Book Title: Pati Patni No Divya Vyavahar Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 54
________________ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ૯૩ જેને ક્લેશ કરવો નથી, જે ક્લેશનો પક્ષ ખેંચતો નથી એને ક્લેશ થાય પણ ધીમે ધીમે બહુ ઓછો થતો જાય. આ તો ક્લેશ કરવો જ જોઈએ એમ માને છે ત્યાં સુધી ક્લેશ વધારે થાય. ક્લેશના પક્ષકાર આપણે ના બનવું જોઈએ. ક્લેશ નથી જ કરવો એવો જેનો નિશ્ચય છે, તેને ક્લેશ ઓછામાં ઓછો આવીને પડે છે. અને જ્યાં ક્લેશ છે ત્યાં ભગવાન તો ઊભાં જ ના રહે ને ! (૪૭૬). ડબલ બેડની સિસ્ટમ બંધ કરો ને સિંગલ બેડની સિસ્ટમ રાખો. આ તો બધા કહેશે, ‘ડબલ બેડ બનાવો, ડબલ બેડ...' પહેલાં હિન્દુસ્તાનમાં કોઈ માણસ આવી રીતે સૂતો નથી. કોઈ પણ ક્ષત્રિય નહીં. ક્ષત્રિય તો બહુ કડક હોય પણ વૈશ્ય ય નહીં. બ્રાહ્મણો ય આવી રીતે નહીં સૂવે, એક પણ માણસ નહીં ! જો કાળ કેવો વિચિત્ર આવ્યો ? (૪૭૯) જ્યારે હીરાબાની સાથે વિષય મારો બંધ થયેલો હશે ત્યારથી હું હીરાબા કહું છું એમને. ત્યાર પછી અમારે કંઈ ખાસ અડચણ આવી નથી. અને પહેલાં જે હતી તે વિષયની સાથમાં, સોબતમાં તો પોપટમસ્તી થાય થોડી ઘણી. પણ એ પોપટમસ્તી હોય. લોક જાણે કે આ પોપટે એ પોપટીને મારવા માંડ્યું ! પણ હોય પોપટમસ્તી. પણ જ્યાં સુધી વિષયનો ડંખ છે, ત્યાં સુધી એ જાય નહીં. એ ડંખ છૂટો થાય ત્યારે જાય. અમારો જાતઅનુભવ કહીએ છીએ. આ તો આપણું જ્ઞાન છે. તેને લઈને ઠીક છે. નહીં તો જ્ઞાન ના હોય તો ડંખ માર્યા જ કરે. ત્યારે તો અહંકારને ! એમાં અહંકારનો એક ભોગ ભાગ હોય કે એમણે મને ભોગવી લીધો. અને આ કહેશે, “એણે મને ભોગવી લીધી.” અને અહીં આગળ (આ જ્ઞાન પછી) નિકાલ કરે છે એ, તો ય પણ પેલી ડિસ્ચાર્જ કચકચ તો ખરી જ. પણ તે ય અમારે નહોતી, એવો મતભેદ નહોતો કોઈ જાતનો. વિજ્ઞાન તો જુઓ ! જગત જોડે ઝઘડા જ બંધ થઈ જાય. બૈરી જોડે તો ઝઘડા નહીં, પણ આખા જગત જોડે ઝઘડા બંધ થઈ જાય. આ વિજ્ઞાન જ એવું અને ઝઘડા બંધ થાય એટલે છૂટ્યો. (૪૮૨) (૨૪) રહસ્ય ઋણાનુબંધ તણા.. એટલે આ લગ્ન એ તો ખરેખરું બંધન છે. ભેંસને ડબ્બામાં પૂરે છે ૯૪ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર એવી દશા થાય છે. એ ફસામણમાં ના પસાય એ ઉત્તમ. પેઠા હોય તો ય નીકળી જવાય તો વધુ ઉત્તમ. અને નહીં તો ય છેવટે ફળ ચાખ્યા પછી નીકળી જવું જોઈએ. બાકી આત્મા કોઈનો ધણી કે સ્ત્રી, પુરુષ કે કોઈનો છોકરો થઈ શકતો નથી, ફક્ત આ કર્મો બધાં થઈ રહ્યાં છે. આત્મામાં તો કશું આમાં ફેરફાર થતો નથી. આત્મા તો આત્મા જ છે, પરમાત્મા જ છે. તે આપણે માની બેઠાં કે આ અમારી સ્ત્રી ! (૪૮૩). આ ચકલા સુંદર માળો ગૂંથે છે તે તેમને કોણ શીખવાડવા ગયેલું ? આ સંસાર ચલાવવાનું તો આપમેળે જ આવડે એવું છે. હા, ‘સ્વરૂપજ્ઞાન મેળવવા પુરુષાર્થ કરવાની જરૂર છે. સંસારને ચલાવવા કશું જ કરવાની જરૂર નથી. આ મનુષ્યો એકલાં જ બહુ દોઢડાહ્યા છે. આ પશુ-પક્ષીઓને શું બૈરીછોકરાં નથી ? તેમને પરણાવવા પડે છે ? આ તો મનુષ્યોને જ બૈરી-છોકરાં થયાં છે, મનુષ્યો જ પરણાવવામાં પડ્યા છે. આ ગાયો-ભેંસોમાં ય પણે છે, છોકરાં બધું ય હોય છે પણ છે ત્યાં ધણી ? એ ય સસરા થયા હોય છે, સાસુ થઈ હોય છે, પણ એ કંઈ બુદ્ધિશાળીની પેઠ ગોઠવી દે છે કશુંય ? કોઈ એવું કહે છે કે હું આનો સંસરો થઉં ? છતાં આપણા જેવો જ બધો વ્યવહાર છેને, એય ધવડાવે કરે, વાછરડાને ચાટતી હોય છે ! આપણા અક્કલવાળા ચાટે નહીં. (૪૮૪) તમે પોતે શુદ્ધાત્મા ને બધા વ્યવહારો ઉપરછલ્લા એટલે કે ‘સુપરફલુઅસ' કરવાના છે. પોતે ‘હોમ ડિપાર્ટમેન્ટમાં રહેવું અને ‘ફોરેન'માં સુપરફલુઅસ’ રહેવું. ‘સુપરફલુઅસ’ એટલે તન્મયાકાર વૃત્તિ નહીં તે, ‘ડ્રામેટિક'. તે ખાલી આ ડ્રામા જ ભજવવાનો છે. ‘ડ્રામા'માં ખોટ ગઈ તો પણ હસવાનું ને નફો આવે તો પણ હસવાનું. ‘ડ્રામા'માં દેખાવ પણ કરવો પડે. ખોટ ગઈ હોય તો તેવો દેખાવ કરવો પડે, મોંઢે બોલીએ ખરા કે બહુ નુકસાન થયું, પણ મહીં તન્મયાકાર ના થઈએ. આપણે ‘લટકતી સલામ’ રાખવાની. ઘણાં નથી કહેતા કે ભઈ, મારે તો આની જોડે ‘લટકતી સલામ’ જેવો સંબંધ છે ?! એવી જ રીતે આખા જગત જોડે રહેવાનું. જેને ‘લટકતી, સલામ’ આખા જગત જોડે આવડી એ જ્ઞાની થઈ ગયો. આ દેહ જોડે પણ ‘લટકતી સલામ', અમે નિરંતર બધા જોડે ‘લટકતી સલામ’ રાખીએ છીએ તોય બધા કહે કે, ‘તમે અમારા પર બહુ સારો ભાવ રાખો છો.’ હું વ્યવહાર

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61