Book Title: Prabuddha Jivan 2009 08
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 16
________________ ૧૬ પ્રબુદ્ધ જીવન ભગવાન મહાવીરનું અર્થશાસ્ત્ર –ડૉ. પ્રવીણભાઈ સી. શાહ અર્થશાસ્ત્રના વિષયમાં કોમર્સના અનેક વિષયોની ચર્ચા કરવી સંભવે છે. વર્તમાનકાળમાં અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં માર્કેટીંગ, સ્ટોક માર્કેટ, અર્થવ્યવસ્થા, નાણાંકીય મેનેજમેન્ટ, પોલીટીક્સ, બજેટ, ટેક્ષેશન, આંકડાશાસ્ત્ર વગેરે અનેક વિષયોની ચર્ચા કરવી જરૂરી બને છે. પ્રભુ મહાવીરના સમયકાળમાં આવા કોઈ વિષયની ચર્ચા ડાયરેક્ટ શાસ્ત્રોમાં જોવા મળતી નથી, છતાં પ્રભુ મહાવીરના ત્રિપદી દેશનામાંથી ઉદ્ભવેલાં દ્વાદશાંગી અને પછી પ્રકાશીત થયેલા ૪૫ આગમના શાસ્ત્રોના સંશોધનમાંથી પ્રભુ મહાવીરના અર્થશાસ્ત્ર વિષેના સંદર્ભો મેળવી શકાય છે. વર્તમાન અર્થશાસ્ત્રના વિષયનો ઈતિહાસ અગાઉ બજારતંત્ર અને મુક્ત અર્થતંત્ર આધારિત મૂડીવાદી પદ્ધતિનો ક્રમશઃ વિકાસ થયો અને વિકાસના ઉત્તુંગ શિખર પર આ પદ્ધતિએ સ્થાન લીધું. તે સમયે પૂર્ણ હરીફાઈ આધારિત સ્વૈરવિહારી મુક્ત અર્થકારણની પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ હિમાયત કરતા હતા. તેઓ એમ માનતા હતા કે સરકારની ખાસ કોઈ આર્થિક કામગીરી નથી. રાજ્યે અને તેના એજન્ટ તરીકે કામ કરતી સરકારે માત્ર લોકોની સલામતી, કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને લોકોને પાયાની સુવિધા આપવાનું કામ કરવાનું છે પણ સરકારે કોઈ આર્થિક કામગીરી કરવાની નથી. કેટલાંક પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ તો એમ કહેતાં કે સરકાર જો આર્થિક કામગીરી કરશે તો આર્થિક અરાજકતા અને અવ્યવસ્થા સર્જાશે, તેથી સકારે બજારતંત્રને મુક્ત રીતે કામ કરવા દેવું જોઈએ. બજા૨તંત્ર અર્થકારણનું સમગ્ર સંચાલન કરશે અને જો કોઈ અસ્થિરતા, અસમતુલા કે પ્રશ્નો સર્જાશે તો તે પટ્ટા બજારતંત્ર દ્વારા જ આપોઆપ દૂર થશે. આ પ્રકારની વિચારસરણી આધારિત મૂડીવાદી પદ્ધતિ વિશ્વમાં વિકસી તેનાથી ઉત્પાદન અને આવક વધી પણ તેની યોગ્ય રીતે વહેંચણી ન થઈ. આવકની અસમાનતા વધવા લાગી. ગરીબીબેકારીના પ્રશ્નો વધ્યા છે, સાધનોની યોગ્ય જાળવણી ન થતાં નફાલક્ષી વસ્તુઓનું જ ઉત્પાદન થયું અને ગરીબો અને મધ્યમવર્ગને જરૂરી વસ્તુઓની અછત સર્જાવા લાગી. અર્થકારણના દરિયામાં મોટા મૂડીવાદી મગરમચ્છો ગરીબ, નાના માછલાઓને ગળવા લાગ્યા તેથી આજે મંદીના પ્રશ્નો વધ્યા, અર્થકારણમાં મારે તેની તલવાર જેવી સ્થિતિ સર્જાવા લાગી. આ બધી બાબતોને બજાર નિષ્ફળતા કહી શકાય. મૂડીવાદને કારણે ગરીબી, બેકારી, ભૂખમરો, કૂપોષણ, શોષણ, અસમાનતા અને વિષમતાના પ્રશ્નો વધતા લોકોની હાડમારીઓ વધી લોકોનો અસંતોષ વધ્યો. ઑગસ્ટ, ૨૦૦૯ આગ પણ વધતી હતી. કાર્લ માર્કસે મજુરોને એકત્રિત થઈને મૂડીવાદને ખતમ કરવાનું આહવાહન કર્યું. કાર્લ માર્ક્સના વિચારોમાં ગરીબો અને મજૂરોને પોતાના પ્રશ્નોનો ઉકેલ દેખાયો. મૂડીવાદનો અંત આવ્યો, અને શ્રમિકો શાસિત સમાજવાદી વ્યવસ્થાનો સુહૃદય થયો. આ વ્યવસ્થામાં બજારતંત્રને કોઈ સ્થાન નથી. બધી જ આર્થિક કામગીરી રાજ્ય જ કરે છે. ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની જ હોય છે. રાજ્ય દ્વારા જ ઉત્પાદનના નિર્ણયો, સાધન ફાળવણી, કિંમત નિર્ધારણ, આવકની વહેંચણી, વપરાશનું પ્રમાણ અને ધોરણો, વગેરે તમામ નક્કી થાય છે. પરંતુ આ વ્યવસ્થામાં પણ કાળક્રમે ક્ષતિઓ વધવા લાગી. લાગવગ, અમલદારશાહી, તુમારશાહી, સગાવાદ, ભ્રષ્ટાચાર, અોગ્ય નિર્ણયો અને તેનો અયોગ્ય અમલ. સ્વતંત્રતાના પ્રશ્નો, રાજ્યશાસિત આપખુદશાહીના પ્રશ્નો વધ્યા. આ બાબતને રાજ્ય નિષ્ફળતા કરી શકાય. બજાર નિષ્ફળતા અને રાજ્ય નિષ્ફળતામાંથી જ મિશ્ર અર્થકારણની આર્થિક પદ્ધતિનો જન્મ થયો. જેમાં મૂડીવાદ અને સમાજવાદના સારા લક્ષણો અપનાવીને તે બન્નેની અનિષ્ટ અસરો દૂર કરવાના પ્રયાસો વિશ્વના ઘણાં દેશોએ કર્યા જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. પરંતુ મિશ્ર અર્થકારણનો યોગ્ય અમલ ન થતાં મૂડીવાદ અને સમાજવાદની નિષ્ફળતાઓ મળતા બજાર નિષ્ફળતા અને રાજ્યનિષ્ફળતાના પ્રશ્નો સર્જાયા, આ નવી આર્થિક વ્યવસ્થા ઉત્પાદન, આવક, રોજગારીના પ્રશ્ન હલ કરવામાં નિષ્ફળ ગયેલ છે. ૨૦૦૭ના મધ્યભાગથી અમેરિકાથી શરૂ થયેલી વિશ્વમંદી અત્યારે વિશ્વમાં પ્રસરી ચૂકી છે. અને તેનાં આત્માતક પરિણામો સૌ કોઈ અનુભવી રહ્યાં છે. વિશ્વમાં મુક્ત બજારતંત્ર આધારિત અર્થવ્યવસ્થા પડી ભાંગવા આવી છે. મુક્ત નાણાતંત્ર અને નાણાબજારમાં કડાકાઓ બોલાવા લાગ્યા છે. બેંકો અને નાણાકીય સંસ્થાઓ બંધ પડી રહી છે. અને અબજો ડોલરની ખોટના ખાડામાં ધકેલાઈ રહી છે. બેંકો અને નાણાંસંસ્થાઓ હવે રાષ્ટ્રીયકરણ અને સરકારી સહાયની માગ કરી રહી છે. અગાઉ મુક્ત વ્યાપારની હિમાયત કરતા મોટા કોર્પોરેશનો પા રાજ્યની સહાયના ઓક્સિજનથી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માંગ કરી રહ્યાં છે. આમ નાણાતંત્ર અને સમગ્ર અર્થકારણમાં સરકારની દરમ્યાનગીરી અને સામેલગીરીની જરૂરીયાત સર્જાતા બજારતંત્રની ઘોર નિષ્ફળતા ઉપસી આવેલ છે. આ બધી વિગતો પરથી એ સિદ્ધ થાય છે કે અત્યાર સુધીમાં ભૂખ્યાજનોનો જઠરાગ્નિ સળગતો હતો તેની સાથે અસંતોષની બજારતંત્ર કે રાજ્યતંત્ર આધારિત મૂળગત અર્થશાસ્ત્ર વિકસ્યું છે.

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36