________________
ઑગસ્ટ, ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન
જયભિખ્ખુ જીવનધારા : ૯
I ડૉ. કુમારપાળ દેસાઈ
[ગુજરાતી સાહિત્યના લબ્ધપ્રતિષ્ઠ સર્જક ‘જયભિખ્ખુ’ના જન્મશતાબ્દીના વર્ષમાં એમના સાહિત્યસર્જન વિશે વ્યાખ્યાનો, પરિસંવાદો તમ સંગોષ્ઠિ યોજાયાં અને એમનાં સત્તાવન પુસ્તકો પુનર્મુતિ થયાં. ગુજરાતના આ સાક્ષરની બાળપણની ઘટનાઓને આલેખતું આ નવમું પ્રકર] વીર શિવાજી અને રાંક સુદામા
બાળપણની દોસ્તીની લહેજત કંઈ ઓર હોય છે. દોસ્ત મળે અને હૃદયના બંધ દ્વાર આપોઆપ ઊઘડી જાય. ચિત્તમાં જાગતી પ્રત્યેક વૃત્તિઓ દોસ્તની સમક્ષ સાહજિકતાથી પ્રગટ થાય છે. ચિત્ત પર હેતુ કે પ્રયોજનનું આવરણ હોતું નથી, તેથી મિત્ર મળતાં આખો મલક મળી ગયો હોય એવું લાગતું હોય છે.
ભીખા (‘જયભિખ્ખુ’નું હુલામણું નામ)ને પહેલી વાર એક મિત્ર મળ્યો અને એની સમક્ષ આખું બ્રહ્માંડ ખૂલી ગયું. વડીલોના વહાલભર્યા છત્રની છાયા અને નિશાળમાં ગોઠિયાઓ સાથેની ધીંગામસ્તીની વચ્ચે એક એવો મિત્ર મળ્યો કે જેની સાથે ભીખાને દોસ્તીની ગાંઠ બંધાઈ ગઈ.
મોડા પહોંચવાથી મળનારી શિક્ષા અને ઊભી થનારી આફતોથી ગભરાઈ ગયો. મોડા પડે તો માસ્તરની સોટીનો માર ખાવો પડે.આખો દિવસ વર્ગની બહાર ઊભા રહેવું પડે. કલાકો સુધી અંગૂઠા પકડવા પડે. નિશાળમાં હાજર ન હોય એટલે આવી બન્યું. આથી એ જમાનામાં ભાગ્યે જ કોઈ વિદ્યાર્થી ગેરહાજર રહેતો. જો કશાય કારણ વિના ગેરહાજર રહ્યો હોય તો પછીને દિવસે એના પર શિક્ષાનો વરસાદ તૂટી પડે. માંદા પડવાની તો જાણે મનાઈ, આખા વર્ષમાં માંડ ત્રણ દિવસ પણ બીમાર રહેતા નહીં. આથી બીમાર પડનાર વિદ્યાર્થીનો અનોખો મહિમા હતો. કોઈને ભારે તાવ ચડી આવે અને આખું શરીર તાવથી ધગધગતું હોય તો માસ્તર અને ઘેર મોકલતા. આવી રીતે ઘેર જવાની તક મેળવનાર બીમાર વિદ્યાર્થીને બીજા મહાભાગ્યશાળી માનતા. એમાંય પછીને દિવસે તાવને કારણે એ આવે નહીં તો એને ગેરહાજર રહેવાની જિંદગીની પરમ સુવર્ણ તક મળી ગઈ હોય એવું લાગતું.
કુટુંબના સુરક્ષિત વાતાવરણમાં ઊછરેલા ભીખાના હૃદયમાં ભય અને અહંકાર બેષ લગોલગ વસતા હતા. હૈયું પોચું એટલે કોઈ ભૂતપ્રેતની વાત કરે તો ભયથી ફફડી ઊઠે. બાળપણમાં અનુભવેલી માતા, માસી અને મામીના આઘાતજનક મૃત્યુની ઘટનાને કારણે એના મનમાં અહર્નિશ મૃત્યુનો ભય વસતો હતો. ગામડાગામમાં એ જોતો કે ભયભીત કરનારી કોઈ પણ બાબતનો અંત કર્યોતમાંથઈ આવતો હતો. આથી ઘુવડ બોલે ત્યારે મધરાતે મૃત્યુ ઝાડ પરથી જીભ થોથરાવા માંડતી. એને એકેએક વિષય અભિમન્યુના સાતમા સાદ આપતું હોય તેમ લાગતું, કોઠા જેવો હતો. ગણિત ગણતાં ચકકર આવતા અને પાઠ લખવા જતી વખતે ભૂલ થવાનો ડર લાગતો કે હાથ ધ્રૂજવા માંડતો અને ખડિયામાંથી શાહી ઢોળાઈ જતી. આ નિશાળથી તો બાહ્ય - તોબા!
નિશાળનું સ્મરણ થતાં જ નિર્ભય ગિરો ગરીબ ગાય જેવો જતો. એના પગ ધ્રૂજવા લાગતા, માથું ભમવા લાગતું અને
બ્રાહ્મણ મિત્ર ગિરજાની દોસ્તી ભીખાને ભયમુક્ત કરાવનારી બની. મનમાંથી ભય સરી ગયી અને ભીરુતા ઓગળી ગઈ એટલે ભીખાને બહારની દુનિયામાં પગ મૂકવાની હોંશ જાગી. ગિરજાની સાથે રામલીલા જોવા ગયો ત્યારે રામલીલા ખેલનારા પાત્રો ભીખાના મનમાં જડાઈ ગયાં. ગામમાં વસતા જુદા જુદા વર્ણના લોકોને એકસાથે આનંદના હીંચોત્રે હીંચતા જોયા, ત્યારે ભીખાને ખ્યાલ આવ્યો કે આ દુનિયામાં માત્ર વાણિયા-બ્રાહ્મણ જ વસતા નથી બલ્કે કેટલાય જાતજાતના અને ભાતભાતના લોકો વસે છે.
રામલીલા માણ્યા પછી મોડી રાતે વરસોડા પાછા ફરવાને બદલે
૨૫
અંબ્લડમાં જ ગિરજાનાં ફોઈબાને ત્યાં બંને મિત્રોએ રાતવાસો
કર્યો. સૂરજ ઊગતાની સાથે જ એમના માથે ચિંતા સવાર થઈ ગઈ, ચિંતા હતી અંબોડ ગામથી ચાહીને વરસોડાની. નિશાળે સમયસર પહોંચવાની. અત્યાર સુધી હિંમત બતાવનારો ગિરો પણ નિશાળે
ઘણી વાર ગિરો વિચાર કરતો કે કોણે આવી નિશાળ બનાવીને
બાળકોના સુખનું નિકંદન કાઢ્યું હશે? ક્યારેક વિચારતો કે બાળપણ એ તો મોજમસ્તી માટે હોય, એમાં હરવા ફરવાનું હોય, તોફાન-મસ્તી કરવાનાં હોય, ત્યાં વળી પલાંઠી મારીને માથું નીચું રાખીને, લખવાનું-ભણવાનું શું ? જોકે પોતાનો રુઆબ બતાવવા ભીખાને કહેતો, ‘બ્રાહ્મણ એ તો ઋષિનું સંતાન. અભિમન્યુની જેમ માતાના પેટમાં લડાઈનો દાવપેચ શીખી આવેલો, એમ અમે
પણ માતાના પેટમાંથી સરસ્વતી સાધીને અવતરીએ. અમારું વી
નિશાળ શી અને શિક્ષક શો ?'
ભીખો કહેતો, ‘તો પછી નિશાળે આવવાનું રહેવા દે. બ્રાહ્મણનું ખોળિયું છે. શાન લઈને જનમ ધર્યો છે, તો પછી ભણે છે શું કામ ?'