Book Title: Prabuddha Jivan 2009 06
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 3
________________ Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 વર્ષ : (૫૦) + ૧૯૭ અંક : ૬ જૂન, ૨૦૦૯ ૭ વિક્રમ સંવત ૨૦૬૫ વીર સંવત ૨૫૩૫ ૭ જેઠ વદિ – તિથિ ૮ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર ૦ પ્રભુદ્ધ જીવ પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ ૭ ૭ વાર્ષિક લવાજમ રૂા.૧૨૫/- ૭ છૂટક નકલ રૂા. ૧૦/માનદ્ તંત્રી : ધનવંત તિ. શાહ બિછડે સભી બારી બારી ડૉ. રણજિત પટેલ (અનામી) : એક પ્રાજ્ઞ વિધાપુરુષ પૂ. સાહેબે ‘પ્રબુદ્ધ જીવન'ની જવાબદારી મને સોંપી અને સૌ પ્રથમ પ્રોત્સાહનનો પત્ર મને પૂ. અનામી સાહેબનો આવ્યો, પછી તો એ પ્રોત્સાહનની ધારા સતત વહેતી રહી જ, તે એઓશ્રીના અંતિમ શ્વાસ સુધી. ‘પ્રબુદ્ધ જીવને' જે કાંઈ પ્રગતિ કરી એ શ્રેયના એઓશ્રી પૂરા અધિકારી છે. ૨૦૦૬માં પૂ. સાહેબના ગ્રંથોનું સંપાદન કાર્ય ગતિમાં હતું ત્યારે એ વિશે પ્રા. જશવંત શેખડીવાળાને ત્યાં પેટલાદ મારે જવાનું થયું. શેખડીવાળા સાહેબ પણ અનામી સાહેબના પરમ મિત્ર, અનામી સાહેબ માટે એમને ઊંડો આ અંકના સૌજન્યદાતા આદર, એ વખતે પેટલાદ જતાં વીણાબહેન સુરેશભાઈ ચોકસી પહેલાં હું વડોદરા અનામી સ્મૃતિ : સ્વ. સરસ્વતીબહેન સારાભાઈ ચોકસી સાહેબના દર્શને ગયો. પૂ. અનામી સાહેબ સાથેનું મારું એ પ્રથમ મિલન. પિતાથી વિશેષ વહાલ કર્યા જ કરે. પ્રોત્સાહન અને વ્હાલનો જાણે ‘નાયગ્રા' વહેતો હોય એવું સતત અનુભવાય. આપણો હાથ જોરથી પકડે, ઊંડા વ્હાલથી એવો દબાવે કે વાત્સલ્યની વિજળી વહેતી લાગે. જમવા તો બેસાડે જ, ભલે તમે જમીને આવ્યા હો. એઓશ્રીની સેવામાં રત પુત્રી રંજનબેનને એક પછી એક વસ્તુ લાવવા હુકમ કરે, અને ભલે તમને કેટલો બધો ડાયાબિટીસ હોય, પણ એમની સુખડી તો ખાવાની જ. સુખડીમાંથી તમે છૂટી ન શકો. સાહિત્ય અને સાહિત્યકારોની વાતો કરતા જ રહે, અને ખડખડાટ એવા હસે કે જાણે દેવલોકના કોઈ દેવનું નર્તન! વિદાય થઈએ ત્યારે ઝાંપા સુધી મૂકવા આવે અને ‘હવે ક્યારે આવશો ?' એવા ભાવ એ વાત્સલ્ય નીતરતી આંખોમાં દેખાય. આ પ્રસંગો મારા જીવનમાં ઉત્તમ શિલ્પની જેમ અંકિત થઈ ગયા છે. એપ્રિલમાં અમારા પૂજ્ય દોશી કાકા ગયા એ શ્રદ્ધાંજલિના શબ્દોની મે મહિનાની શાહી હજુ તો સૂકાઈ નથી ત્યાં મે ૨૫મીના વિદ્યાપુરુષ અને ‘પ્રબુદ્ધ જીવન'ના ‘સ્ટાર’ લેખક ડૉ. અનામી સાહેબની વિદાય વિશે આ જૂનમાં શ્રદ્ધાંજલિ શબ્દો લખતા હું અપાર વેદના અનુભવું છું. માતા પિતાની વિદાયથી આપણે છત્રહિન થઈ જઈએ, રાતોરાત આપણે ‘નાના’ લાડકાથી ‘મોટા’ થઈ જઈએ, પણ જ્યારે કોઈ વિદ્યાગુરુની વિદાય થાય ત્યારે તો જાણે આપણા ઉપરથી આકાશ જતું રહ્યું હોય એવી દિગ્મૂઢ અવસ્થામાં આપણે ઊભા રહી જઈએ. ‘પ્રબુદ્ધ જીવન’ના વાંચન દ્વારા વર્ષોથી પૂ. અનામી સાહેબનો મને શબ્દ પરિચય હતો. વિદ્યાજગતમાંથી એમના વિશે ઘણી ઘણી વાતો સાંભળીને દિન-પ્રતિદિન એમના વિશેનો અહોભાવ વધતો ગયો હતો. અમારા સાહેબ પૂ. રમણભાઈના એઓ ખાસ સ્નેહી-મિત્ર, એઓ વડોદરા જાય ત્યારે અનામી સાહેબને અચૂક મળે જ મળે, ૨૦૦૫માં સાહેબે પોતાનું છેલ્લુ પુસ્તક જેમાં વિદ્વાન સાહિત્યકારો, ચિંતકો, સમાજસેવકો અને સાધકોના જીવનચરિત્રો છે એ ‘વંદનીય હૃદયસ્પર્શ' અનામી સાહેબને અર્પણ કર્યું હતું. આ નિકટ હૃદય સંબંધને કારણે પૂ. સાહેબ અનામી સાહેબની ઘણી ઘણી વાતો મને કહે. એટલે પૂ. અનામી સાહેબને મળવા હું ખૂબ જ ઉત્સુક હતો. પણ સમયનો મેળ ખાતો ન હતો. પ્રસંગનો જન્મ કાળ પાકે ત્યારે જ થતો હોય છે. આપણો અધિકાર તો માત્ર ઈચ્છાઓ કરવાનો.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28