપૂર્ણ અર્થ સંગ્રહ કરે છે. પરિણામે આર્થિક ક્ષેત્રે અપહરણ, શોષણ, સંગ્રહવૃત્તિ ફાલે ફૂલે છે. આમાંથી બચવા સંતોષવૃત્તિ કેળવવી પડે છે. પરિગ્રહ ઉપર મર્યાદા રાખવી પડે છે. લોભવૃત્તિ છોડવી પડે છે. કા૨ણ ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે લાભથી લોભ વધે છે. આમાંથી વૈરાગ્યભાવના, ત્યાગભાવના, દાનવૃત્તિ, પરોપકારવૃત્તિ, સર્વ જીવોની હિતબુદ્ધિ, આત્મવત્ સર્વભૂતેષુ સદ્વિચાર વગેરે વગેરે અનેક સદ્ગુણોના વિકાસનો ઉપદેશ શાસ્ત્રમાં ઠે૨ ઠે૨ જોવા મળે છે. આના પરિણામે આર્થિક સમૃદ્ધિના બીજ રોપાય છે. આર્ય સંસ્કૃતિનું સૂત્ર છેઃ શત હસ્ત સમાહર સહસ્ર હસ્ત વિકીર્ણ. સો હાથો વડે એકઠું કરો અને હજાર હાથો દ્વારા વહેંચી દો. આર્થિક સમસ્યા તો જ નડે જો વહેંચણી અસમાન હોય અને ઉપભોગ અનિયંત્રિત હોય, કારણ કે એક વર્ગ જીવન ટકાવવા અન્ન માટે ટળવળતો હોય તો બીજો વર્ગ અતિશય સામગ્રીમાં એશ આરામથી જિંદગી માણતો હોય. પરિણામે વર્ગ સંઘર્ષ અને અશાંતિ તથા પરસ્પર વિગ્રહ જન્મે છે. તીર્થંકર નામકર્મ હૃદયમાન છે એવા શ્રી અરિહંત પ્રભુની સ્યાદ્વાદમયી ધર્મદેશના વાણીના પાંત્રીસ અતિશયોથી યુક્ત હોય છે, જે શ્રોતાજનોને પુષ્ટ-નિમિત્તકા૨ણ નિપજે છે. આવી અપૂર્વવાણી તત્ત્વને યથાર્થ જણાવનારી, પૂર્વાપર વિરોધરહિત, પ્રશ્નોનું નિરાકરણ કરનારી, શ્રોતાજનોની ગ્રાહ્યતાને અનુરૂપ, ધર્મ-અધર્મને જણાવનારી, સહજભાવે પ્રવર્તનારી, સંપૂર્ણ અર્થને કહેનારી, તલસ્પર્શી, ગુણપર્યાયની અનંતતાથી યુક્ત વગરે હોય છે. આમ છતાંય વાણી ઈન્દ્રિય પ્રત્યક્ષ, સીમિત, ક્રમિક અને સાપેક્ષ હોય છે, જ્યારે આત્મસ્વરૂપ તેના જ્ઞાનદર્શનાદિ ગુણો સહિત નિરપેક્ષ, અસીમ, અતીન્દ્રિય પ્રત્યક્ષ અને અક્રમિક છે. શ્રી અરિહંત પ્રભુ વીતરાગભાવે પોતાની વાણીના નિહાળનાર સંપૂર્ણ જ્ઞાતાદ્દષ્ટા હોવાથી તેઓની વાણી અનુભવ પ્રામાણિત અને અમૃતમયી હોય છે. જે ભવ્યજીવોને આવી વાણી સાંભળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે તેઓ ધન્યતા અનુભવે છે. હવે સ્તવનનો ગાથાવાર ભાવાર્થ ટૂંકમાં જૈન દર્શનના વ્રતો મહાવ્રતો આર્થિક સંતુલન અને આર્થિક આબાદી, સુખશાંતિ માટે, ઘણું શાંતિપૂર્વક જીવન જીવવા માટેનો માર્ગ બતાવે છે. *** ૯૪, લાવણ્ય સોસાયટી, વાસણા, અમદાવાદ-૩૮૦ ૦૦૭. ફોન : (૦૭૯)૨૬૬૦૪૫૯૦ યોગીરાજ શ્રી ચિદાનંદજી રચિત : શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન I સુમનભાઈ શાહ જોઈએ. અનુભવ અમૃતવાણી હો પાસ જિન! અનુભવ અમૃતવાણી; સુરપતિ ભયા જે નાગ શ્રીમુખથી, તે વાણી ચિત્ત આણી હો. પાસ જિન અનુભવ અમૃતવાણી...૧. પાર્શ્વકુમારના વનવિહાર માર્ગમાં એક તાપસ યજ્ઞ કરી રહ્યો હતો, જેમાં હિંસાચાર થતો પ્રભુએ જોયો. યજ્ઞમાં હોમાઈ રહેલા લાકડામાં એક સર્પયુગલ અગ્નિમાં તપી રહેલું પાર્શ્વકુમારને અવધિજ્ઞાનમાં જણાયું. લાકડાને ચિરાવી મૃત્યુને શરણ થઈ રહેલ સર્પયુગલને માંગલિક સંભળાવી જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું. સર્પયુગલ પ્રભુનું શરણ ગ્રહણ કરી સમાધિમરણને પ્રાપ્ત થઈ દેવલોકમાં ધરણેન્દ્ર અને પદ્માવતીના નામથી પ્રસિદ્ધિ પામ્યા. આમ પ્રભુની અમૃતમયી વાણી, ઉપકારકતા અને નિષ્કારણ કરુણાથી સર્પયુગલનો ઉદ્ધાર થયો. શ્રી પાર્શ્વનાથ પ્રભુનો જીવન પ્રસંગ નજર સમક્ષ આવતાં

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36