Book Title: Pati Patni No Divya Vyavahar Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 23
________________ ૩૧ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર એ કહેશે, ‘કઢી ખારી થઈ તો ય બોલ્યા નહીં !” ત્યારે કહીએ, ‘તમને ખબર પડશે ને, મારે શું કરવા કહેવું ?” પણ આ તો કઢી ખારી થઈ ગઈ હોય તો મોઢું બગાડે, કટું ખારું થયું છે. મૂઆ, આ કઈ જાતના માણસો છે. આને ધણી તરીકે કેમ રખાય તે ?! કાઢી મેલવો જોઈએ ધણીને તો ! આવા નબળા ધણીઓ ! અલ્યા, એ બઈ નથી સમજતી, તે તું વળી કહું છું ? માથાફોડ કરું છું? એ તો એમને છાતીએ ઘા ના લાગે, બળ્યું ! મનમાં કહેશે, આ કંઈ હું ન હતી સમજતી ?! આ તો મને બાણ મારે છે, મૂઓ. આ મૂઓ કાળમૂખો, રોજ મારી ભૂલો જ કાઢ કાઢ કરે છે. તો આપણા લોકો જાણી જોઈને આ ભૂલો કાઢે છે તેથી આ સંસાર વધારે બગડતો જાય છે. તમને કેમ લાગે છે ? એટલે થોડું આપણે વિચાર કરીએ તો શું વાંધો છે? (૧૧૪) પ્રશ્નકર્તા : આવી ભૂલ કાઢીએ તો પછી એનાથી ફરીથી ભૂલ ના થાયને ? દાદાશ્રી : ઓહોહો, એટલે ઉપદેશનું કારણ થાય એટલા માટે ! હું, તે ભૂલ કાઢવાનો વાંધો નથી, હું તમને શું કહું છું, ભૂલ કાઢો પણ એ પોતે ઉપકાર માને તો ભૂલ કાઢો કે તમે સારું થયું આ મને ભૂલ દેખાડી. મને તો ખબર જ નહીં. તે ઉપકાર માનો છો ?! બેન, તું એમનો ઉપકાર માનું છું? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : તો પછી એનો અર્થ શું કાઢવાનો ? જે ભૂલ એ જાણતી હોય, તેને તમારે કાઢવાનો અર્થ શું છે ? એને કાળમુખા કહે છે સ્ત્રીઓ, કે મૂઓ કાળમુખો જ્યારે ત્યારે બોલીને ઊભો રહે છે. એ જે જાણતી હોય ભૂલ એ આપણાથી કઢાય નહીં. બીજું કંઈ પણ થયું હોય કે કઢી ખારી થઈ હોય પછી શાક બગડી ગયું હોય, તો એ ખાય તો એ જાણે કે ના જાણે ? માટે આપણે કહેવાની જરૂર ના હોય ! પણ ભૂલ એ ના જાણતી હોય, તે આપણે કહીએ તો એ ઉપકાર માને. બાકી એ જાણતી હોય તે ભૂલ કાઢવી એ તો ગુનો છે. આપણા લોકો ઇન્ડિયનો જ કાઢે છે. (૧૧૫) હું તો સાંતાક્રૂઝમાં ત્રીજે માળે બેઠો હોઉં તો ચા આવે. તે જરા કોઈ દહાડો ખાંડ ભૂલી ગયા હોય તો હું પી જવું અને તે ય દાદાના નામથી. મહીં દાદાને કહ્યું, ‘ચાની મહીં ખાંડ નાખો, સાહેબ.' તે દાદા નાખી આપે ! એટલે પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ખાંડ વગરની ચા આવે તો પી જઈએ, બસ. અમારે તો કશો ડખો જ નહીં ને ! અને પછી પેલાં ખાંડ લઈને દોડધામ કરીને આવે. મેં કહ્યું, ‘ભઈ, કેમ ખાંડ લાવ્યો ? આ ચાના કપ-રકાબી લઈ જા.” ત્યારે કહે, ‘તમે ચા મોળી હતી તે ખાંડ માંગી નહીં !' કહ્યું, ‘હું શું કરવા કહું ?” તમને સમજણ પડે એવી વાત છે ?! (૧૧૬) એક ભાઈને પૂછ્યું, ‘ઘરમાં કોઈ દિવસ વાઈફની ભૂલ કાઢું છું ?” ત્યારે કહે, ‘એ છે ભૂલવાળી એટલે ભૂલ જ કાઢવી પડે ને !' મેં કહ્યું, ‘અક્કલનો કોથળો આવ્યો આ ! વેચવા જઈએ તો ચાર આના બારદાનના આવે નહીં અને એ માની બેઠો કે આ વહુ ભૂલવાળી, લે !' (૧૧૭) પ્રશ્નકર્તા ઃ ઘણાં પોતાની ભૂલ સમજતા હોય, છતાં સુધરે નહીં તો? દાદાશ્રી : એ કહેવાથી સુધરે નહીં. કહેવાથી તો અવળો થાય ઉલટો. એ તો કો'ક ફેરો જ્યારે વિચારવા ગયો હોય ત્યારે આપણે કહીએ કે આ ભૂલ કેવી રીતે સુધરે ? સામાસામી વાતચીત કરો, આમ ફ્રેન્ડશીપની પેઠ. વાઈફ જોડે ફ્રેન્ડશીપ રાખવી જોઈએ. ના રાખવી જોઈએ ? બીજા જોડે ફ્રેન્ડશીપ રાખો છો. ફ્રેન્ડની જોડે આવું કકળાટ કર્યા કરો છો રોજ રોજ ? એની ભૂલ ડિરેક્ટ દેખાડ દેખાડ કરાવતા હશો ? ના ! કારણ કે ફ્રેન્ડશીપ ટકાવવી છે. અને આ તો પૈણેલી ક્યાં જતી રહેવાની છે ?! આવું આપણને શોભે નહીં. જીવન એવું બનાવો કે બગીચા જેવું. ઘરમાં મતભેદ ના હોય, કશું ના હોય, એવું ઘર આમ બગીચા જેવું લાગે ને ઘરમાં જરાય ડખલ ના થવા દઈએ કોઈને. સહેજેય નાના છોકરાની ભૂલ્લ એ જો જાણતો હોય તો ના દેખાડાય. ના જાણતો હોય તે જ ભૂલ દેખાડાય. (૧૧૮) એ તો ખોટું ગાંડપણ હતું ધણીપણું થવાનું. એટલે ધણીપણું ના બજાવવું જોઈએ. ધણીપણું તો એનું નામ કહેવાય કે સામો પ્રતિકાર ના થાય, ત્યારે જાણવું કે ધણીપણું છે. આ તો તરત પ્રતિકાર ! ઘરમાં તો સ્ત્રીને તો સહુ કોઈ કટ કટ કરે, એ વીરની નિશાની નથી. વીર તો કોણ કહેવાય કે સ્ત્રીને કે ઘરમાં છોકરાંને કોઈને ય હરકત ન થાય. છોકરું જરા આડે બોલે પણ મા-બાપ બગડે નહીં ત્યારે ખરું કહેવાય. છોકરું તો બાળક કહેવાય. તમને કેમ લાગે છે, ન્યાય શું કહે છે ? (૧૧૯)

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61