________________
૧ માઁગસ્ટ, ૨૦૦૯
તેં સદંતર નિષ્ફળ ગયેલ છે. કારણ કે બજારનિષ્ફળતા, રાજ્યનિષ્ફળતા અને મિશ્રનિષ્ફળતામાંથી ઉત્પાદન, આવક, રોજગારી, સ્થિરતા, વિકાસ, સમાનતા અને સમતુલાના પ્રશ્નો વધારે ગંભીર બન્યા છે. તે પાશ્ચાત્ય આધારિત અર્થશાસ્ત્રની નિસ્ક્વના દર્શાવ છે. આ અંગે ચિંતન કરીએ અને સતત વિચારીએ કે શા માટે અર્થકારણ અને બદલાતી જતી આર્થિક પદ્ધતિ સતત નિષ્ફળ ગયેલ છે? પ્રગાઢ ચિંતન પછી એમ જણાય છે કે અર્થશાસ્ત્રમાં અને અર્થવ્યવસ્થામાં કેન્દ્રમાં માનવી નથી પણ નાણું, સંપત્તિ અને ભૌતિક સાધનો છે.
પ્રબુદ્ધ જીવન
તેથી જ અર્થશાસ્ત્ર અને તમામ પ્રકારની આર્થિક પદ્ધતિ સાર્વત્રિક અને સર્વાંગી નિષ્ફળતાનો ભોગ બનેલ છે. આથી કોઈ નવા અર્થશાસ્ત્રની ખોજ જરૂરી છે.
આ નવું અર્થશાસ્ત્ર એવું હશે કે જેમાં માનવીની માનવતા અને નીતિમત્તા કેન્દ્રસ્થાને હશે. માનવી સ્વાર્થી, લંપટ, લાલચુ અને સ્વહીનકેન્દ્રી, આર્થિક માનવી કે પશુ માનવ નહીં હોય. પણ સંસ્થાકીય માનવી, સાંસ્કૃતિક માનવી, અને સાચા અર્થમાં સામાજિક માનવી હશે. આ પ્રકારના માનવીને કેન્દ્રમાં રાખીને સર્જાનાર વહેંચી, સ્વકલ્યાણની સાથે સમાજકલ્યાણ, સ્થિરતા અને સામાજિક ન્યાય સાથેની અશ્રુવિહીન, વ્યથાવિહીન રોજગારી પૂર્ણ વિકાસના સિદ્ધાંતો, નીતિઓ અને પદ્ધતિઓનું આલેખન થશે. તેમાં માનવ માત્ર સાધન નહીં હોય પણ વિકાસ અને કલ્યાણ સાધ્ય હશે. હવે એ પ્રશ્ન થાય કે આ પ્રકારના નવા અર્થશાસ્ત્રની ખોજ કઈ રીતે કરવી? અને ક્યાં કરવી? તો આ માટે ક્યાંય જવાની જરૂર નથી. ભારતીય દર્શન, સંસ્કૃતિ, શાસ્ત્રો, પુરાણો, વેદો, ઉપનિષદો ગ્રંથોમાં આ પ્રકારના અર્થશાસ્ત્રનું નિરુપણ છે જ. આધુનિક સંદર્ભમાં, કૌટીલ્સથી માંડીને મહાત્મા ગાંધી અને અમર્ત્ય સેન સુધીના અર્થશાસ્ત્રના મહર્ષિઓનું ચિંતન પણ આ પ્રકારના નવા માનવ અર્થશાસ્ત્રને નવું બળ આપે છે. નવું વૈશ્વિક મૂળગત અર્થશાસ્ત્ર મૂળભૂત રીતે ભારતીય અર્થશાસ્ત્ર જ હોઈ શકે. પણ આ નવા ભારતીય અર્થશાસ્ત્રની ખોજ કરવાની અને તેને આત્મસાત કરવાની આપણી તૈયારી છે ખરી?
પ્રાચીન ભારતમાં ગણરાજ્ય શાસન વ્યવસ્થાનું નોંધપાત્ર લક્ષણ હતું. ગણરાજ્ય એટલે રાજ્યસત્તા એક વ્યક્તિ પાસે નહિ પણ ગણ અથવા અનેક વ્યક્તિઓના હાથમાં હોવી એવો અર્થ સમજાતો મહાવીર કાલીન ભારતની શાસનવ્યવસ્થામાં પણ ગણરાજ્યો મહત્ત્વનું સ્થાન ધરાવતાં હતાં. જૈનશાસ્ત્રોમાં એ સમયે આર્યાવર્તમાં સાડી પચ્ચીસ દેશો ગણવામાં આવ્યા છે. ચીની યાત્રાળુઓની નોંધોને આધારે લખાયેલા બૌદ્ધગ્રંથોમાં અને એ બૌદ્ધ ગ્રંથોના નિષ્કર્ષ રૂપે લખાયેલા અંગ્રેજી પુસ્તકોમાં જણાવ્યા પ્રમાણે ઈ. સ. પૂ.ની ૬ઠ્ઠી સદીમાં ૧૬ ગણરાજ્યો હતાં. અને તેમાંથી કાર્ય કરીને
૧૭
લગભગ ૮૦ જેટલાં રાજ્યો થવા પામ્યાં. તેથી ડૉ. વાસુદેવશરણ અગ્રવાલ, ગણરાજ્યોના પ્રભુત્વવાળા, ઈ. સ. પૂ. ૧૦૦૦ થી ઈ. સ. પૂ. ૫૦૦ના સમય ગાળાને મહાજનપદ યુગ કહે છે.
મહાવીરકાીન ભારતના ગણરાજ્યોના શાસનતંત્ર અંગેની તૂટક તૂટક માહિતી મળે છે. કેટલાંક ગણરાજ્યોના તો માત્ર નામો જ પ્રાપ્ત થાય છે. જ્યારે કેટલાંક ગણરાજ્યોના બંધારણો અંગેની છૂટીછવાઈ માહિતી પ્રાપ્ત થાય છે. પરંતુ એ વિગતો અપૂરતી અને વેરવિખેર હોવાથી તેને યોગ્ય રીતે ગોઠવવી મુશ્કેલ બને છે. એટલું જ નહિ પરંતુ તે વિગતોને આધારે ગકારાજ્યોની શાસનવ્યવસ્થા કે રાજ્યતંત્ર અંગે સુરેખ, વિશ્વસનીય અને આધારભૂત ઈતિહાસ આલેખવાનું કાર્ય પણ અત્યંત મુશ્કેલ રહ્યું છે.
ગણરાજ્યોના શાસનતંત્રમાં (૧) ગણાધ્યક્ષ (મુખ્યવહીવટ કર્તા અથવા પ્રમુખરાજા) (૨) કાર્યવાહક સમિતિ (મંત્રીમંડળ) (૩) કેન્દ્રીય સમિતિ (૪) ન્યાયસભા વગેરે મહત્ત્વના અંગો હતાં.
ગણા.ને વહીવટમાં મદદ કરવા માટે મંત્રીમંડળ રાખવામાં
આવતું ગણાયધ્યક્ષની માફક મંત્રીમંડળના સભ્યોની ચૂંટણી કેન્દ્રિય સમિતિ કરતી હતી.
ગણરાજ્યના મંત્રી મંડળની સંખ્યા ૪ થી ૨૦ વચ્ચેની હતી હશે. તેમાં પરદેશમંત્રી, નાણામંત્રી, ન્યાયમંત્રી અને લશ્કરી મંત્રી વગેરે મંત્રીઓ અત્યંત મહત્ત્વ ધરાવતા હતા. નાણામંત્રી આવકના સાધનો ઊભાં કરતો. ન્યાયમંત્રી અન્ય અદાલતોના ચુકાદા પર અપીલ સાંભળતો તથા વ્યવહાર અને ધર્મના નિયમોને આધારે અંતિમ નિર્ણય આપતો, જયારે લશ્કરી મંત્રી, લશ્કર પર પૂરેપૂરી નજર રાખતો. તે જવાબદારી મુખ્ય સેનાની સંભાળતો. અશાંતિ, આક્રમણ અને આંતરિક વિખવાદો વચ્ચે જીવતાં ગણરાજ્યોને મજબૂત સૈન્યની જરૂર રહેતી.
મોટાભાગના ગામંત્રો એક જાતિના હતા. શાસનતંત્રમાં સામાન્ય રીતે ઉચ્ચ અને ધનિક વર્ગોનું પ્રભુત્વ હતું. ગ્રામ પંચાયતોમાં બધા જ વર્ગોનું પ્રતિનિધિત્વ રહેતું હતું. મહાવીરકાલીન ભારતની રાજકીય પરિસ્થિતિ અંગેના મળી રહેલાં જૂજ સાધનોમાંથી પણ ઉચ્ચવર્ગ અને સામાન્ય જનતામાં સંઘર્ષ હોવા અંગેની માહિતી પ્રાપ્ત થતી નથી. તે પરથી લાગે છે કે, ભગવાન મહાવીરકાલીન ભારતમાં વર્ગ સંઘર્યનો અભાવ હશે અને તેથી જ કહી શકાય કે, ભગવાન મહાવીરકાલીન ભારત, આર્થિક, સામાજિક, નૈતિક, ધાર્મિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ સાધી શક્યું હતું.
દુનિયા આખીમાં જ્યારે ઘેરી મંદી ચાલી છે ત્યારે પ્રભુ મહાવીરના સૂત્રો અર્થશાસ્ત્રને ઉગારવાની બાબતમાં મદદે આવે છે. દુનિયાના તમામ ધર્મોમાં કહેવામાં આવ્યું છે કે ધનનો વધુ પરિગ્રહ ન કરવો છે જોઈએ અને દાન કરતા રહેવું જોઈએ. તેમ છતાં આપણાં સમાજની વાસ્તવિકતા એ છે કે ધન વિના કોઈને ચાલતું નથી. સંસારની