________________
જૂન, ૨૦૦૯
૨૦૦૯ની લોકસભાની ઉમેદવારી કરતી વેળાએ જે મિલ્કતની જાહેરાત કરી છે તે બતાવે છે કે પાંચ વર્ષમાં એમની મિલ્કતમાં ૧૦૦% થી ૮૦૦ કે એથી પણ વધુ વધારો થયો છે. આમ જઈએ તો પક્ષોમાં લોકશાહી તંત્રના અભાવનું કારણ ઉમેદવારોની સત્તા જાળવી રાખવાની ભૂખ જણાય છે. એજ કારણે પક્ષમાં જેમને તક મળતી નથી કાં તો પોતાનો પક્ષ રચે છે કે પછી કોઈ પક્ષ સાથે છે જોડાઈને કે સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડે છે; પણ ધ્યેય સેવાનું નહિ બલ્કે પૈસા બનાવવાનું અને એમાંથી ઉપસ્થિત થતા બીજા લાો ઊઠાવવાનું જ રહે છે. બીજું વરવું કારણ એ કે ગમે તેવો મોટો કે હીન ગુનો કર્યો હોય તો પક્ષમાં જોડાવાથી તરત જ અને વર્ષો સુધી કદાચ કાયમ માટે રાહત મળી જાય છે. કોઈ આંચ આવતી નથી.
પ્રબુદ્ધ જીવન
એક વિશ્લેષણ એવું છે કે ૨૦૦૪ની સરખામણીમાં કૉંગ્રેસે આ વખતે અંદાજ ૨% જ વધારાના મત મેળવ્યા છે. બે મુખ્ય રાષ્ટ્રીય પક્ષો મળીને લગભગ ૪૮% મત મેળવે છે અને એમની વચ્ચેના વૈમનસ્યને લીધે કોઈ પક્ષને ૩૦-૩૫ થી વધારે મત મળતા નથી. મતાધિકારનો ઉપયોગ ૬૦% થી વધુ હોતો નથી એટલે ૩૫% જેટલા મન મેળવનાર પક્ષ પણ અંતે તો અંદાજ ૨૧% પ્રજાનું પ્રતિનિધિત્વ ધરાવે છે. ભાગ્યમાં તમે માનો યા ન માનો, એમ નથી લાગતું કે ખુદ કોંગ્રેસને પણ અનઅપેક્ષિત એવું પરિણામ આવ્યું છે એ એક કુદરતની મહામૂલી ભેટ છે ? હું મહામૂલી ભેટ કહું છું કેમકે આ જે તક મળી છે એનો કેટલો સદુપયોગ કરીને એ જે
આગળ વધે છે એના ઉપર ભવિષ્યનો આધાર છે.
૧૭મી મેના પરિણામ આવ્યું અને ૧૮મે મેના રોજ સ્ટોક એક્સચેંજમાં ૨૧૧૧ પોઇંટો ઊછાળો આવ્યો અને ટ્રેડિંગ તે દિવસ પૂરતું બંધ કરવું પડ્યું. ઉદ્યોગપતિઓ અને સુખી સમાજે આ ઊછાળાને આવકાર્યો. પણ એવો વિશ્વાસ સામાન્ય વર્ગમાં અને વિશેષે ગરીબ વર્ગમાં જણાતો નથી. આ એક ગંભીર વિચારકાનો 'મુદ્દો છે. પ્રજાના મોટા ભાગની અપેક્ષા વિષે વિચારીએ.
ગરીબી : ઉદ્યોગોનો વિકાસ થયો છે. પ્રચૂર ધનસંપત્તિ પ્રદર્શિત થઈ રહી છે. ઉદ્યોગના વિકાસનો કોઈ વિરોધ નથી પરંતુ ધનવાન અને ગરીબ વચ્ચેની જે ખાઈ વધી રહી છે તેના ઉકેલનો કોઈ હોસ પ્રસ્તાવ નજરે ચડતો નથી. ઉદ્યોગના વિકાસમાં ગરીબી દૂર થશે એવો ખ્યાલ ખોટો છે. ૩૫ કરોડ જેટલી વસ્તી જ્યારે ભૂખમરા નીચે જીવતી હોય ત્યારે વિકાસના ફ્ળો ધીમે ધીમે ઝમીને વંચિત વર્ગ સુધી પહોંચશે એમ માનીને ચલાવી લઈ ન શકાય. આર્થિક રીતે સુખી છે તેને સરકારનો સહારો ન મળે તો પણ એમનો માર્ગ છે શોધી લેશે અને કદાચ નુકશાની પણ ભોગવવી પડે તો પણ એમની ટકી રહેવાની શક્તિ છે. ગરીબો માટે તો મૃત્યુનો જ સહારો છે.
૧૧
કલ્પના કરી કે ગરીબ અને અજ્ઞાન બધા જ ગ્રેજ્યુએટ થઈ ગયા છે. શું ઉદ્યોગો આ બધાને નોકરી આપી શકશે ? ઉદ્યોગનો પહેલો આશય તો એ હોય છે કે ઓછામાં ઓછા માણસોથી કામ ચલાવવું, કલ્પના છોડીએ, આવતા પાંચ વર્ષમાં કેટલા ગ્રેજ્યુએટ બહાર આવશે ? એમને બધાને શહે૨માં નોકરી મળશે ? આઉટ ઓફ બોક્સ યંગિની જરૂરત છે.
સંરક્ષા : ચારે તરફથી આતંકવાદ, નક્સલવાદ અને કાયદા કાનૂનના અભાવથી આપણને કોણ બચાવશે? આતંકવાદના બહારથી રચાતા કાવતરાનો તો અચિંત્તવો સામનો કરવો પડે પણ દેશમાંથી જ મળી રહેતા છૂપા સહારાને સિક્યુલારિઝમના ઠેકેદારો પહોંચી વળવાની હિંમત દાખવશે ખરા ? નક્સલવાદ એ આતંકવાદથી કાંઈક નિરાળો પ્રશ્ન છે. નક્સલવાદ ગરીબોને થતાં અન્યાય અને શોષણને કારણે ઊભો થયો છે અને એને એ દૃષ્ટિએ ન નિહાળતા કેવળ કાયદો અને ન્યાયનો પ્રશ્ન સમજી લેવાને કારણે એનો સતત ફેલાવો થઈ રહ્યો છે. સરકારની દૃષ્ટિ બદલાશે ?
શિક્ષણ : ઉચ્ચ શિક્ષણનું આર્થિક પાસું એટલું મોંઘું થઈ ગયું છે. કે પ્રજાના ભાગ્યે જ બે ટકા એનો લાભ ઊઠાવી શકે તેમ છે. સરકારી શાળાઓની વાત ન કરીએ એટલું જ બસ છે. સેવાભાવી સંસ્થાઓ શિક્ષણ અને સ્વાસ્થ્યના ક્ષેત્રે સસ્તું અને ચારિત્ર ઘડતર કરે એવું શિક્ષણ આપે છે તેને સરકાર પ્રોત્સાહન આપે તો ઘણું સારું પરિણામ આવી શકે તેમ છે. સત્તાભૂખી સરકાર માની લીધેલા અધિકાર છોડવા તૈયાર થશે ?
સ્વાસ્થ્ય સેવા : શિક્ષણ બાબતની ઉપરની વાત સ્વાસ્થ્ય સેવાને પણ એટલી જ લાગુ પડે છે.
:
કાયદો અને ન્યાય ઃ ન્યાયની પદ્ધતિ એટલી વિલંબી અને ખર્ચાળ બની ગઈ છે કે સામાન્ય વ્યક્તિને એમાં વિશ્વાસ જ નથી રહ્યો. સંજોગોવશાત્ કોર્ટમાં જવું પડે છે તો મુંઝાઈને મરી જવા જેવી હાલત થાય છે. બ્રિટિશ સરકારે ઘડેલા કાયદા કાનૂન તો આપણા ઉપર રાજ કરવા માટે ઘડેલા. આઝાદીના છ દાયકા પછી પણ આપણે એજ કાયદાઓનું પાલન કરીએ છીએ અને એ રીતે આપણી માનસિક અને બૌધિક ગુલામીનું પ્રદર્શન કરી રહ્યા છીએ એમ નથી લાગતું ? સરકારે મા ચીફ જસ્ટિસ ઓરે ઇંડિયાના વડપણ હેઠળ એક કમિશન કાયદાઓની ફેરતપાસણી માટે નીમેલું. મોટા ખર્ચે અને લાંબા સમયગાળે તૈયાર કરેલો ચાર વોલ્યુમનો અંદાજે ચાર હજાર પાનાનો રીપોર્ટ આપેલો તે બીજા અનેક રીપોર્ટોની જેમ છાજલી ઉપર ધૂળ ખાય છે. આમાં જેટલા કાયદા સમયાંતરે નિરર્થક બની ગયા છે તેને દૂર કરવા ઉપરાંત જે સુધારા કરવાની જરૂરત છે તેના કારો સહિત શું ફેરફાર કરવા એ પણ સુચવેલું છે. પરિણામ શૂન્ય!!