Book Title: Pati Patni No Divya Vyavahar Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 20
________________ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ૨૫ અરે, એવાં ધણી ફરી ફરી મળજો.’ મને અત્યાર સુધીમાં એક બેને કહ્યું, ‘દાદા, ધણી મળે તો આનો આ જ મળજો’. ‘તું એકલી બેન મળી મને.” મોઢે બોલે, પણ પાછળથી તો આવડું ચોપડે. મારે ત્યાં નોંધ છે, એક કહેનારી મળી ! બાકી સ્ત્રીને વારે ઘડીએ આડછેટ આડછેટ ના કરાય. ‘શાક ટાઢું કેમ થઈ ગયું ? દાળમાં વઘાર બરોબર નથી કર્યો’ એમ કચકચ શું કરવા કરે છે ? બાર મહિનામાં એકાદ દહાડો એકાદ શબ્દ બોલ્યા હોય તો ઠીક છે, આ તો રોજ ?! “ભાભો ભારમાં તો વહુ લાજમાં'. આપણે ભારમાં રહેવું જોઈએ. દાળ સારી ના થઈ હોય, શાક ટાટું થઈ ગયું હોય તો તે કાયદાને આધીન થાય છે. અને બહુ થાય ત્યારે ધીમે રહીને વાત કરવી હોય તો કરીએ કોઈ વખત કે, “આ શાક રોજ ગરમ હોય છે, ત્યારે બહુ સરસ લાગે છે.” આવી વાત કરીએ તો એ ટકોર સમજી જાય. (૯૦) અમારે તો ઘરમાં ય કોઈ જાણે નહીં કે “દાદા'ને આ ભાવતું નથી કે ભાવે છે. આ રસોઈ બનાવવી તે શું બનાવનારના હાથનો ખેલ છે ? એ તો ખાનારના ‘વ્યવસ્થિત'ના હિસાબે થાળીમાં આવે છે, તેમાં ડખો ના કરવો જોઈએ. (૫) ધણી ખપે, ધણીપણું નહીં ! લગ્ન કરતી વખતે જુએ, તેનો વાંધો નથી, જુઓ. પણ તેવી એ રહેવાની હોય આખી જિંદગી, તો જુઓ. એવી રહે ખરી ? જેવી જોઈ એવી ? પણ ફેરફાર થયા વગર રહે ? પછી ફેરફાર થશેને તે સહન નહીં થાય, અકળામણ થઈ પડે. પછી જવું ક્યાં ? આવી ફસાયા, ભઈ, આવી ફસાયા ! તે પૈણવાનું શાના હારુ? આપણે બહારથી કમાઈ લાવીએ. એ ઘરનું કામ કરે ને આપણે સંસાર ચાલે ને ધર્મ ચાલે, એટલા હારુ પૈણવાનું. અને તે બઈ કહેતી હોય કે એક-બે બાબાની જરૂર છે. તો એટલો નિવેડો લાવી આપો. પછી રામ તારી માયા ! પણ આ તો પછી ધણી થવા બેસે. મૂઆ, ધણી શેનો થવા બેસું છું તે ?! તારામાં બરકત નથી ને ધણી થવા બેઠો ! ‘હું તો ધણી થઉં” કહેશે. મોટા આવ્યા ધણી ! મોઢાં જુઓ આમના, ધણીનાં ! પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર પણ લોકો તો ધણીપણું બજાવે છેને ? ગાયનો ધણી થઈ બેસે, ભેંસનો પણ, તે ગાયો ય સ્વીકારતી નથી તમને ધણી તરીકે. એ તો તમે મનમાં માનો છો કે આ મારી ગાય છે ! તમે તો કપાસને ય મારા કહો છો. ‘આ કપાસ મારો છે' કહેશે. તે કપાસ જાણતા ય નથી બિચારા. તમારા હોય તો તમને દેખતાં વધે અને તમે ઘેર જાઓ તો ના વધે, પણ આ તો રાતે હઉ વધે કપાસ. કપાસ રાતે વધે કે ના વધે ? પ્રશ્નકર્તા : વધે, વધે. દાદાશ્રી : એમને કંઈ તમારી જરૂર નથી. એમને તો વરસાદની જરૂર છે. વરસાદ ના હોય તો સૂકાઈ જાય બિચારા... પ્રશ્નકર્તા : પણ, એમણે આપણું બધું ધ્યાન કેમ નહીં રાખવું ? દાદાશ્રી : ઓહોહો ! બૈરી ધ્યાન રાખવા હારુ પેલા લાવ્યા હશે ?! પ્રશ્નકર્તા : એટલા માટે જ બૈરી ઘેર લાવ્યા છીએને ! દાદાશ્રી : એવું છેને, શાસ્ત્રકારોએ કહ્યું છે કે ધણીપણું કરશો નહીં. ખરેખર તમે ધણી નથી, પાર્ટનરશીપ છે. એ તો અહીં વ્યવહારમાં બોલાય છે કે, વહુ ને વર, ધણી ને ધણીયાણી ! બાકી ખરેખર પાર્ટનરશીપ છે. ધણી છો, એટલે તમારો હક્ક-દાવો નથી તમારો, દાવો ના કરાય. સમજાવી સમજાવીને બધું કામ કરીએ. પ્રશ્નકર્તા : કન્યાદાન કર્યું, દાનમાં કન્યા આપી, એટલે પછી આપણે એનાં ધણી જ થઈ ગયા ને ? દાદાશ્રી : એ સુધરેલા સમાજનું કામ નથી, એ વાઈલ્ડ સમાજનું કામ છે. આપણે સુધરેલા સમાજે, સ્ત્રીઓને સહેજ પણ અડચણ ના પડે એ જોવું જોઈએ, નહીં તો તમે સુખી નહીં થાવ. સ્ત્રીને દુ:ખ આપીને કોઈ સુખી નહીં થયેલો. અને જે સ્ત્રીએ પતિને કંઈ પણ દુઃખ આપ્યું હશે, તે સ્ત્રીઓ ય સુખી નહીં થયેલી ! (૯૭) એ ધણીપણાને લઈને તો આ ચગે છે મૂઓ. હવે ધણીપણું એ

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61