Book Title: Pati Patni No Divya Vyavahar Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 16
________________ ૧૭ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ઝઘડો કરે તો ઝઘડો કરવાની જગ્યા હોય તો મારી જ નાખેને આ લોકો ! ' અરે, નહીં તો જોડે જોડે બેગો મૂકેલી હોયને તોય કહેશે, ‘ઉઠાવી લે તું તારી બેગ અહીંથી'. અલ્યા મૂઆ, પૈણેલો છું, આ શાદી કરી છે, એક છો કે નહીં ?! અને પાછો લખે શું ? અધાંગિની લખે. મૂઆ, કઈ જાતના છો તે આ ?! હા, ત્યારે મુઆ અધાંગિની શું કરવા લખે છે ? એમાં અર્થે અંગ નહીં આ બેગમાં ! આપણે કોની મશ્કરી કરીએ છીએ પુરુષોની કે સ્ત્રીઓની ? એવું કહેને, અધાંગિની નથી કહેતાં ?! પ્રશ્નકર્તા : કહે ને ! દાદાશ્રી : અને આમ ફરી જાય પાછાં. સ્ત્રીઓ ડખલ નહીં કરે. સ્ત્રીઓની બેગમાં જો કદી આપણા ધોતિયાં મૂક્યાં હોયને, તો ડખલ નહીં કરે અને આ તો બહુ એને અહંકાર. આમ આંકડો જ ઊંચો ને ઊંચો, વીંછીની પેઠ, જરાક મારે તો ડંખ મારી દે હડહડાટ. આ તો મારી વીતી બોલું છું હું છે. આ મારી આપવીતી બોલું છું. એટલે તમને બધાને પોતાને સમજણ પડે કે આમને વીતેલી આવી હશે. તમે એમ ને એમ સીધી રીતે કબૂલ કરો નહીં, એ તો હું કબૂલ કરી દઉં. પ્રશ્નકર્તા : આપ બોલો એટલે બધાને પોતાનો પાછો ખ્યાલ આવી જાય ને કબૂલ કરે. દાદાશ્રી : ના, પણ તમે કબૂલ ના કરો પણ હું તો કબૂલ કરી દઉં કે મારી વીતેલી છે, આપવીતી નહીં વીતેલી ? અરે, મારે ડંખ તે કેવો ડંખ મારે, તું તારે ઘેર જતી રહેજે, કહે છે. અલ્યા મૂઆ, જતી રહે તો તારી શી દશા થાય ? એ તો આ કર્મથી બંધાયેલી છે. ક્યાં જાય બિચારી ? પણ બોલું છું તે નકામું નહીં જાય, આ એના હાર્ટ ઉપર ડાઘ પડશે, પછી એ ડાઘ તારી ઉપર પડશે મૂઓ. આ કર્મો ભોગવવા પડશે. એ તો એમ જાણે કે કંઈ જવાની છે હવે ?! આવું ના બોલાય. અને એવું બોલતા હોય તો એ ભૂલ જ કહેવાયને ! થોડા ઘણાં તો ટોણાં મારેલાં કે નહીં મારેલાં બધાએ ? પ્રશ્નકર્તા : હા, મારેલા, બધાએ મારેલાં. એમાં અપવાદ ના હોય. ઓછું-વધતું હોય પ્રમાણ, પણ અપવાદ ના હોય. પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર દાદાશ્રી : એટલે આવું છે બધું. હવે આ બધાને ડાહ્યા બનાવવાના બોલો હવે. આ શી રીતે ડાહ્યા થાય ?! જો ઢેડફજેતો, ઢેડફજેતો ! મોઢાં પર દિવેલ ફરી વળેલાં છે ! સરસ સરસ દુધપાક ને સારી સારી રસોઈ જમે છે તો ય મોઢાં પર દિવેલ પીધું હોયને એવા ને એવાં દેખાય છે. દિવેલા તો મોઘું થયું છે તે ક્યાંથી લાવીને પીવું? આ તો એમ ને એમ જ મોઢાં પર દિવેલ ફરી વળે છે ! (૫૪) પ્રશ્નકર્તા : ઘરમાં મતભેદ દૂર કરવા શું કરવું ? દાદાશ્રી : મતભેદ શેના પડે છે એ તપાસ કરવી પહેલી. કોઈ દા'ડો એવો મતભેદ પડે છે કે એક છોકરો ને એક છોડી હોય, તો પછી બે છોકરા નથી એનો મતભેદ પડે છે ? પ્રશ્નકર્તા : ના. આમ તો નાની નાની વાતમાં મતભેદ થાય. દાદાશ્રી : અરે, આ નાની વાતમાં તો, એ તો ઈગોઇઝમ છે. એટલે એ બોલે ને આમ છે, ત્યારે કહેવું, ‘બરોબર છે'. એમ કહીએ એટલે પછી કશુંય નહીં પાછું. પણ આપણે ત્યાં આપણી અક્કલ ઊભી કરીએ છીએ. અક્કલે અક્કલ લઢે એટલે મતભેદ થાય. પ્રશ્નકર્તા: ‘એ બરાબર છે એવું મોઢેથી બોલવા માટે શું કરવું જોઈએ? એ બોલાતું નથી, એ અલ્મ કેવી રીતે દૂર કરવો ? દાદાશ્રી : એ હવે બોલાય નહીં પાછું, ખરું કહે છે. એ થોડા દા'ડા પ્રેક્ટિસ લેવી પડે. આ કહું છું ને એ ઉપાય કરવા માટે થોડા દા'ડા પ્રેક્ટિસ લો ને ! પછી એ ફીટ થઈ જશે, એકદમ નહીં થાય. પ્રશ્નકર્તા : મતભેદ કેમ પડે છે, એનું કારણ શું? દાદાશ્રી : મતભેદ પડે એટલે પેલો જાણે કે હું અક્કલવાળો અને પેલી જાણે હું અક્કલવાળી. અક્કલના કોથળા આવ્યા ! વેચવા જઈએ તો ચાર આના આવે નહીં, અક્કલના બારદાન કહેવાય છે એને. એના કરતાં આપણે ડાહ્યા થઈ જઈએ, એની અક્કલને આપણે જોયા કરીએ કે ઓહોહો... કેવી અક્કલવાળી છે ! તો એ ય ટાઢી પડી જાય પછી. પણ આપણે ય અક્કલવાળા અને એ ય અક્કલવાળી, અક્કલ જ જ્યાં લડવા માંડી ત્યાં શું

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61