Book Title: Pati Patni No Divya Vyavahar Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 43
________________ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ૭૧ પરમેશ્વર. મરી જવાના તે શેના પરમેશ્વર ?! પતિ શેના પરમેશ્વર તે ?! અત્યારના પતિ પરમેશ્વર હોતાં હશે ? પ્રશ્નકર્તા : હું તો રોજ પગે લાગું છું, પતિને. દાદાશ્રી : એ તો છેતરતી હશે એમ કરીને પતિને છેતરે આમ કરીને, પગે લાગીને. પતિ એટલે પતિ અને પરમેશ્વર એટલે પરમેશ્વર. એ પતિ જ ક્યાં કહે છે, ‘હું પરમેશ્વર !” ‘હું તો ધણી છું” એવું જ કહે છે ને ? પ્રશ્નકર્તા : હા, ધણી છું. દાદાશ્રી : હં. એ તો ગાયનો ય ધણી હોય, બધાના ધણી હોય. આત્મા એકલો જ પરમેશ્વર છે, શુદ્ધાત્મા. પ્રશ્નકર્તા : ચરણામૃત પીવાય ? દાદાશ્રી : આજના માણસો, ગંધાતા માણસોના ચરણ કેમ પીવાય તે ? આ માણસ ગંધાય, આમ બેઠો હોય તો ય ગંધાય. એ તો પેલા સુગંધીવાળા માણસ હતા ત્યારની વાત જુદી હતી. આજ તો માણસ બધા ગંધાય છે. આપણું માથું હલે ચઢી જાય. જેમ તેમ કરીને દેખાવ કરવાનો કે પતિ-પત્ની છીએ અમે. પ્રશ્નકર્તા : હવે બધાએ છેકી નાખ્યું છે, દાદા. હવે બધી ભણીને એટલે બધાએ ચોકડી મૂકી દીધી. દાદાશ્રી : પતિ પરમેશ્વર થઈ બેઠા, જુઓને ! એમના હાથમાં ચોપડી લખવાની એટલે કોણ કહેવાનું, એક તરફ કરી નાખ્યું ને ? આવું ના હોવું જોઈએ. પ્રશ્નકર્તા : આજ કાલના બૈરાં પોતાના ધણીને પહેલાના બૈરાં જેવું માન નથી આપતા. દાદાશ્રી : હા, પહેલાના ધણી રામ હતા અને અત્યારે મરા છે. પ્રશ્નકર્તા : આ કહે છે જમરા. (૩૯૫) પ્રશ્નકર્તા : પતિની પ્રત્યે સ્ત્રીની ફરજ શું એ સમજાવો. પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર દાદાશ્રી : સ્ત્રીએ હંમેશાં પતિને સિન્સિયર રહેવું જોઈએ. પતિએ પત્નીને કહેવું જોઈએ કે, ‘તમે સિન્સિયર નહીં રહો તો મારું મગજ બગડી જશે.” એને તો ચેતવણી આપવી જોઈએ. ‘બીવેર' (ચેતવવાના) કરવાના, પણ દબાણ ના કરાય કે તમે સિન્સિયર રહો. પણ ‘બીવેર” કહેવાય. સિન્સિયર રહેવું જોઈએ આખી જિંદગી. રાત-દિવસ સિન્સિયર, એમની જ ચિંતા હોવી જોઈએ. તારે એની ચિંતા રાખવી જોઈએ, તો જ સંસાર સારો ચાલે. પ્રશ્નકર્તા: પતિદેવ સિન્સિયર ના રહે, પછી પત્નીનું મગજ બગડે. તો પાપ ના લાગે ને ?! દાદાશ્રી : મગજ બગડે તો સ્વાદ ચાખે ને !! પાછો ધણીએ ચાખે ને પછી ! એવું ના કરવું જોઈએ. ‘એઝ ફાર એઝ પોસિબલ” (બનતાં સુધી) અને પતિની ઇચ્છા ના હોય ને ભૂલચૂક થઈ જતી હોય તો એની પતિએ માફી માંગી લેવી જોઈએ કે હું માફી માગું છું. ફરી નહીં થાય આવું. સિન્સિયર તો રહેવું જોઈએને માણસે ?! સિન્સિયર ના રહે એ કેમનું ચાલે? પ્રશ્નકર્તા : માફી માંગી લે પતિ, વાતવાતમાં માફી માંગી લે, પણ પાછાં એવું જ કરતાં હોય તો ? દાદાશ્રી : ધણી માફી માંગે તો ના સમજીએ, કે કેટલો બિચારો લાચારી ભોગવે છે ! એટલે લેટ ગો કરવાનું ! એ કંઈ એને ‘હેબીટ’ (ટેવ) નહીં પડેલી. ‘હેબિટ્યુટેડ' (ટેવાઈ) નહીં થઈ ગયેલો. એને ય ના ગમે પણ શું કરે? પરાણે આવું થઈ જાય. ભૂલચૂક ત્યારે થાય ને ! પ્રશ્નકર્તા : પતિને હેબીટ થઈ ગઈ હોય તો શું કરવું ? દાદાશ્રી : શું કરવાનું પછી ? કાઢી મેલાય કંઈ એને ! કાઢી મેલે તો ઢેડફજેતો થાય બહાર, ઊલટું ઢાંકી રાખવાનું, બીજું શું થાય તે ?! ગટરને ઢાંકીએ છીએ કે ઊઘાડી કરીએ છીએ ? આ ગટરોને ઢાંકણું મૂકી દેવાનું હોય કે ઊઘાડું રાખવાનું હોય ? પ્રશ્નકર્તા બંધ રાખવાનું. દાદાશ્રી : નહીં તો ઊઘાડીએ તો ગંધાય, આપણું માથું ચઢી જાય.

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61