Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 13
________________ (જુનામાં જુની) હેવા છતાં ખંડિત અને અસ્તવ્યસ્ત પાઠાવાળી હોવા ઉપરાંત ઘણી જ અદ્ધિ હેવાથી તેને મેં મૌલિક તરીકે સ્વીકારવી પસંદ કરી નથી. માલિક આદર્શ તરીકે તે મેં ઉજમબાઈની ધર્મશાલાના શ્રીમૂલચંદજી મહારાજના જ્ઞાનભંડારની પ્રતિને જ : સ્વીકારી છે. એ પ્રતિ ઉપરથી સ્વતંત્ર નવી પ્રેસપી કરાવીને નવેસર અક્ષરશઃ ઉપરોક્ત પ્રતિઓ સાથે સરખાવીને તૂટતા પાઠોની પૂત્તિ, અશુદ્ધિઓનું પરિમાર્જન અને પાઠભેદની નેધ કરવામાં આવી છે. આ ઉપરથી વિદ્વાને એ સમજી જશે કે તેમના હાથમાં વિદ્યમાન પ્રસ્તુત કલ્પસૂત્ર, એક પ્રાચીન પ્રતિનું સંપૂર્ણ એકધારું સ્વરૂપ છે. પસૂત્રની પ્રતિઓનું સ્વરૂપ ભાષા અને મોલિક પાઠો-આજે આપણા સામે કલ્પસૂત્રની જે પ્રાચીન તાડપત્રીય કે કાગળની પ્રતિઓ વિદ્યમાન છે, તેમાં વિક્રમના તેરમા સૈકા પહેલાંની એક પણ પ્રતિ નથી. તેમાં પણ ખંભાતના શ્રી શાંતિનાથજીના પ્રાચીન તાડપત્રીય ભંડારની એક પ્રતિ, કે જે વિક્રમ સંવત ૧૨૪૭માં લખાયેલી છે, તેને બાદ કરતાં બાકીની બધીય પ્રતિઓ વિક્રમના ચૌદમાં અને પંદરમા સૈકાની અને મોટા ભાગની પ્રતિઓ તે પછીના સમયમાં લખાયેલી છે. આ બધી પ્રતિઓમાં ભાષાષ્ટિએ અને પાઠોની દૃષ્ટિએ ઘણું ઘણું સમવિષમપણું છે, અને પછી ગયેલા પાઠે, ઓછાવત્તા પાઠો તેમ જ અશુદ્ધ પાઠોની પરંપરા વિષે તે પૂછવાનું જ શું હોય! આજે આપણા માટે અતિદુઃખની વાત જ એ છે કે-જેસલમેરદુર્ગના ખરતરગચ્છીય યુગપ્રધાનપ્રવર આચાર્યશ્રીજિનભદ્રસૂરિના પ્રાચીનતમ જેના જ્ઞાનભંડારમાંથી મળી આવેલ અનુમાન દશમા સૈકાની આસપાસમાં લખાયેલી વિશેષાવશ્યક મહાભાષ્યની પ્રતિ જેવા કોઈ રડ્યાખડયા અપવાદ સિવાય, કેઈ પણ જૈન આગમની મૌલિક પ્રાચીન કે અર્વાચીન સાવંત સાંગોપાંગ અખંડ શુદ્ધ પ્રતિ એક પણ આપણા સમક્ષ નથી. તેમ જ ચૂર્ણિકાર ટીકાકાર આદિએ કેવા પાઠો કે આદર્શને અપનાવ્યા હતા એ દર્શાવનાર આદર્શો–પ્રતિઓ પણ આપણા સામે નથી. આ કારણસર કહપસૂત્રની મૌલિક ભાષા ને તેના મૌલિક પાઠોના સ્વરૂપનો નિર્ણય કરે આપણા માટે અતિદુષ્કર વસ્તુ છે. અને એ જ કારણને લીધે આજના દેશી--પરદેશી ભાષાશાસ્ત્રજ્ઞ વિદ્વાનેએ આજની અતિઆર્વાચીન હસ્તપ્રતિના આધારે જન આગમની ભાષાવિષે જે કેટલાક નિર્ણય બાંધેલા છે કે આપેલા છે એ માન્ય કરી શકાય તેવા નથી. જર્મન વિદ્વાન હૈ. એલ. આસડોર્ફ મહાશય ચાલુ વર્ષમાં જેસલમેર આવ્યા ત્યારે તેમની સાથે આ વિષેની ચર્ચા થતાં, તેમણે પણ આ વાતને માન્ય રાખીને જણાવ્યું હતું કે “આ વિષે પુનઃ ગંભીર વિચાર કરવાની જરૂરત છે.” આ પરિસ્થિતિમાં કલ્પસૂત્રની મલિક ભાષા અને તેના માલિક પાઠોની ચિન્તાને જતી કરીને. માત્ર એની અત્યારે મળી શકતી પ્રાચીન પ્રતિઓ અને ચણ, ટિશ્યનક. ટીકાકાર વગેરેને આશ્રય લઈ માલિક પાઠની નજીકમાં આવી શકે તેવી આવૃત્તિ તૈયાર કરવા પ્રયત્ન કર્યો છે અને તે સાથે વિવિધ પાઠભેદે અને પ્રત્યુત્તરની નેંધ પણ તે તે

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 458