Book Title: Pati Patni No Divya Vyavahar Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 22
________________ ૨૯ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ના, મતભેદ પડે તો, એ ક્યાં સૂઈ જાય અને હું ક્યાં સૂઈ જાઉં? અહીં બે-ત્રણ માળ હોય તો હું જાણું કે ત્રીજે માળ જતો રહું ! પણ આ તો એની એ જ રૂમમાં સૂઈ જવાનું. એ આમની ફરીને સૂઈ જાય ને હું આમનો ફરીને સૂઈ જાઉં પછી શું મજા આવે ? આખી રાત ઊંઘ ના આવે. પણ અત્યારે તો શેઠ હું ક્યાં જાઉં ?! એટલે આ બીબીને તો કોઈ દહાડો હું દુ:ખ આપું નહીં. બીબી મને મારે તો ય દુ:ખ ન આપું. એટલે હું બહાર બધાંની જોડે વઢી આવું, પણ બીબી જોડે ‘ક્લિયર રાખવાનું ! વાઈફને કશું ના કરાય.’ ચળ આવતી હોય તો બહાર વઢીને આવે પણ અહીં ઘરમાં નહીં. બીબીએ સલિયાને ગોસ લાવવા કહ્યું હોય, હવે સલિયાને પગાર ઓછો મળતો હોય, તે બિચારો ગોસ શી રીતે લાવે ? સલિયાને બીબી મહિનાથી કહે કહે કરતી હોય કે આ છોકરાંઓને બધાને બિચારાને સાંભળ સાંભળ કરે છે, હવે ગોસ તો લઈ આવો. પછી એક દહાડો બીબી મનમાં બહુ અકળાય ત્યારે પેલો કહે, આજ તો લઈને આવીશ. મિયાંભાઈ પાસે જવાબ રોકડો એ જાણે કે જવાબ ઉધાર દઈશ તો ગાળાગાળી દેશે. તે પછી કહી દે કે આજ લાઉંગા. એમ કહીને છટકીને આવે. જો જવાબ આપે નહીં તો જતી વખતે બીબી કચ કચ કરે. એટલે તરત પોઝિટિવ જવાબ આપી દે કે આજ લે આઉંગા. કિધર સે ભી લે આઉંગા. એટલે બીબી જાણે કે આજે તો લઈને આવે એટલે પછી રાંધીએ. પણ પેલો આવે ને ખાલી હાથે દેખે એટલે બીબી બૂમાબૂમ કરવા માંડે. સલિયો આમ તો બહુ પાકો હોય એટલે બીબીને સમજાવી દે કે, “યાર મેરી હાલત મૈં જાનતા હું, તુમ ક્યા સમજે !' એવા એક-બે વાક્ય બોલે પછી બીબી કહેશે, ‘સારું, ફરી લાવજો.' પણ દશપંદર દહાડે ફરી બીબી બૂમો પાડે તો પાછો “મેરી હાલત મેં જાનતા હું' એવું બોલે ને તો બીબી ખુશ થઈ જાય. એ કોઈ દહાડો ઝઘડો ના કરે. અને આપણા લોક તો તે ઘડીએ કહેશે કે તું મને દબાય દબાય કરું છું ? અલ્યા, આવું સ્ત્રી પાસે ના બોલાય. એનો અર્થ જ ઇટસેલ્ફ બોલે છે, તું દબાયેલો છું. અલ્યા, પણ તને શી રીતે દબાવે ? જ્યાં પૈણતી વખતે પણ તારો હાથ ઉપર તો રાખે છે, તો તને એ શી રીતે દબાવે ? હાથ ઉપર રાખીને પરણ્યો છે તે વખતે એ આજ દબાવી જાય તો આપણે શાંત રહેવાનું. જેને નિર્બળતા હોય એ ચીઢાઈ જાય. (૧૦૭) પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર પછી છે તે એક હકીમનો છોકરો આવ્યો હતો, ઔરંગાબાદમાં. એણે જાણ્યું હશે કે આ દાદા પાસે કંઈક અધ્યાત્મજ્ઞાન જાણવા જેવું છે. એટલે એ છોકરો આવ્યો, પચ્ચીસ જ વર્ષની ઉંમરનો. તે મેં તો સત્સંગની બધી વાત કરી આ જગતની. કારણ કે વૈજ્ઞાનિક રીત સારી છે, આપણે સાંભળવા જેવી છે. અત્યાર સુધી ચાલ્યું તે જમાના પ્રમાણે લખાયેલું છે. જેવો જમાનો હતો ને તેવું વર્ણન કરેલું છે. એટલે જમાનો જેમ જેમ ફરતો જાય તેમ વર્ણન વધતું જાય. અને પયગંબર સાહેબ એટલે શું ? ખુદાનો પૈગામ અહીં લાવી અને બધાંને પહોંચાડે એનું નામ પયગંબર સાહેબ. મેં તો ગમ્મત કરી એની. મેં કહ્યું, ‘અલ્યા, શાદી-બાદી કરી છે કે એમ ને એમ ફર્યા કરું છું ?” “શાદી કરી છે' કહે છે. મેં કહ્યું, ‘ક્યારે કરી ? મને બોલાવ્યો નહીં તેં ?” ‘દાદાજી, હું જાણું નહીં તમને, નહીં તો હું તે દહાડે બોલાવત. છ મહિના જ થયા હજુ શાદી કર્યાને' કહે છે. ગમ્મત કરી જરા. કેટલા વખત નમાજ પઢું ? સાહેબ, પાંચે પાંચ વખત’ કહે છે. અલ્યા, રાત્રે શી રીતે તને નમાજ ફાવે છે ત્રણ વાગે ? ‘કરવાની જ, એમાં ચાલે જ નહીં' કહે છે. ત્રણ વાગે ઊઠીને કરવાની. મારી નાની ઉંમરમાંય કરતો આવ્યો છું. મારા ફાધર હકીમ સાહેબેય કરતા ! હવે પછી મેં કહ્યું, ‘હવે તો બીબી આવી, હવે શી રીતે બીબી કરવા દે તને ત્રણ વાગે ?” બીબીએ ય મને કહ્યું છે, ‘તમારી નમાજ પઢી લેવી.” ત્યારે મેં કહ્યું, ‘બીબી જોડે ઝઘડો થતો નથી ?” “એ શું બોલ્યા ? એ શું બોલ્યા ?” મેં કહ્યું, ‘કેમ ?” ઓહોહો ! બીબી તો મુંહ કા પાન ! એ મને વઢે તો હું ચલાવી લઉં. સાહેબ, બીબી થકી તો હું જીવું છું. બીબી મને ખૂબ સુખ આપે છે. ખૂબ સારું સારું ભોજન બનાવીને જમાડે છે, એને દુ:ખ કેમ દેવાય ? હવે આટલું સમજે તો ય બહુ સારું. બીબી ઉપર જોર ના કરે. ના સમજવું જોઈએ ? બીબીનો કંઈ ગુનો છે ? “મુંહ કા પાન’ ગાલી દે તોય વાંધો નહીં. બીજો કોઈ ગાલી દે તો જોઈ લઉં, લે ત્યારે એ લોકોને કેટલી કિંમત છે ? (૧૧૧) (૬) સામાની ભૂલ કાઢવાની ટેવ ! પ્રશ્નકર્તા : ભૂલ કાઢીએ તો ખરાબ લાગે એને અને ના કાઢે તો ય ખરાબ લાગે. દાદાશ્રી : ના, ના, ના, ખરાબ ના લાગે. આપણે ભૂલ ના કાઢીએ, તો

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61