Book Title: Pati Patni No Divya Vyavahar Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 5
________________ બાબો-બેબી જન્મ્યા પછી ..... વીસમે વરસે બાબો જભ્યો. મિત્રોને હોટલમાં પાર્ટી આપી. બે વરસ પછી પાછી હોટલમાં પાર્ટી આપી. બધાએ પૂછ્યું, ‘શેની પાર્ટી?” પૂજ્યશ્રીએ કહ્યું, મહેમાન આવ્યા તે ગયા!' પાછી બેબી જન્મી તે વખતે પણ પાર્ટી આપી. છ મહિના પછી બીજી પાર્ટી આપી. શેની? ‘મહેમાન આવ્યાં, તે ગયાં! અધ્યાત્મ તરફ વળ્યું જીવન ! બાવીસમે વર્ષે શ્રીમદ્ રાજચંદ્રનું પુસ્તક વાંચવામાં આવ્યું. ત્યારથી આત્માની ખોજ ચાલુ થઈ, તે પૂરી થઈ ૧૯૫૮માં. ત્યારબાદ હજારોને જ્ઞાન આપી મોક્ષના દ્વારે પહોંચાડ્યા ! જીવન સાદું-સરળ, કોઈપણ જાતનાં બાહ્ય આડંબર રહિત. કોઈના ગુરૂ થયા નહીં. લઘુત્તમ પદમાં જ સદા રહ્યા. કોઈ વાડો નહિ, સંપ્રદાય નહિ. કેવળ આત્મધર્મની જ પ્રાપ્તિ કરાવાનો અભૂતપૂર્વ સિધ્ધાંત! ૧૯૮૮માં સ્થૂળ દેહવિલય. સૂક્ષ્મદેહે વિશ્વમાં વ્યાપી જગત કલ્યાણનું અવિરત કાર્ય વધુ વેગે વધાવી રહ્યા છે! પૈસાના વ્યવહારતો દાદાશ્રીનો સિધ્ધાંત ‘વેપારમાં ધર્મ ઘટે, ધર્મમાં વેપાર ન ઘટે' એ સિધ્ધાંતથી તેઓ આખું જીવન જીવી ગયાં. જીવનમાં ક્યારે ય એમણે કોઈની પાસેથી પૈસો લીધો નથી. ઉર્દુ ધંધાની વધારાની કમાણીથી ભક્તોને જાત્રા કરાવતા ! પ્રસ્તાવના નિગોદમાંથી એકેન્દ્રિય અને એકેન્દ્રિયમાંથી પંચેન્દ્રિય ને તેમાંથી માનવીનું ઉત્ક્રાંતિમાં પરિણમ્યું ત્યારથી યુગલિક સ્ત્રી અને પુરુષ સાથે જ જમ્યા, પરણ્યા ને પરવાર્યા... આમ પતિ-પત્નીનો વ્યવહાર માનવીના ઉદયમાં આવી ગયો ! સત્યુગદ્વાપર ને ત્રેતાયુગમાં પ્રાકૃતિક સરળતાને કારણે પતિ-પત્નીમાં પ્રોબ્લેમ્સ જીવનમાં ક્યારેક જ થતાં ! આજે દરરોજ ક્લેશ, કકળાટ ને મતભેદ પતિ-પત્ની વચ્ચે મહદ્ અંશે બધે જોવા મળે છે, કળિકાળમાં !!! આમાંથી બહાર નીકળી પતિ-પત્નીનું જીવન આદર્શ શી રીતે જીવાય એનું માર્ગદર્શન આ કાળને અનુરૂપ ક્યા શાસ્ત્રોમાં મળે ? ત્યાં હવે શું કરવું ? આજ લોકોનાં વર્તમાન પ્રશ્નો અને તેમની ભાષામાં જ ઉકેલવાના સરળ ઉપાયો તો આ કાળના પ્રગટ જ્ઞાની જ આપી શકે. એવા પ્રગટ જ્ઞાની પરમ પૂજય દાદાશ્રીએ એમના જ્ઞાન અવસ્થાના ત્રીસ વર્ષોમાં પતિ-પત્ની વચ્ચેના ઘર્ષણના સમાધાન અર્થે પૂછાયેલા હજારો પ્રશ્નોમાંથી સંકલન કરી અત્રે પ્રસ્તુત ગ્રંથ પ્રકાશિત કરવામાં આવે છે. પતિ-પત્ની વચ્ચેની અનેક જટિલ સમસ્યાઓના ઉકેલસમ હૃદયસ્પર્શી અને કાયમી સમાધાન આપતી વાણી અત્રે સુન્નવાચકને તેના લગ્નજીવનમાં દેવ અને જેવી દ્રષ્ટિ એકબીજા માટે ઉત્પન્ન અચૂક કરી દે તેમ છે, દિલથી વાંચીને સમજવાથી જ! શાસ્ત્રોમાં ઊંડું તત્ત્વજ્ઞાન મળે પણ તે તત્ત્વજ્ઞાન શબ્દોમાં જ મળે. એથી આગળ શાસ્ત્ર લઈ જઈ ના શકે, વ્યવહાર જીવનમાં પંકચરને સાંધવાનું તો તેનો એક્સપર્ટ અનુભવી જ શીખવી શકે ! પૂજ્યશ્રી સંપૂર્ણ આત્મજ્ઞાની પત્ની સાથેના આદર્શ વ્યવહારને સંપૂર્ણ અનુભવીને અનુભવવાણીથી ઉકેલો આપે છે જે સચોટ રીતે કામ કરે છે ! આ કાળના અક્રમજ્ઞાનીની આ જગતને અજોડ ભેટ છે, વ્યવહારજ્ઞાનની બોધકળાની ! સંપૂજ્ય દાદાશ્રી સાથે અનેક પતિઓએ કે પત્નીએ કે કપલ્સ દુઃખી સંસારની સમસ્યાઓ રજૂ કરેલી, ક્યારેક ખાનગીમાં કે ક્યારેક જાહેર સત્સંગમાં. વિશેષ વાતો તો અમેરિકામાં નીકળેલી કે જ્યાં ફ્રીલી, ઓપનલી (ખુલ્લે આમ મુક્તતાથી) બધાં અંગત જીવન વિશે બોલી શકે ! નિમિત્તાધીન પૂ. દાદાશ્રીની અનુભવવાણી વહી જેનું સંકલન દરેક પતિ-પત્નીને માર્ગદર્શક બને તેમ છે ! ક્યારેક પતિને ઠપકારતા તો ક્યારેક પત્નીને ઝાપટતા, જે નિમિત્તને જે કહેવાની જરૂર હોય તે આરપાર દેખી પૂજયશ્રી તારણ કાઢી વચનબળથી રોગ કાઢતા. સુશવાચકને વિનંતી કે ગેરસમજથી દુરુપયોગ ન કરી બેસતા કે દાદાએ તો સ્ત્રીનો જ વાંક કાઢવો છે કે ધણીપણાને જ દોષિત કહ્યા છે ! ધણીને ધણીપણાના દોષો કાઢતી વાણી ને પત્નીને પત્નીનાં પ્રકૃતિક દોષો કાઢતી વાણી દાદામુખે સરેલી, તેને સવળી રીતે લઈ પોતાની જાતને જ ચોખ્ખી કરવા મનન, ચિતન કરવા વિનંતી ! - ડૉ. નીરુબહેન અમીન આત્મજ્ઞાન પ્રાપ્તિની પ્રત્યક્ષ લીંક પરમ પૂજ્ય દાદાશ્રી ગામેગામ-દેશવિદેશ પરિભ્રમણ કરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ કરાવતાં હતાં. તેઓશ્રીએ પોતાની હયાતીમાં જ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીનને આત્મજ્ઞાન પ્રાપ્તિ કરાવવાની જ્ઞાનસિદ્ધિ આપેલ. પરમ પૂજ્ય દાદાશ્રીના દેહવિલય બાદ આજે પણ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીન તેમના પગલે પગલે તે જ રીતે મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ નિમિત્ત ભાવે કરાવી રહ્યા છે, જેનો લાભ લઈને હજારો મોક્ષાર્થી સંસારમાં રહીને જવાબદારીઓ પૂરી કરતાં પણ મુક્ત રહી આત્મરમણતા અનુભવે છે.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 61