________________
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
૪૫. આ... કાલ જમવાનું ત્યાં આગળ છે, તું તારી કંપનીમાં જ વકીલાત કરું છું ! એટલે પ્રતિવાદીના વકીલ થઈ જાય.
(૨૩૪) પ્રશ્નકર્તા : સામાનું સમાધાન થયું કેવી રીતે કહેવાય ? સામાનું સમાધાન થાય, પણ તેમાં તેનું અહિત હોય તો ?
દાદાશ્રી : એ તમારે જોવાનું નહીં. સામાનું અહિત હોય તે તો સામાને જોવાનું છે. તમારે સામાનું હિતાહિત જોવું પણ તમે હિત જોનારામાં, તમારામાં શક્તિ શી છે ? તમે તમારું જ હિત જોઈ શકતા નથી, તે બીજાનું હિત શું જુઓ છો ?!! સહુ સહુના ગજા પ્રમાણે હિત જુએ છે, એટલું હિત જોવું જોઈએ. પણ સામાના હિતની ખાતર અથડામણ ઊભી થાય એવું હોવું ના જોઈએ.
પ્રશ્નકર્તા : સામાનું સમાધાન કરવાનો આપણે પ્રયત્ન કરીએ, પણ તેમાં પરિણામ જુદું આવવાનું એવી આપણને ખબર હોય તો એનું શું કરવું ?
દાદાશ્રી : પરિણામ ગમે તે આવે, આપણે તો ‘સામાનું સમાધાન કરવું છે” એટલું નક્કી રાખવું. ‘સમભાવે નિકાલ’ કરવાનું નક્કી કરો, પછી નિકાલ થાય કે ના થાય તે પહેલેથી જોવાનું નહીં. અને નિકાલ થશે ! આજે નહીં તો બીજે દહાડે થશે, ત્રીજે દહાડે થશે. ચીકણું હોય તો બે વર્ષે, ત્રણ વર્ષે કે પાંચ વર્ષે ય થશે. ‘વાઇફ'ના ઋણાનુબંધ બહુ ચીકણાં હોય, છોકરાંઓના ચીકણાં હોય, મા-બાપના ચીકણાં હોય ત્યાં જરાક વધુ સમય લાગે. આ બધા આપણી જોડે ને જોડે જ હોય ત્યાં નિકાલ ધીમે ધીમે થાય. પણ આપણે નક્કી કર્યું છે કે જ્યારે ત્યારે ‘આપણે સમભાવે નિકાલ કરવો છે” એટલે એક દહાડો એ નિકાલ થઈ રહેશે, એનો અંત આવશે.
(૨૪૦). (૧૪) “મારી’ના આંટા ઉકેલાય આમ !
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર હવે ‘ન્હોય મારી, ન્હોય મારી’ એવા અજપા જાપ બોલ ! ‘આ સ્ત્રી મારી ન હોય, ન હોય મારી’ એટલે આંટા ઉકલી જશે. પચાસ હજાર ‘મારી મારી' કરીને આંટા માર્યા હોય, તે “ન્હોય મારી'ના પચાસ હજાર આંટા મારે તો છૂટું થઈ ગયું ! આ શું ભૂત છે વગર કામનું? તે એણે શું કર્યું? ત્રણ દહાડા સુધી ‘ન્હોય મારી, ન્હોય મારી બોલ્યા જ કર્યું અને રટણ કર્યા કરે. પેલો રડતો પછી બંધ થઈ ગયો ! આ તો બધા ખાલી આંટા જ વીંટ્યા છે અને તેનો આ ઢેડફજેતો થયો છે. એટલે આ બધું કલ્પિત છે બધું. તમને સમજાઈ મારી વાત ? હવે આવો સરળ રસ્તો કોણ બતાવે ? (૨૪૫)
આખો દહાડો કામ કરતાં કરતાં ધણીનું પ્રતિક્રમણ કર્યા કરવાનું. એક દહાડામાં છ મહિનાનું વેર કપાઈ જાય અને અર્ધો દહાડો થાય તો માનો ને ત્રણ મહિના તો કપાઈ જાય છે. પરણ્યા પહેલાં ધણી જોડ મમતા હતી ? ના. તો મમતા ક્યારથી બંધાઈ ? લગ્ન વખતે ચોરીમાં સામસામી બેઠા એટલે તે નક્કી કર્યું કે આ મારા ધણી આવ્યા, જરા જાડા છે ને શામળા છે. આ પછી એમણે ય નક્કી કર્યું કે આ અમારાં ધણીયાણી આવ્યાં.” ત્યારથી “મારા, મારા'ના જે આંટા વાગ્યા, તે આંટા વાગ વાગ કરે છે. તે પંદર વર્ષની ફિલ્મ છે તેને ‘ન્હોય મારા, ન્હોય મારા’ કરીશ ત્યારે એ આંટા ઉકેલાશે ને મમતા તૂટશે. આ તો લગ્ન થયા ત્યારથી અભિપ્રાયો ઊભા થયા, ‘
પ્રિડિસ’ ઊભો થયો કે “આ આવા છે, તેવા છે.” તે પહેલાં કંઈ હતું ? હવે તો આપણે મનમાં નક્કી કરવું કે, “જે છે તે આ છે.’ અને આપણે જાતે પસંદ કરીને લાવ્યા છીએ. હવે કંઈ ધણી બદલાય ?
(૨૪૮) (૧૫) પરમાત્મ પ્રેમની પિછાણ આ સંસારમાં જો કોઈ કહેશે, ‘આ સ્ત્રીનો પ્રેમ એ પ્રેમ ન્હોય ?” ત્યારે હું સમજાવું કે જે પ્રેમ વધે-ઘટે એ સાચો પ્રેમ હોય. તમે હીરાના કાપ લાવી આપો તે દહાડે બહુ પ્રેમ વધી જાય અને પછી કાપ ના લાવો તો પ્રેમ ઘટી જાય, એનું નામ પ્રેમ ના કહેવાય.
પ્રશ્નકર્તા : સાચો પ્રેમ વધ-ઘટ ના હોય તો તેનું સ્વરૂપ કેવું હોય ?
દાદાશ્રી : એ વધ-ઘટ ના થાય. જ્યારે જુઓ ત્યારે પ્રેમ એવો ને એવો જ દેખાય. તો તમારું કામ કરી આપે ત્યાં સુધી એનો તમારી જોડે પ્રેમ
પૈણતી વખતે ચોરીમાં બેસે ? ચોરીમાં બેસે એટલે આમ જુએ. હા, આ મારી વાઇફ, એટલે આંટો મારે પહેલો. ‘મારી વાઇફ, મારી વાઇફ, મારી વાઇફ' પૈણવા બેઠો ત્યાંથી જ આંટા માર માર કરે, તે અત્યાર સુધી આંટા માર માર કરે તે કંઈ કેટલાય આંટા વાગી ગયા હોય ! હવે શી રીતે એ આંટા ઉકલે ? મમતાનાં આંટા વાગ્યા !
(૨૪૪)