Book Title: Pati Patni No Divya Vyavahar Sankshipt Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 6
________________ સંપાદકીય મિયાં ને બીબીની શાદી, માણે જીવનમાં આબાદી; હિંદુમાં જુઓ ત્યાં ત્યાં, પરણ્યા પછી બરબાદી ! મિયાંભાઈ સાચવે બીબી જુગ જોડે છો ઝઘડો, હે ઝુલાવે હિંડોળે, રાખે પ્રેમ સંબંધ તગડો ! - ડૉ. નીરુબહેન અમીત પરણ્યા ને ફ્રી ઓફ કોસ્ટ મળી રસોયણ; મફત ઝાડુવાળી, પોતાવાળી ને વળી ધોબણ ! ચોવીસ કલાક નર્સરી ને પતિને સિન્સિયર, અપનાવે સાસરું, મૂકી મા-બાપ ભાંડુ પિયર ! હિંદુ ઘરમાં શૂરા, મારે ખીલે બાંધેલી ગાયને; અંતે વિફરે ગાય જયારે, વાઘણનો વેહ થાય ને ! પચાસ વરસ સુધી ડાથીયો, ભસ્યા કરે દિનરાત, કુરકુરીયાં ડાઘીયણ પક્ષે કરે વસૂલાત ! ન માંગે પગાર - બોનસ – કમીશન કે બક્ષિસ; ક્યારેક માંગે સાડી તેમાં શાને પતિને ચઢે રીસ ? છોકરાં અડધા ભાગીયે છતાં ડીલીવરી કોને ? નામ પાછળ પતિનું છતાં શાને નવાજે ટોણે ? ‘અપક્ષમાં મૂઓ રહ્યો પછી, ખાય ખત્તા ઘરનાંના; મરને પાંસરો, મેળવ સદ્ગતિના પરવાના ! પતિ જાડો, ખોળે ‘ફીગર', રૂપાળીનો વટ, જેણે વખાણી વહુ, ભોગવાઈ મનથી લંપટ ! બે જ ભૂલ સ્ત્રીની કઢાય, ચારિત્ર કે ભેંલાડે ઘર; કઢી ખારી કે તોડ્યાં કાચ, નજીવી ભૂલ ન ધર ! પત્ની વંકાય ત્યારે એના ગુણ બલિદાન ગણ, ઘર, વહુ સંભાળ સદા, પુરુષ તારું મોટું મન ! પહેલાં ગુરુ સ્કૂલમાં, પછી બનાવી વહુને ગુરુ; પહેલાં નડતા ચશ્મા, પછી બનાવી ‘ચમા વહુ' ! નિજ પાત્રની પસંદગીમાં કર્યો કચ્ચરઘાણ, પરણ્યા પછી પસ્તાયા, પસંદગીમાં ઠગાણ ? પતિને ક્યાં સુધી માનીશ ભોળો ને અક્કલ વિણો; જોઈ જાણી જાતે તું પસંદ કરી લાવી મનગમણો ! પસંદગીમાં પતિ માંગ્યો પોતાથી વયમાં મોટો, ઊઠ-બેસ કરત, જો કેડમાં લાવી હોત છોટો ! બહુ ક્લેશ વહુ સંગે, તો કર વિષય બંધ; વર્ષાન્ત રિઝલ્ટ જો, દ્રષ્ટિ ખૂલે વિષય અંધ ! બ્રહ્મચર્યના નિયમો ખપે, પૈણેલા લહે લક્ષ, દવા પીવાય ક્યારે, જ્યારે તાવ ચઢે બન્ને પક્ષ ! રૂપ ઊંચાઈ ભણતર માંગ્યો સુપીરિયર; ન ચલાવ્યો બબૂચક-બાવરચી ખપે સુપર ! પરણ્યા પછી તું આવો-તું તેવો, કેમ કરાય ? રાખે સુપીરિયર છેક સુધી, તો સંસાર શોભાય ! મીઠી દવા માટે વારે વારે ન પીવાય દર્દી; ત્યારે પી પ્રમાણસર બન્નેને ચઢે તાવ-સર્દી ! જ્યાં એક પત્નીવ્રત, દ્રષ્ટિ પણ ન બગડે બીજે; આ કાળનું બ્રહ્મચર્ય ગણ, જ્ઞાની પુરુષ દાદા કથે !Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61