Book Title: Pati Patni No Divya Vyavahar Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 40
________________ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ૬૫ આરોપી થશે. એટલે એની દ્રષ્ટિમાં આરોપી તું ઠરીશ માટે કોઈની વિરુદ્ધ ફરિયાદ ના કરવી. પેલો ભાગાકાર કરતો હોય તો આપણે ગુણાકાર કરવા એટલે ૨કમ ઊડી જાય. સામા માણસ માટે વિચાર કરવો કે એણે મને આમ કહ્યું, તેમ કહ્યું, એ જ ગુનો છે. આ રસ્તામાં જતી વખતે ભીંત અથડાય તો તેને કેમ વઢતા નથી ? ઝાડને જડ કેમ કહેવાય ? જે વાગે એ બધાં લીલાં ઝાડ જ છે ? ગાયનો પગ આપણા ઉપર પડે તો આપણે કંઈ કહીએ છીએ ? એવું આ બધા લોકોનું છે, ‘જ્ઞાની પુરુષ' બધાને શી રીતે માફી આપે ? એ સમજે આ બિચારાં સમજતાં નથી, ઝાડ જેવા છે ને સમજણવાળાને તો કહેવું જ ના પડે, એ તો મહીં તરત પ્રતિક્રમણ કરી નાખે. (૩૬૩) ધણી અપમાન કરે તો શું કરો છો પછી ? દાવો માંડો ? પ્રશ્નકર્તા : એવું કંઈ કરાય ? એ તો થતું હશે ? ! દાદાશ્રી : ત્યારે શું કરો ? મારા આશીર્વાદ છે, કરીને સૂઈ જવાનું તું બેન સૂઈ રહેવાનીને કે મનમાં ગાળો ભાંડભાંડ કરું ? મનમાં જ ભાંડ ભાંડ (૩૬૫) કરે. અને પછી ત્રણ હજારની સાડી જોઈ, તે ઘેર આવીને મોઢું બગડી જાય. એ દેખાય તો આપણે કહીએ, ‘કેમ આમ થઈ ગયું ?” એ સાડીમાં ખોવાઈ ગયા હોય. જો લાવી આપે ત્યારે છોડે, નહીં તો ત્યાં સુધી કકળાટ ના છોડે. આવું ના હોવું જોઈએ. (૩૬૬) વહુ કહેશે કે, ‘આ આપણા સોફાની ડિઝાઈન સારી નથી. આ તમારા ભાઈબંધને ત્યાં ગયા હતાને, ત્યાં કેવી સરસ ડિઝાઈન હતી !' અલ્યા, આ સોફા છે, તેમાં તને સુખ પડતું નથી ? ત્યારે કહે કે, ના, મેં પેલું જોયું તેમાં સુખ પડે છે.’ તે ધણીને પાછો પેલા જેવો સોફો લાવવો પડે ! હવે પેલો નવો લાવે ત્યારે કો'ક ફે૨ છોકરો બ્લેડ મૂકે ને કંઈ કાપી નાખે કે પાછો મહીં જાણે આત્મા કપાઈ જાય ! છોકરાં સોફાને કાપે ખરાં કે નહીં ? અને એની ઉપર કૂદે ખરા કે ? અને કૂદે તે ઘડીએ જાણે એની છાતી ઉપર કૂદતો હોય એવું લાગે ! એટલે આ મોહ છે. તે મોહ જ તમને કૈડી કૈડીને તેલ કાઢી નાખશે ! (૩૬૭) પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર આ અમથો ભવ બગડી જાય આમાં તો અને બીજું બેનોને કહું છું કે, શોપિંગ કરશો નહીં. શોપિંગ બંધ કરી દો. આ તો ડૉલર આવ્યા એટલે.... અલ્યા, ના લેવાનું હોય તો શું કરવા લઉં છું, યુઝલેસ. કોઈ સારે માર્ગે પૈસો જવો જોઈએ કે ના જવો જોઈએ ? કોઈની ફેમિલીમાં અડચણ હોય અને એ બિચારાને ના હોય તો, પચાસ-સો ડૉલર આપીએ તો કેવું સરસ લાગશે ! અને શોપિંગમાં ખોટાં નાખી આવો છો અને ઘેર ધમાલ-ધમાલ પડેલું રહે છે (૩૬૮) બધું ભેગું. ૬૬ પ્રશ્નકર્તા : પછી ત્રાગાં કરે. સ્ત્રીઓ ત્રાગાં કરે ! દાદાશ્રી : ત્રાગાં તો સ્ત્રીઓ નહીં, પુરુષો મૂઆ કરે છે. અત્યારે તો ત્રાગાં બહુ નથી કરતાં. ત્રાગાં એટલે શું ? પોતાને કશું ભોગવી લેવું હોય તો સામાને દબડાવીને ભોગવી લે. ધાર્યું કરાવે ! (૩૭૦) પ્રશ્નકર્તા : બધે કેમ બૈરાંઓનો જ વાંક આવે છે અને પુરુષોને નહીં આવતો ? દાદાશ્રી : સ્ત્રીઓને તો એવું છેને, પુરુષના હાથમાં કાયદો હતો એટલે સ્ત્રીઓને જ નુકસાન કર્યું છે. આ તો પુસ્તકો ધણીઓએ લખેલાંને એટલે ધણીને જ એમાં તે આગળ ઘાલ્યો છે. સ્ત્રીઓને ઊડાડી મેલી છે. તેમાં તે એની વેલ્યુ ઊડાડી દીધી છે એ લોકોએ. હવે મારે ય એવો ખાધો છે. નર્કે ય આ જ જાય છે. અહીંથી જ જાય છે નર્કે. સ્ત્રીઓને એવું ના હોય. ભલે સ્ત્રીની પ્રકૃતિ જુદી છે, પણ એની પ્રકૃતિ પ્રમાણે એ ય ફળ આપે છે અને આ ય ફળ આપે છે. એની અજાગૃત પ્રકૃતિ છે. અજાગૃત એટલે સહજ પ્રકૃતિ. (૩૭૧) પ્રશ્નકર્તા : કેટલા વખત આમ આપણે સહન કરવું જોઈએ ? દાદાશ્રી : સહન કરવાથી તો શક્તિ બહુ વધે. પ્રશ્નકર્તા : એટલે સહન જ કર્યા કરવું એમ ? દાદાશ્રી : સહન કરવા કરતાં એની ઉપર વિચારવું સારું છે. વિચારથી એનું સોલ્યુશન લાવો. બાકી સહન કરવું એ ગુનો છે. બહુ સહનશીલતા થાયને

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61