Book Title: Prabuddha Jivan 2009 08
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 18
________________ ઑગસ્ટ, ૨૦૦૯ અને ધાર્મિક પ્રવૃત્તિઓ પણ ચલાવવા માટે ધનની આવશ્યકતા રહે છે. જેણે સંસારનો ત્યાગ કર્યો છે તેની પાસે ધન ન હોય તો તે ભૂષણ ગણાય છે, પણ જેને સંસારમાં રહેવું છે અને પોતાની જવાબદારીઓ નિભાવવી છે, તેની પાસે ધન ન હોય તો તે મોટું દૂધા કહેવાય છે... પ્રબુદ્ધ જીવન સમાજનું ભલું કરવું હોય તો પણ ધનની આવશ્યકતા રહે છે. કોઈ વ્યક્તિ ભૂખી હોય તો તેને પહેલા ખાવાનું આપ્યા પછી જ તેને ધર્મનો ઉપદેશ આપી શકાય છે. ભૂખ્યા પેટે ભજન કરનારા દુર્લભ હોય છે. આપણા સમાજમાં ધનની જે બોલબાલા છે, તેને કારણે ગરીબો અપમાનનો અને ઉપેક્ષાનો ભોગ બને છે, દરિદ્રતા ખરેખર મનુષ્યનું જીવંત મૃત્યુ છે. સંસારમાં રહેલી નિર્ધન વ્યક્તિને પણ રોટી, કપડાં અને મકાનની જરૂર પડે છે. આ માટે ધનની આવશ્યકતા રહે છે. સાધુ પુરુષો માટે ભિક્ષા માંગીને જીવનનિર્વાહ કરવો એ એક પ્રકારનું તપ છે, જેનાથી અહંકાર ઓગળી જાય છે; પણ ગૃહસ્થો માટે ભીખ માંગવી એ અત્યંત દેશનીય બાબત છે. ગૃહસ્વ જયારે ભીખ માંગવા નીકળે ત્યારે તેણે વારંવાર અપમાન અને તિરસ્કારનો સામનો કરવો પડે છે. માર્ગાનુસારીનો પહેલો ગુશ ધન કમાવાની સલાહ આપે છે, પણ અનીતિથી ધન કમાવાની સલાહ તે હગિજ આપતો નથી. તે પારકાના ધનનો લોભ કરવો જોઈએ નહીં પારકાના ધનનો લોભ નાશનું મૂળ છે. આજના મોટા ભાગના શ્રીમંતોને આ વાત લાગુ પડે છે. ધન કમાવું જોઈએ, તેનો અર્થ એવો નથી કરવાનો કે ર્થનકેનપ્રકારેણ કોઈનું ઝૂંટવી લઈને પણ ધનિક બનવાનું છે. અનીતિથી ધન કમાવા કરતાં તો નિર્ધન રહેવું સારું છે. કોઈ વ્યક્તિ અનીતિથી પારકાના હકનું ધન પડાવી પણ લેશે તો આ ધન તેની આ પાસે ટકવાનું નથી. આ ધન તો ચાલ્યું જશે પણ આ પ્રકારે ધન માનારનો પણ નાશ થશે. સજ્જન પુરુષનું એક લક્ષણ છે કે તેઓ પારકાના ધન ઉપર કદી નજર બગાડતા નથી. જેમની સમાજમાં શ્રીમંત તરીકે પ્રતિષ્ઠા હોય છે, તેમને લોકો પોતાની થાપણ સાચવવા અથવા વ્યાજે રાખવા આપે છે. અનીતિમાન શ્રીમંતો વિશ્વાસઘાત કરે છે અને પારકાની થાપણ હજમ કરી જાય છે. જેઓ નીતિમાન હોય છે તેઓ પારકી મૂડીનું પોતાના પ્રાણના ભોગે પણ જતન કરે છે. સજ્જન પુરુષો પારકાના ધનને પણ પોતાનું સમજે છે. તેનો અર્થ એવો થાય છે કે સજ્જનો પોતાના ધનની રક્ષા માટે જેટલી મહેનત કરે છે, એટલી જ મહેનત તેઓ પારકી થાપણ માટે પણ કરે છે. આજના યુગમાં સૌથી કીમતી ચીજ કઈ? અનાજ જેવું કોઈ ધન નથી. જ્યારે દેશમાં ભૂખમરો હોય ત્યારે સોનું, ચાંદી કે હીરા કામ નથી લાગતા, પણ સંઘરી રાખવામાં આવેલું અનાજ કામમાં આવે ૧૮ છે. જ્યારે દુકાળ પડે છે, ત્યારે અનાજની ખરી કિંમત સમજાય છે. ભારતમાં જ્યારે ભીષણ દુકાળ પડ્યો હતો ત્યારે રાજાના ખજાનાની સોનામહોરો કામમાં નહોતી આવી પણ જગડુશાના ભંડારનું અનાજ કામ લાગ્યું હતું. આજના યુગમાં ભારતમાં ખેતીલાયક જમીન ઉપર કારખાનાઓ ઊભાં થઈ જવાથી સરકારને અનાજની આયાત કરવાની ફરજ પડી છે. તેનાથી વધુ કફોડી કોઈ હાલત હોઈ શકે નહીં. અનાજ મેળવવા જતાં ક્યારેક દેશની સ્વતંત્રતા પણ વેચવી પડે છે, માટે અનાજનો સંગ્રહ કરવો જોઈએ. ધનની રક્ષા કરવી હોય તો તેનું દાન કરવું જોઈએ. આ વાક્ય અત્યંત રહસ્યમય છે. તિજોરીમાં સંઘરી રાખવામાં આવેલું ધન નાશ પામે છે અથવા ધુતારાઓ ખાય છે, પણ જો ધનનું દાન કરવામાં આવે તો તેને કારણે ચિક્કાર પુણ્ય મળે છે અને નવા ધનની પ્રાપ્તિ થાય છે, માટે જેઓ પ્રાપ્ત કરેલું ધન સાચવી રાખતા હોય અને તેમાં વૃદ્ધિ કરવા માંગતા હોય તેમણે દાન કરતાં રહેવું જોઈએ. જૈનદર્શનના સમગ્ર અર્થશાસ્ત્રનો સાર આ નાનકડા વાક્યમાં આવી ગયો છે, એમ કહીએ તો તેમાં જરાય અતિશયોક્તિ નથી જૈન આચાર દર્શનમાં પાંચ મહાવ્રતોના વિવેચનમાં ત્રણ મહાવ્રત (૧) અસ્તેય (૨) બચર્ય (૩) અપરિગઢ વાસ્તવિક રીતે જીવના અનાસક્ત ગુણ તરફ નિર્દેશ કરે છે. જીવમાં આસક્તિ બે પ્રકારની જોવા મળે છે. (૧) સંગ્રહખોર (૨) ભોગલાલસા, આ બંને દોર્ષોથી પ્રેરિત થઈ જીવ બીજાની વસ્તુઓ ઉઠાવી લેવાની હજમ કરી લેવાની પ્રવૃત્તિ કરે છે. આ આસક્તિની વર્તણુંક ખરેખર બાહ્ય રીતે ત્રણ સ્વરૂપે જોવા મળે છે. (૧) ઉઠાવગીરી (શોષણ) (૨) ભૌગોપોગ (૩) સંગ્રહવૃત્તિ. ઉપરના ત્રણ મહાવ્રતો દ્વારા આ ત્રણ દોષોનું નિયંત્રણ શાસ્ત્રકારો જણાવે છે. સંગ્રહવૃત્તિનો સંયમ અપરિગ્રહ વ્રતથી, ભોગવૃત્તિનો સંયમ બ્રહ્મચર્ય દ્વારા અને શોષણવૃત્તિ-ચોરીચપાટી અસ્તેય વ્રત દ્વારા કાબૂમાં રાખી શકાય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ઉલ્લેખ છે કે જગતના સર્વ દુઃખોનું મુળ તૃષ્ણા છે. જેની તૃષ્ણા ખતમ થઈ જાય તેનો મોહ સમાપ્ત થઈ જાય છે અને પરિણામે તેના દુઃખનો નાશ થઈ જાય છે. કારણ કે આસક્તિ આવે છે લોભમાંથી અને લોભ તમામ સદ્ગુણોનો નાશ કરે છે. ઉત્તરાધ્યાનમાં સ્પષ્ટ લખ્યું છે કે કૈલાસ પર્વતની જેમ અસંખ્ય પર્વતો સોના ચાંદીથી મઢી લેવામાં આવે એટલું ધન મળે તો પા તૃષ્ણા શાંત થતી નથી, કારણ કે ધનસંગ્રહની મર્યાદા હોય તો પણ તૃષ્ણાની મર્યાદા અનંત છે. સૂત્રકૃતાંગમાં પણ કહ્યું છે કે આસક્તિવાળો મનુષ્ય કદી દુ:ખમુક્ત નથી બની શકતો. તૃષ્ણા કે આસક્તિ દુ:ખનો જ પર્યાયવાયી શબ્દ છે, અને આ તૃષ્ણા કે આસક્તિ પરિગ્રહનું મૂળ છે.

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36