Book Title: Pati Patni No Divya Vyavahar Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 44
________________ 93 ૭૪ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર પ્રશ્નકર્તા : આ ચાંદલો કરવાનું શા માટે, અમેરિકાની ઘણી સ્ત્રીઓ, અમને પૂછે કે તમે લોકો અહીંયા ચાંદલો કેમ કરો છો ? દાદાશ્રી : હા. ચાંદલો એટલે, અમે છે તે આર્યસ્ત્રીઓ છીએ એટલે. અમે અનાર્ય નથી. આર્ય સ્ત્રીઓ ચાંદલાવાળી હોય. એટલે ધણી જોડે ઝઘડો થાય ગમે તેટલો, તો ય એ જતી ના રહે અને પછી ચાંદલા વગરની તો બીજે જ દહાડે જતી રહે. અને આ તો સ્ટેડી રહે, ચાંદલાવાળી. અહીંયા મનનું સ્થાન છે, તે એક પતિમાં મન એકાગ્ર રહે એટલે. (૩૯૭) પ્રશ્નકર્તા : સ્ત્રીઓએ શું કરવું જોઈએ ? પુરુષનું તો તમે કહ્યું, પણ સ્ત્રીઓએ બે આંખમાં શું રાખવાનું ? દાદાશ્રી : સ્ત્રીઓએ તો, એને ગમે તેવો પતિ મળ્યો હોયને, પતિ જે મળ્યા એ આપણા હિસાબનો છે. પતિ મળવો એ કંઈ ગમ્યું નથી. માટે જે પતિ મળ્યો એના તરફ એક પતિવ્રતા થવાનો પ્રયત્ન કરજો. અને એવું જો ના થાય તો એની પાછા ક્ષમાપના લો. પણ તારી દ્રષ્ટિ આવી હોવી જોઈએ. અને પતિ જોડે પાર્ટનરશીપમાં કેમ આગળ વધાય, ઉર્ધ્વગતિ થાય, કેમ મોક્ષે જવાય એવા વિચારો કર. (૩૯૮) (૨૦) પરિણામો છૂટાછેડાનાં મતભેદ ગમે છે ? મતભેદ થાય ત્યારે ઝઘડા થાય, ચિંતા થાય. તો મનભેદમાં શું થાય ? મનભેદ થાય તો, ‘ડિવોર્સ’ લે અને તનભેદ થાય ત્યારે નનામી નીકળે ! પ્રશ્નકર્તા : વ્યવહારિક બાબતમાં મતભેદ હોય એ વિચારભેદ કહેવાય કે મતભેદ કહેવાય ? દાદાશ્રી : એ મતભેદ કહેવાય. આ જ્ઞાન લીધું હોય તેને વિચારભેદ કહેવાય, નહીં તો મતભેદ કહેવાય. મતભેદથી તો ઝાટકો વાગે ! પ્રશ્નકર્તા : મતભેદ ઓછો રહે તો એ સારું ને ? દાદાશ્રી : માણસને મતભેદ તો હોવા જ ન જોઈએ. જો મતભેદ છે તો એ માણસાઈ જ ના કહેવાય. કારણ કે મતભેદથી તો કોઈ ફેરો મનભેદ થઈ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર જાય. મતભેદમાં મનભેદ થઈ જાય એટલે ‘તું આમ છે ને તું તારે ઘેર જતી રહે’ એમ ચાલે. આમાં પછી મજા ના રહે. જેમ તેમ નભાવી લેવું. (૪૨) પ્રશ્નકર્તા ઃ અત્યારે તો ઠેઠ મતભેદ સુધી પહોંચી ગયું છે. દાદાશ્રી : તે જ કહું છું એ બધું સારું નહીં. બહાર શોભે નહીં. આનો કંઈ અર્થ નહીં. હજુ સુધારી શકાય છે. આપણે મનુષ્યમાં છીએને, તે સુધારી શકાય. આ શા માટે આવું હોવું જોઈએ ? મૂઆ, ઢેડફજેતો કર્યા કરે છે તે ? થોડું સમજવું તો પડે ને ? આ બધામાં સુપરફલુઅસ (ઉપલક) રહેવાનું છે, ત્યારે આ વહુના ધણી થઈ બેઠાં કેટલાંક માણસો તો. અલ્યા મૂઆ, ધણીપણું શું કરવા બજાવે છે ? આ તો અહીં જીવ્યો ત્યાં સુધી ધણી અને એ કાલે ડાઈવોર્સ ના લે ત્યાં સુધી ધણી. કાલે ડાઈવોર્સ લે તું શાનો ધણી ? (૪૦૪) પ્રશ્નકર્તા : આજકાલ બધા ડાઇવોર્સ લે છે, છૂટાછેડા લે છે. તે નાનાં નાનાં છોકરાઓ મૂકીને છૂટાછેડા લે છે, તો એનો નિસાસો ના લાગે ? દાદાશ્રી : લાગે ને બધું ય, પણ શું કરે છે ? ખરી રીતે ના લેવા જોઈએ. ખરી રીતે તો નભાવી લેવું જોઈએ આખું. છોકરાં થતાં પહેલાં લીધા હોત તો વાંધો નહોતો, પણ આ છોકરાઓ થયા પછી લે, તો છોકરાનો નિસાસો લાગેને ! પ્રશ્નકર્તા : છોકરાના બાપનું મગજ જરાય ચાલતું ના હોય, કશું કામકાજ કરતાં ના હોય, મોટલ ચલાવતા ના આવડતી હોય અને ચાર દિવાલની વચ્ચે ઘરમાં બેસી રહેતો હોય, તો શું કરવાનું? દાદાશ્રી : શું કરવું પણ તે ?! બીજો પાંસરો મળશે કે નહીં એની ખાતરી શું ? પ્રશ્નકર્તા : એ તો નહીં જ વળી... દાદાશ્રી : બીજો વળી એથી એના મોઢામાં થુંકે એવો મળે ત્યારે શું કરવું ? ઘણાં લોકોને મળેલું એવું. પહેલો હતો, તે સારો હતો. પાછું મરચક્કર ત્યાં પડી રહેવું હતું ને ! મહીંથી એ સમજવું પડે કે ના સમજવું પડે ?! પ્રશ્નકર્તા : દાદાને સોંપી દઈએ તો પછી બીજો પાંસરો મળે ને ?

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61