Book Title: Pati Patni No Divya Vyavahar Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 32
________________ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ૪૯ દૂધમાં દહીં પડ્યું ના હોય અને અમથી જરા હવા લાગી ગઈ તો ય એ દૂધનું દહીં થઈ જાય. (૨૬૬) પ્રશ્નકર્તા: આમાં પ્રેમ અને આસક્તિનો ભેદ જરા સમજાવો. દાદાશ્રી : જે વિકૃત પ્રેમ, એનું નામ જ આસક્તિ. આ જગતમાં જે પ્રેમ આપણે કહીએ છીએ એ વિકત પ્રેમ કહેવાય છે અને એને આસક્તિ જ કહેવાય. આ તો સોય અને લોહચુંબક બેને જેવી આસક્તિ છે એવી આ આસક્તિ છે. એમાં પ્રેમ જેવી વસ્તુ જ નથી. પ્રેમ હોય જ નહીંને કોઈ જગ્યાએ. આ તો સોય અને લોહચુંબકના ખેંચાણને લઈને તમને એમ લાગે છે કે મને પ્રેમ છે તેથી મારું ખેંચાય છે. પણ એ પ્રેમ જેવી વસ્તુ જ નથી. પ્રેમ તો જ્ઞાની પુરુષનો પ્રેમ એ પ્રેમ કહેવાય. (૨૬૯) આ દુનિયામાં શુદ્ધ પ્રેમ એ જ પરમાત્મા છે, એ સિવાય પરમાત્મા બીજો કોઈ દુનિયામાં થયો ય નથી, થશે ય નહીં અને ત્યાં દિલ ઠરે ને ત્યારે દિલાવરી કામ થાય. નહીં તો દિલાવરી કામ ના થાય. બે પ્રકારે દિલ ઠરવાનું બને છે. અધોગતિમાં જવું હોય તો કોઈ સ્ત્રી જોડે દિલ ઠારજે અને ઉર્ધ્વગતિમાં જવું હોય તો જ્ઞાની પુરુષ જોડે દિલ ઠારજે. અને એ તો તને મોક્ષે લઈ જશે. બેઉ જગ્યાએ દિલની જરૂર પડશે, તો દિલાવરી પ્રાપ્ત થાય. એટલે જે પ્રેમમાં ક્રોધ-માન-માયા-લોભ કશુંય નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, જે પ્રેમ સમાન એકસરખો રહે છે એવો શુદ્ધ પ્રેમ જુએ, ત્યારે માણસનું દિલ ઠરે. (૨૭૧) હું પ્રેમસ્વરૂપ થઈ ગયેલો છું. એ પ્રેમમાં જ તમે મસ્ત થઈ જશો તો જગત ભૂલી જ જશો, જગત બધું ભૂલાતું જશે. પ્રેમમાં મસ્ત થાય એટલે સંસાર તમારો બહુ સરસ ચાલશે પછી, આદર્શ ચાલશે. (૨૭૨) (૧૬) પરણ્યા એટલે પ્રોમિસ ટુ પે' હીરાબાની એક આંખ ૧૯૪૩ની સાલમાં જતી રહી. ડૉક્ટર જરા કશું કરવા ગયા, એમને ઝામરનું દર્દ હતું, તે ઝામરનું કરવા ગયા તે આંખને અસર થઈ. તેને નુકસાન થયું. (૨૭૪) પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર એટલે લોકોના મનમાં એમ કે આ ‘નવો' વર ઊભો થયો. ફરી પૈણાવો. કન્યાની બહુ છૂટને ! અને કન્યાના મા-બાપની ઇચ્છા એવી કે જેમ તેમ કરીને પણ કૂવામાં નાખીને પણ ઉકેલ લાવવો. તે એક ભાદરણના પટેલ આવ્યા. તે એમના સાળાની છોડી હશે. તેટલા માટે આવ્યા. મેં કહ્યું, ‘શું છે તમારે ?” ત્યારે એ કહે, ‘આવું તમારું થયું ?” હવે તે દહાડે '૪૪માં મારી ઉંમર ૩૬ વર્ષની. ત્યારે મેં કહ્યું, ‘કેમ તમે આમ પૂછવા આવ્યા છો ?” ત્યારે એ કહે, “એક તો હીરાબાની આંખ ગઈ છે, બીજું પ્રજા કશું નથી.” મેં કહ્યું, ‘પ્રજા નથી પણ મારી પાસે કશું સ્ટેટ નથી. બરોડા સ્ટેટ નથી કે મારે તેમને આપવાનું છે. સ્ટેટ હોય તો છોકરાને આપેલું ય કામનું. આ કંઈ એકાદ છાપરું હોય કે થોડીક જમીન હોય. અને તે ય આપણને પાછું ખેડૂત જ બનાવે ને ! જો સ્ટેટ હોય તો જાણે ઠીક છે. વળી તેમને મેં કહ્યું, કે “હવે શેના હારુ તમે આ કહો છો ? અને આ હીરાબાને તો અમે પ્રોમિસ કરેલું છે, પૈણ્યો હતો ત્યારે. એટલે એક આંખ જતી રહી એટલે શું કરે હવે ! બે જતી રહેશે તો ય હાથ પકડીને હું દોરવીશ.” (૨૭૫) પ્રશ્નકર્તા : મારા લગ્ન થયાં પછી અમે બન્ને વ્યક્તિઓ એકબીજાને ઓળખીએ છીએ અને લાગે છે કે પસંદગીમાં ભૂલ થઈ ગઈ, કોઈના સ્વભાવનો કોઈ મેળ ખાતો નથી, તો બન્નેના મેળ કેમ અને કઈ કઈ રીતે કરવા કે જેથી સુખી થવાય ? દાદાશ્રી : આ તમે જે કહો છોને. આમાં એકેય વાક્ય સાચું નથી. પહેલું વાક્ય તો લગ્ન થયા પછી બન્ને વ્યક્તિ એકબીજાને ઓળખે, પણ એ નામે યુ ઓળખતા નથી. જો ઓળખાણ થાય તો આ ભાંજગડ જ ના થાય. જરાય ઓળખતા નથી. મેં તો એક બુદ્ધિના ડિવિઝનથી, બધો મતભેદ બંધ કરી દીધેલો. પણ હીરાબાની ઓળખાણ મને ક્યારે પડી ? સાંઠ વર્ષે હીરાબાની ઓળખાણ પડી ! પંદર વર્ષનો હતો ત્યારે પૈણ્યો, પીસ્તાળીસ વર્ષ સુધી એમને નિરીક્ષણ કર કર કર્યા ત્યારે ઓળખ્યા મેં આમને કે આવાં છે ! પ્રશ્નકર્તા : એટલે જ્ઞાન થયા પછી ઓળખાયા? દાદાશ્રી : હા. જ્ઞાન થયા પછી ઓળખાયા. નહીં તો ઓળખાણ જ ના

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61