Book Title: Pati Patni No Divya Vyavahar Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 15
________________ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર એકલાને થાય છે એવું નથી. જેટલાંએ શાદી કરી, તેને ‘પ્રોબ્લેમ’ ઊભા થયા વગર રહે નહીં. વહુની જોડે મતભેદ પડતો હોય મૂઆને ! જેની જોડે... ડબલ બેડ હોય છે કે એક પથારી હોય છે ? પ્રશ્નકર્તા : ના, માફ કરજો. એક જ હોય છે. દાદાશ્રી : તો પછી એની જોડે આ ઝઘડા થાય તો રાતે લાત મારે ત્યારે શું કરીએ ? પ્રશ્નકર્તા: નીચે. દાદાશ્રી : તો એની જોડે એકતા રાખવાની. ‘વાઈફ’ જોડે પણ મતભેદ થાય ત્યાં ય એકતા ના રહે તો પછી બીજે ક્યાં રાખવાની ? એકતા એટલે શું કે ક્યારેય મતભેદ ના પડે ! આ એક જણ જોડે નક્કી કરવું કે તમારે ને મારે મતભેદ ના પડે, એટલી એકતા કરવી જોઈએ. એવી એકતા કરી છે. તમે ? પ્રશ્નકર્તા ઃ આવું કોઈ દહાડો વિચારેલું નહીં. આ પહેલી વાર વિચારું છું. દાદાશ્રી : હા, તે વિચારવું પડશે ને ? ભગવાન કેટલા વિચાર કરી કરીને મોક્ષે ગયા ! વાતચીત કરીને ! કંઈ ખુલાસા થશે આમાં. આ તો જોગ બેઠો છે તે ભેગા થયા, નહીં તો ભેગા થવાય નહીં આ તો !! એટલે કશી વાતચીત કરોને ! એમાં વાંધો શો ? આપણે બધા એક જ છીએ. તમને જુદાઈ લાગે છે આ બધી, કારણ કે ભેદબુદ્ધિથી માણસને જુદું લાગે. બાકી બધું છે એક જ. માણસને ભેદબુદ્ધિ હોયને ! વાઈફ જોડે તો ભેદબુદ્ધિ નથી હોતીને ? પ્રશ્નકર્તા : હા, એ જ થઈ જાય છે ! દાદાશ્રી : આ વાઈફની જોડે ભેદ કોણ પાડે છે ? બુદ્ધિ જ ! બૈરી ને એનો ધણી બેઉ પાડોશી જોડે લઢે ત્યારે કેવાં અભેદ થઈને લઢે છે ? બેઉ જણ આમ હાથ કરીને કે તમે આવાં ને તમે તેવાં. બેઉ જણ આમ હાથ કરે. એટલે આપણે જાણીએ કે ઓહોહો ! આ બેમાં આટલી બધી ૧૬ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર એકતા !! આ કોર્પોરેશન અભેદ છે, એવું આપણને લાગે. અને પછી ઘરમાં પેસીને બેઉ વઢે ત્યારે શું કહેશે ? ઘેર પેલા વઢે કે ના વઢે ? કો'ક દહાડો તો વઢે ને ? એ કોર્પોરેશન માંહ્યોમાંહીં જ્યારે ઝઘડે ને, ‘તું આવી ને તમે આવા, તું આવી ને તમે આવા.’ ...પછી ઘરમાં જામેને ! ત્યારે તો કહે, ‘તું જતી રહે, અહીંથી ઘેર જતી રહે, મારે જોઈએ જ નહીં ! હવે આ અણસમજણ નહીં ? તમને કેમ લાગે છે ? તે અભેદ હતાં તે તૂટી ગયા અને ભેદ ઉત્પન્ન થયો. એટલે વાઈફ જોડે ય ‘મારી-તારી' થઈ જાય. ‘તું આવી છું ને તું આવી છું !” ત્યારે એ કહેશે, ‘તમે ક્યાં પાંસરા છો ?” એટલે ઘરમાં ય હું ને તું થઈ જાય. ‘ને તું, ને તું, હું ને તું', તે પહેલાં. અમે હતાં, અમે બે એક છીએ, અમે આમ છીએ, અમે તેમ છીએ. અમારું જ છે આ. તેનું ‘હું ને તું’ થયા ! હવે હું તને તું થયા એટલે હુંસાતુંસી થાય. એ હુંસાતુંસી પછી ક્યાં પહોંચે ? ઠેઠ હલદીઘાટીની લડાઈ શરૂ થઈ જાય. સર્વ વિનાશને નોતરવાનું સાધન એ હુંસાતુસી ! એટલે હુંસાતુંસી તો કોઈની જોડે થવા ના (૫૧) રોજ “મારી વાઈફ, મારી વાઈફ’ કહીએ અને એક દહાડો વાઈફે છે તે, પોતાનાં કપડાં ધણીની બેગમાં મૂકી દીધાં. બીજે દિવસે ધણી શું કહે ? મારી બેગમાં તેં સાડીઓ મુકી જ કેમ ?!” આ આબરૂદારના છોકરા ! એની સાડીઓ આને ખઈ ગઈ ! પણ એનું પોતાનું જુદું અસ્તિત્વ છે ને ! એટલે વાઈફ અને હસબન્ડ એ તો બિઝનેસને લઈને એક થયા. કોન્ટ્રાક્ટ છે એ. એ જુદું અસ્તિત્વ કંઈ છૂટી જાય ? અસ્તિત્વ જુદું જ રહે છે. ‘મારી પેટીમાં સાડીઓ કેમ મૂકે છે” એવું કહે કે ના કહે ? પ્રશ્નકર્તા : કહે, કહે. (૫૨) દાદાશ્રી : આ તો કકળાટ કરે કે મારી બેગમાં તારી સાડીઓ મૂકી જ કેમ ? એટલે બઈ કહેશે, “કો'ક દહાડો એની બેગમાં હાથ ઘાલીએ તો આવું ને આવું ગોટાળા વાળે છે. બળ્યો, આ ધણી ખોળવામાં મને ભૂલચૂક થઈ ગઈ લાગે છે. આવો ધણી ક્યાંથી મળ્યો ?” પણ હવે શું કરે ? ખીલે બંધાયું ! મેરી” હોય તો જતી રહે બીજે દહાડે, પણ ઈન્ડિયન શી રીતે જતી રહે ? ખીલે બંધાયેલા !! ઝઘડો કરવાની જગ્યા જ નથી, સ્પેસ જ નથી એવી ત્યાં દેવી.

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61