________________
૨૦
પ્રબુદ્ધ જીવન
ભીખો એનાથી મોટો હતો. તેથી પોતાની મોટાઈ બતાવતાં કહ્યું, ‘અરે સાચું બોલવામાંય પાપ છે ? ગિરજા, જરા જો તો ખર્ચ, બે હાથનુંય છેટું નથી. આ રામ છુટ્ટો ઘા કરે તો ય રાવણના તમામ ખેલ ખલાસ થઈ જાય. છતાં ઘા કરવાને બદલે રડે છે. ભલા, શું ભગવાનની મતિ ય મૂંઝાઈ જતી હશે ? આવું કેમ ?
આમ બોલતાં ભીખો દેશથી ઊભો થઈ ગયો. ગિરજાએ એને હાથ પકડીને બેસાડતાં કહ્યું, ‘જરા ધીરો પડ. તાતો (ગરમ) થા મા. આ ની રામલીલા છે; જ જોતો જા.'
‘અરે, રામલીલા હોય તેથી શું થયું ? એમાં રામને મારતા અટકાવે છે કોણ ? પણ ગિરજા, રાવણ ભારે બળિયો હોં. એકલો સહુને ભારે પડે છે.’
‘અરે, તું જો તો ખરી. આ રામ જ રાવણને મારશે.” ‘રાવણને ? ન બને. આવો બળિયો એમ કંઈ મરે ખરો ?' ‘જરૂર મરાશે.’ રામના હાથે યુદ્ધમાં રગદોળાશે.' ભીખાએ કહ્યું, તો આવી જા શરત પર.' “શરતમાં હું હારી જઈશ, સમજ્યો ? આ ચર્નોપાટ પડેલા લક્ષ્મણની મૂર્છા વળશે અને ફરી લડશે અને આ રામ રાવણને જરૂર મારશે.'
બાળક ભીખાને આઘાત લાગ્યો. અને બળિયો રાવણ ગમી ગયો હતો. એનાથી રાવણની હાર ખમી શકાય તેવું નહોતું. આથી એણે ગિરજાને પૂછ્યું, ‘અલ્યા, આવો બહાદુર, હિંમતબાજ અને સોનાની નગરી લંકાનો ધણી રાવણ મરાય શા માટે ? એનું કારણ શું ?'
*ભીખા, કારણ પૂછે છે ? અલ્યા, વિચાર તો ખરો, આ રાવણે સીતાનું હરણ કર્યું છે. પારકાની સ્ત્રી પર નજર નાખવી છે, તો આવું જ થાય ને!'
ભીખાએ વળતો સવાલ કર્યો, 'આ પારકાની સ્ત્રી પર નજર નાખવી એટલે શું ? એ કઈ રીતે થતું હશે ? રાવકો એવું તે શું કર્યું છે ?'
“અરે, એણે તો સીતા માતા જેવી સ્ત્રી પર ખરાબ ઈરાદાથી મેલી નજર નાખી છે. આ એનું જ પાપ. જો, આવો માણસ ગમે તેવો બહાદુર હોય, તોય મગાવાનો. એના પાપ એને પોચી (પહોંચી) વળવાનાં.'
ગિરજાની વાત સાંભળી ભીખો વિચારમાં પડી ગયો. એને થયું કે ગિરજાએ તો ભારે મોટું રહસ્ય કહ્યું. એને થયું કે પારકી સ્ત્રી પર બૂરી નજર નાંખવી એ પાપ છે. એ પાપી ગમે તેવો બળિયો અને બહાદુર હોય, તોપણ એનું પાપ એને જરૂર ગળી જવાનું અને બન્યું પણ એવું કે રામે રાવણને માર્યો. એનાં દસ માથાં કપાઈ ગયાં. રામની આરતી ઉતારાવા લાગી
જૂન, ૨૦૦૯ ભીખો તો સાવ ખાલી ખિસ્સું હતા; આથી આરતી લઈને ફરનારો આવે અને કંઈ પાઈ-પૈસો નાંખી શકે નહીં, તે શરમથી બચવા માટે દૂરથી જ દર્શન કરીને બહાર નીકળી ગયા.
રામલીલા પૂરી થઈ ત્યારે રાતના બે વાગ્યા હતા. અંધારી બારસનો ચંદ્ર હજી ઊગ્યો નહોતો, પણ ભીખાની આંખ પર ઊંઘ સવાર થઈ ગઈ હતી.
આ રામલીલાએ ભીખાને લોકના આનંદની ઓળખ આપી. લોકસમૂહ કેવો મુક્તપણે હસી-બોલી શકે છે એનો ખ્યાલ આપ્યો. જાતજાતના વર્ણના લોક એને જોવા મળ્યા અને એટલે આ આનંદની સાથે એને જીવનનો એક અર્થ પણ મળ્યો.
ગણેશને ભાવથી દર્શન કરતા ગામલોકો અને ભગવાન રામનું કીર્તન કરતા ગાયકોએ ભીખાના મનમાં ધર્મ અને ભક્તિનો રંગ રેડ્યો. વળી એણે જોયું કે બૂરી નજર નાંખનાર રાવણનો નાશ કે ઘી અને એ મનોમન વિચારવા લાગ્યો કે જીવનમાં સારી નજર
ખેલ પૂરો થતાં કલાકારોએ માતાની પાસે જઈને ઘુઘરા કાઢ્યા. આરતી કરવા લાગી. સહુએ પાઈપૈસો નાખ્યા, પણ ગિરો અને
મળે તો કેવું સારું. ને એનામાં નીતિ અને ધર્મના ભાવોની રેખા મનની અજાણી ધરતી પર આકાર લેવા લાગી આકાશ નીચે ભજવાતી ભવાઈએ ભીખાના મનના આકાશને જીવન વિશેના કેટલાય ભાવો અને વિચારોથી ભરી દીધું. કશા ઉપકરણ વિના ભજવાતી આ રામલીલાએ ભીખાના મનમાં પરંપરાના અને મૂળના સત્ત્વના બીજ રોપ્યાં. એનું મન આનંદસભર ધર્મરંગનો અનુભવ પામ્યું. (ક્રમશઃ)
૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. ટેલિફોન : ૦૭૯-૨૬૬૦૨૬૭૫ મોબાઈલ : ૦૯૮૨૪૦૧૯૯૨૫
પર્યુષણ વ્યાખ્યાનમાળા
સંઘના ઉપક્રમે સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટના સૌજન્યથી યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળા રવિવાર તા. ૧૬-૮-૨૦૦૯ થી રવિવાર તા. ૨૩-૮-૨૦૦૯ સુધી એમ આઠ દિવસ માટે યોજાયી.
વ્યાખ્યાનમાળા સ્થળ : પાટકર હૉલ, ન્યૂ મરીન લાઈન્સ, ચર્ચગેટ, મુંબઈ-૪૦૦ ૦૨૦. રોજ ૭-૩૦ વાગે ભક્તિસંગીત અને ૮-૩૦ થી ૧૦-૧પસુધી બે વ્યાખ્યાનો યોજાશે.
સર્વને પધા૨વા નિમંત્રણ છે.
॥ મંત્રીઓ