Book Title: Prabuddha Jivan 2009 06 Author(s): Dhanvant Shah Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 6
________________ ૬ તૃષ્ણા તરૂણી કદાપિ વૃદ્ધ થતી નથી. ઓછામાં ઓછી વસ્તુઓથી જે ચલાવી શકે તેને બાદશાહી. પછી તે ચીમન બાદશાહ હોય કે સમ્રાટ અશોક હોય ! મને ૯૨મું ચાલે છે. પુરાણું અલ્સર તો છે...હવે જઠરાગ્નિ સાવ મંદ પડી ગયો છે. ખવાય એકદમ અલ્પ; એ પણ પચે નહીં એટલે અશક્તિ આવે. આ બધી નિયતિની નોટીસો છે જે અમુક અવસ્થાએ દરેકને મળવાની. એમાં અપવાદ કે પ્રૉક્સીનો અવકાશ નથી. અનામીના જય શિવ. (૨) પ્રબુદ્ધ જીવન પ્રિય ભાઈ જિતેન્દ્ર તથા અ. સૌ. ચિ. નીલા તમારું તા. ૨૬-હનું અંતર્દેશીય તા. ૧-૧૦ના રોજ મળી ગયું. છે. સારા સામયિક માટે લેખ લખવાનો તમારો સંકલ્પ શ્રેષ્ઠ છે. હંમેશાં કંઈક ને કંઈક વાંચવું-લખવું-Creative રહેવું. કલાપીએ ગાયું 'જીવીશ તો કેવળ પુસ્તકોથી.’ હરીન્દ્ર દવે કહેતાઃ 'લખાય છે એટલે જીવાય છે.' 'દિ' અંજળ ખૂટવાનો આવ્યા, દિ' અહીંથી ઊઠવાના આવ્યા સંબંધે જે સીવ્યો મુજને તે ટાંકા તૂટવાના આવ્યા. તા. ૨-૧૦-’૦૮ બુદ્ધિવૈભવ વધે એટલી વધારો - બીજો વૈભવ ભલે સ્થિર રહે ! તમારે ત્યાં બેંગલોરમાં નામી ઘણાં છે, અનામાં નથી તો અમારે અહીં‘ઇન્દ્રો’ની કંઈ કમી નથી – કેવળ એક જિતેન્દ્રની જ ખોટ વરતાય છે! એક એક દિવસ જાય છે તેમ તેમ લાગે છે દિન પ્રતિદિન હેડીના ભેરુઓ પ્રેમગાંઠ તોડીને હાલ્યા જાય છે. બૈરુ વિના કોની સાથે રમવાનું ?’ જીવન સંકેલાઈ જશે એની આગાહી આ ઋષિ પુરુષને થઈ ગઈ હતી એની પ્રતીતિ એમના જ શબ્દોમાં આપણે અનુભવી. સૌના સાહિત્ય ભેરુ ‘અનામી' હવે રમવા ક્યાં ગયા ? ખરેખર એ તો મુક્ત થયા. પણ વડોદરામાંથી એક વડલો જ મૂળ સાથે ઉખડી ગયો. હવે વડોદરા અને અન્ય પ્રાંતના સાહિત્યકારો, મિત્રો, સ્વજનો અને સંબંધીઓ કઈ ડાળે બેસશે ? કઈ હૂંફાળી વડવાઈને વિંટળાશે ? જેમણે શિક્ષકત્વને શોભાવ્યું છે, જે કર્મને જ જીવનનો મર્મ સમજ્યા હતા એ અજાતશત્રુ, સર્વમિત્ર, ‘પાટીદાર શિરોમણિ' (આ શિરપાવ એમના પાટીદાર મહા અધિવેશને આપ્યો હતો. ગુજરાતના આકાશવાણી કેન્દ્રો ઉપરથી સતત સાંઠ વર્ષ સુધી જેમની સાહિત્યવાણી ગુંજતી રહી - (અનામી સાહેબના પરિવારને વિનંતિ છે કે સાહેબની પ્રથમ પુણ્યતિથિએ એ આપણને સાહેબના સ્વરની જૂન, ૨૦૦૯ સી.ડી. અને સાહેબના પર્યાનો સંપાદિત સંપૂટ આપે) એવા સૌરભના સાગરસમા, સત્યમ્ શિવમ્, સુન્દરમુના આરાધક આ ખરા માણસ પૂ. અનામી સાહેબ દેહથી બિછડી ગયા!! મારી ફાઈલમાં એમના પચાસ લેખો ધબકે છે, જે પચાસ મહિના સુધી તો 'પ્રબુદ્ધ જીવન'ના વાચકોના હૈયે ચંપાશે જ – ગયા તો ય અનામી આપણી વચ્ચે જ રહેશે, આપણું કેટલું મોટું સદ્ભાગ્ય! એવા અનામી તખલ્લુસ ધર્યું. ‘અનામી' અ - નામી તમે, ‘અનામી' નામે નામી ખરા તમે, દુન્યવી દુઃખોની બાંધી નનામી, ચિર નિદ્રામાં અહીં પોઢ્યો અનામી. અનામી સાહેબ તમને અલવિદા કેમ કહેવાય? તમે ક્યાં બિછડ્યા છો? અમારામાં ધબકી રહ્યા છો, ધબકતા રહેવાના જ. નટવરભાઈ! હવે એક શે'ર સંભળાવો, અનામી સાહેબ ભોખા મોઢે, ખડખડાટ હસતા, ૯૩ની કરચલીઓને તંગ કરતા તમને 'વાહ' કહેશે, એ ધ્વનિમાં આપણી 'આહ' તો ક્યાંય ઓગળી જશે. -ધનવંત શાહ માળામાં ૧૦૮ મણકા જ કેમ ? : જૈત ધર્મ પ્રમાણે મૂળ લેખકઃ કટારિયા અશોકકુમાર જૈન અનુવાદક : પુષ્પા પરીખ ૧. અરિહંતના ૧૨ ગુણ, સિદ્ધ ભગવાનના ૮ ગુણ, આચાર્ય ભગવંતના ૩૬ ગુજા, ઉપાધ્યાય ભગવંતના ૨૫ ગુણે તથા સાધુ ભગવંતના ૨૭ ગુણ હોય છે. આ હિસાબે ૧૨+૮+ ૩૬+૨૫+૨૭= એકંદરે૧૦૮ ગુણ પરમેષ્ઠીના હોવાના કારણે માળામાં ૧૦૮ મણકાની માન્યતા છે. ૨. જ્યોતિષશાસ્ત્રના હિસાબે ૨૭ નક્ષત્રો છે અને પ્રત્યેક નક્ષત્રમાં ચાર વિભાગ છે જેનો ૨૭ સાથે ગુણાકાર કરવાથી ૧૦૮ વિભાગ થાય છે. ૩. આ નક્ષત્રોના આધારે જ બાર રાશિઓનો ઉદ્ભવ થયો છે. દરેક રાશિમાં ૯ અશો સમાયેલ છે જેના થકી આપણને નામાક્ષરનું જ્ઞાન થાય છે, તથા ગ્રહદશાનું પણ અધ્યયન કરવામાં આવે છે. આ હિસાબે બાર રાશિઓના પણ ૧૦૮ અસરો થાય છે. ૪. સમસ્ત દૃષ્ટિએ ઓમને બીજ મંત્ર ગણવામાં આવ્યો છે. આ ઓમનું નિર્માદા અ+અ+આ+ઉ+મ આ પાંચ અક્ષરોની સંધેિથી થયું છે. આ ઓમના પણ ૧૦૮ ગુણ ગણાય છે. ૫. તીર્થંક૨ અવતાર તથા પૈગમ્બરના પણ આ જગતમાં ૧૦૮ના નામ સ્મરણ રૂપ જાપ જપવામાં આવે છે.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28