Book Title: Pati Patni No Divya Vyavahar Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 31
________________ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર રહે અને કામ ના કરી આપે તો પ્રેમ તૂટી જાય, એને પ્રેમ કહેવાય જ કેમ ? એટલે જ્યાં સ્વાર્થ ના હોય ત્યાં આગળ શુદ્ધ પ્રેમ હોય, સ્વાર્થ ક્યારે ના હોય ? મારી-તારી ના હોય ત્યારે સ્વાર્થ ના હોય. ‘જ્ઞાન’ હોય ત્યારે મારીતારી ના હોય. ‘જ્ઞાન’ વગર તો મારી-તારી ખરી જ ને ? (૨૫૪) આ તો બધી ‘રોંગ બિલિફો’ છે. ‘હું ચંદુભાઈ છું” એ રોંગ બિલિફ છે. પછી ઘેર જઈએ ત્યારે આપણે કહીએ, ‘આ કોણ છે ?” ત્યારે એ કહે છે, “ના ઓળખ્યા ? એ બઈનો હું ધણી થઉં.” ઓહોહોહો... ! મોટા ધણી આવ્યા ! જાણે ધણીનો ધણી જ ના હોય એવી વાત કરે છે ને ? ધણીનો ધણી હોય નહીં ? તો પછી ઉપલા ધણીની વળી ધણિયાણી થઈ ને આપણા ધણિયાણી આ થયા, આ શું ધાંધલમાં પડીએ ? ધણી જ શું કરવા થઈએ ? અમારા ‘કર્મેનિયન છે' કહીએ પછી શું વાંધો ? પ્રશ્નકર્તા : દાદાએ બહુ મોડર્ન' ભાષા વાપરી. દાદાશ્રી : ત્યારે શું ? ટસલ ઓછી થઈ જાય ! હા, એક રૂમમાં ‘કર્મેનિયન’ બે રહેતા હોય, તે પેલો એક જણ ચા બનાવે ને બીજો પીવે ત્યારે બીજો એને માટે એનું કામ કરી આપે. એમ કરીને ‘કર્મેનિયન’ ચાલુ રહે. પ્રશ્નકર્તા : ‘કમ્પનિયન'માં આસક્તિ હોય છે કે નહીં ? દાદાશ્રી : એમાં આસક્તિ હોય પણ એ આસક્તિ અગ્નિ જેવી નહીં. આ તો શબ્દો જ એવા ગાઢ આસક્તિવાળા છે. ધણીપણું અને ધણિયાણી” એ શબ્દોમાં જ એટલી ગાઢ આસક્તિ છે ને ‘કર્મેનિયન’ કહે તો આસક્તિ ઓછી થઈ જાય. એક માણસને એમના વાઇફ વીસ વર્ષ પર મરી ગયા હતા. તે એક જણ મને કહે કે, ‘આ કાકાને રડાવું ?” મેં કહ્યું, ‘શી રીતે રડાવશો ? આટલી ઉંમરે તો ના ચડે.' ત્યારે એ કહે છે, “જુઓ, એ કેવા સેન્સિટીવ છે ?!પછી પેલા બોલ્યા, ‘શું કાકા, કાકીની વાત થાય નહીં ! શું એમનો સ્વભાવ !” આવું એ બોલતા હતાં ત્યાં એ કાકા ખરેખર રડી પડ્યા ! અલ્યા, શું આ ચક્કરો ! સાઠ વર્ષે હજુ વહનું રડવું આવે છે ! આ તો કઈ જાતના ચક્કરો છે ? આ લોક તો ત્યાં સિનેમામાં હઉ રડે છે ને ? એમાં કંઈ મરી ગયું હોય ૪૮ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર તો જોનાર હઉ રડી ઊઠે ! પ્રશ્નકર્તા : તો એ આસક્તિ છૂટતી કેમ નથી ? દાદાશ્રી : એ તો ના છૂટે. ‘મારી, મારી’ કરીને કર્યું ને, તે હવે ‘ન્જોય મારી, ન્હોય મારી” એના જપ કરીએ એટલે બંધ થઈ જાય. એ તો જે જે આંટા વાગેલા હોય તે તે છોડવા જ પડે છે ને ! એટલે આ તો ખાલી આસક્તિ છે. ચેતન જેવી વસ્તુ જ નથી. આ તો બધાં ચાવી આપેલા પૂતળાં છે. અને જ્યાં આસક્તિ હોય ત્યાં આક્ષેપો થયા વગર રહે જ નહીં. એ આસક્તિનો સ્વભાવ છે. આસક્તિ થાય એટલે આક્ષેપો થયા જ કરે ને કે, ‘તમે આવા છો ને તમે તેવા છો ? તમે આવા ને તું આવી’ એવું ના બોલે, નહીં ? તમારા ગામમાં ત્યાં ના બોલે કે બોલે ? બોલે એ આસક્તિને લીધે. આ છોકરીઓ ધણી પાસ કરે છે, આમ જોઈ કરીને પાસ કરે છે પછી વઢતી નહીં હોય ? વઢે ખરી ? તો એને પ્રેમ કહેવાય જ નહીં ને ! પ્રેમ તો કાયમનો જ હોય. જ્યારે જુએ ત્યારે એ જ પ્રેમ, એવો જ દેખાય, એનું નામ પ્રેમ કહેવાય અને ત્યાં આશ્વાસન લેવાય. આ તો આપણને પ્રેમ આવતો હોય અને એક દહાડો એ રિસાઈને બેઠી હોય. ત્યારે બળ્યો તારો પ્રેમ ! નાખ ગટરમાં અહીંથી !! મોઢું ચઢાવીને ફરતા હોય તેવા પ્રેમને શું કરવાનો ? તમને કેમ લાગે છે ? જ્યાં બહુ પ્રેમ આવે ત્યાં જ અણગમો થાય એ માનવ સ્વભાવ છે. (૨૬૪) આ તો સિનેમામાં જતી વખતે આસક્તિના કાનમાં ને તાનમાં ને આવતી વખતે ‘અક્કલ વગરની છે' કહેશે. ત્યારે પેલી કહેશે, ‘તમારામાં ક્યાં વેતા છે ?' એમ વાતો કરતાં કરતાં ઘેર આવે. આ અક્કલ ખોળે ત્યારે પેલી વેતા જોતી હોય ! (૨૬૫) અને પ્રેમથી સુધરે. આ બધું સુધારવાનું હોયને તો પ્રેમથી સુધરે. આ બધાને હું સુધારું છુંને, એ પ્રેમથી સુધારું છું. આ અમે પ્રેમથી જ કહીએ એટલે વસ્તુ બગડે નહીં. અને સહેજ દ્વેષથી કહીએ કે એ વસ્તુ બગડી જાય.

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61