________________
જૂન, ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન
શ્રી જૈન મહાવીર ગીતા : એક દર્શન-૮ ૩૫. પૂ. આચાર્યશ્રી વાત્સલ્યદીપ
પ. પૂ. આચાર્યશ્રી વાત્સલ્યદીપ સુરીશ્વરજીનો ચાતુર્માસ પ્રવેશ તા. ૨૪-૦૬-૨૦૦૯ ના મુંબઈદાદર (પશ્ચિમ)ના જ્ઞાનમંદિરમાં થશે. જિજ્ઞાસુઓને પૂજ્ય આચાર્યશ્રીનો જ્ઞાન લાભ લેવા વિનંતી. અષ્ટમ અધ્યાય : શક્તિ યોગ
હિતચિંતક હતા. એમણે પોતાના સાહિત્યથી સૌને સમર્થ થવાની ‘શ્રી જૈન મહાવીર ગીતા’માં આઠમો અધ્યાય ‘શક્તિયોગ' છે. પ્રેરણા અહીં કરી છે તે તો ખરું જ, પોતાના જીવનથી પણ આવી જ ‘શક્તિયોગ’ની શ્લોક સંખ્યા ૯૫ છે. પ્રેરણા તેઓ કરતા હતા.
વ્યક્તિ, સમાજ અને દેશ સમર્થ, શક્તિશાળી હોય તો જ તેનો પ્રભાવ પડે છે. યોગનિષ્ઠ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી ‘શ્રી જૈન મહાવીર ગીતા’ અષ્ટમ અધ્યાય રૂપે ‘શક્તિયોગ’નું આલેખન કરીને સૌને સમર્થ બનવાની પ્રેરણા આપે છે અને તેમાં સમગ્ર વિશ્વમાં જૈન ધર્મ, જૈન સંઘ અને જૈન ધર્મી શ્રાવક-શ્રાવિકા સૌ અત્યંત શક્તિશાળી બનીને જૈનધર્મની અદ્ભુત શાસન પ્રભાવના કરે તેવી ઉપદેશધારા વહાવે છે.
‘શક્તિયોગ'નો પ્રારંભ આમ થાય છેઃ शक्तियोग समो योगो न भूतो न भविष्यति ।
धी - श्री कान्त्यादि वासायां शक्त्यां स्वातन्त्र्यात्मनः ।। (શક્તિયોગ, શ્લોક ૧) ‘શક્તિયોગ સમાન કોઈ યોગ થયો નથી અને થવાનો નથી : બુદ્ધિ, શ્રી, કાંતિ, ઈત્યાદિનો વાસ શક્તિમાં (સામર્થ્યમાં) છે અને તેનાથી આત્માની (પોતાની) સ્વતંત્રતા છે.’
વિશ્વ સદાય સમર્થને જ પૂજે છે તે જાણીતી વાત છે. કહ્યું છે કે ‘સમરથ કો નહિ દોષ ગોસાંઈ.' સમર્થ વ્યક્તિ જ શાસક બને છે. સમર્થ સમાજ જ વર્ચસ્વ પેદા કરે છે. સમર્થ રાષ્ટ્ર જ પોતાનું રક્ષણ કરે છે. સમર્થતા વિના સાર નથી. ધન, ચતુરાઈ, પ્રતિભાની સમર્થતા જ્યાં છે ત્યાં સૌ ઝૂકે છે. જ્યારે ખબર પડે છે કે હમણાં તમારી પાસે ખૂબ પૈસા આવી ગયા છે ત્યારે અજાણ્યો પણ હસ્તધૂનન કરી જાય છે અને જ્યારે ખબર પડે છે કે તમે હમણાં તકલીફમાં છો ત્યારે સગો ભાઈ પણ તમને સામેથી આવતા જોઈને ફૂટપાથ બદલે છે !
પ્રત્યેક વ્યક્તિની ઈચ્છા તો હોય જ છે કે તેનું વર્ચસ્વ હોય. પરતંત્ર કે ગુલામ હોવું કોને ગમે? વર્ચસ્વ હોવું જોઈએ એટલી ઈચ્છા માત્ર પૂરતી નથી. એ ઈચ્છા તો જોઈએ જ, પરંતુ એ ઈચ્છાની સાથે જ, વર્ચસ્વ માટેની જરૂરી સામગ્રી પણ જોઈએ. એ સામગ્રી એટલે સામર્થ્ય. પૈસા, ચતુરાઈ, પ્રતિભા, પ્રતિષ્ઠા આ બધું જ શક્તિમાન બનાવે છે. આવું સામર્થ્ય પામવું પડે.
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી સમર્થ બનવાનું કહે છે. તેઓ સમર્થ જૈનાચાર્ય તો હતા જ, સાથોસાથ પ્રખર સમાજ, દેશ
૨૧
યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીના જીવનપ્રસંગો નિહાળીએ છીએ ત્યારે તેમાંથી સાધકજીવનની સૌરભ પ્રાપ્ત થાય છે ઃ
મુનિ બુદ્ધિસાગરજી અને શ્રી વિનયવિજયજી સ્થંડિલભૂમિ (શૌચ) જવા નીકળ્યા હતા. નદીને પેલે પાર જવાનું હતું. વિનયવિજયજી આગળ ગયા અને પુલ ઓળંગીને નીકળ્યા કે તરત ત્યાં ઊભેલા સિપાહીએ નાકાવેરો માંગ્યો. સાધુ પાસે તો શું હોય? એમણે પોતાની વાત સમજાવવા કોશિશ કરી પણ એ સત્તાનો ભૂલેલો માનવી હતો. એણે ન માન્યું. એણે વિનયવિજયજીને ત્યાં જ બેસાડી રાખ્યા. થોડી પળો પછી બુદ્ધિસાગરજી મહારાજ ત્યાં આવ્યા. એમણે વિનયવિજયજીને બેસાડી રાખેલા જોયા ને એમની આંખો ફાટી રહી
‘કૌન હો તુમ? ક્યા ટેક્સ ચાહતે હો? સાધુ-સંન્યાસી સે ટેક્સ લેને કા તુમકો કીસને કહા ?'
સિપાહી આ પ્રચંડ પંજાબી જેવા દેખાતા સાધુને જોઈ હબકી ગયો. એ સાધુની આંખમાંથી ગજબ નૂર પ્રકટતું હતું. કોઈને પણ તુમાખીથી જવાબ દેવાની રોજની એની આદત ભુલાઈ ગઈ!
હમારે પાસ સે ટેક્સ લેના હૈ તો યહ દંડ લે લો! ફિર કહાં કે ભી નહીં રહોગે ! ઘરબાર છોડકર હમારે સાથ ચલના હોગા, સમજે ? જરા સાધુ–સન્યાસી કો તો સમજો ભાઈ! સિપાઈ હો તો હો, મગર ઈન્સાન તો નહીં મીટ ગયે ?' બુદ્ધિસાગરજીએ કહ્યું.
સિપાહી ચરણોમાં ઢળી પડ્યો.
મુનિરાજે તેને શાંતિથી બોધ આપ્યો કે, ‘ભાઈ! સાધુ-સંતનું સન્માન કરતાં શીખ. સન્માન ન આવડે તો અપમાન તો કદી ન કરીએ. સિપાઈધર્મ કરતાં પણ મનુષ્યધર્મ મહાન છે. એ ન ભૂલીશ, ઈશ્વર તારું કલ્યાણ કરશે.'
સિપાહી ભાવવિભોર બની ગયો.
આ ઘટનાને શું કહેવાય? પરચો કહેવો હોય તો પરચો કહીએ, નહીં તો અનોખી પ્રતિભાનો જ એ પ્રભાવ છે. જીવંત આત્મશ્રદ્ધાનો પડઘો હંમેશાં પડે છે!
X X X