Book Title: Pati Patni No Divya Vyavahar Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 17
________________ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર થાય તે ?! ૧૯ (૫૬) તમારે મતભેદ વધારે પડે કે એમને વધારે પડે છે ? પ્રશ્નકર્તા : એમને વધારે પડે છે. દાદાશ્રી : ઓહોહો ! મતભેદ એટલે શું ? મતભેદનો અર્થ તમને સમજાવું. આ દોર ખેંચવાની રમત હોય છેને, તે જોયેલી તમે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : બે-ચાર જણ આ બાજુ ખેંચે, બે-ચાર જણ પેલી બાજુ ખેંચે. મતભેદ એટલે દોર ખેંચવો. એટલે આપણે જોઈ લેવું કે આ ઘેર બેન ખૂબ જોરથી ખેંચે છે અને આપણે જોરથી ખેંચીશું, બેઉ જણ ખેંચીએ તો પછી શું જાય ? પ્રશ્નકર્તા ઃ તૂટી જાય. દાદાશ્રી : અને તૂટી જાય તો ગાંઠ વાળવી પડે. તો ગાંઠ વાળીને પછી ચલાવવું, એનાં કરતાં આખી રાખીએ એ શું ખોટું ? એટલે બહુ ખેંચેને, એટલે આપણે મૂકી દેવું. પ્રશ્નકર્તા : પણ બેમાંથી મૂકે કોણ ? દાદાશ્રી : સમજણવાળો, જેને અક્કલ વધારે હોય તે મૂકે અને ઓછી અક્કલવાળો ખેંચ્યા વગર રહે જ નહીં ! એટલે આપણે અક્કલવાળાએ મૂકી દેવું. મૂકી દેવું તે પાછું એકદમ નહીં છોડી દેવું. એકદમ છોડી દેને તો પડી જાય પેલું. એટલે ધીમે ધીમે ધીમે ધીમે મૂકવાનું. એટલે મારી જોડે કોઈ ખેંચ કરેને તો ધીમે ધીમે છોડી દઉં, નહીં તો પડી જાય બિચારો. હવે તમે આ છોડી દેશો આવું ? હવે છોડી દેતાં આવડશે ? છોડી દેશોને ? છોડી દો, નહીં તો પછી ગાંઠ વાળીને ચલાવવું પડે દોરડું. રોજ રોજ ગાંઠો વાળવી એ સારું દેખાય ? પાછું ગાંઠ તો વાળવી જ પડેને ! દોરડું તો પાછું ચલાવવું જ પડે ને ! તમને કેમ લાગે છે ? (૬૦) ઘરમાં મતભેદ થતો હશે ? એક અંશે ય ના થવો જોઈએ !! ઘરમાં જો મતભેદ થાય તો યુ આર અનફીટ ફોર, જો હસબન્ડ આવું કરે એ અનફીટ ફોર હસબન્ડ અને વાઈફ આવું કરે તો અનફીટ ફોર વાઈફ. પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર પ્રશ્નકર્તા : પતિ-પત્નીના ઝઘડાંથી છોકરાં પર શું અસર થાય ? દાદાશ્રી : ઓહોહો ! બહુ ખરાબ અસર થાય. આવડો નાનો બાબો હોયને, તે ય એમ જોયા કરે. આ પપ્પો બહુ બોલ બોલ કરે છે મારી મમ્મી જોડે. પપ્પો જ ખરાબ છે. પણ મોંઢે બોલે નહીં. એ જાણે કે બોલીશ તો મારશે મને. મનમાં નોંધ આ, નોટેડ ઇટસ કન્ટેન્ટસ. પણ ઘરમાં આવું તોફાન જુએ પછી મનમાં રાખી મેલે. ‘મોટો થઈશ એટલે પપ્પાને આપીશ !' નક્કી કરે આપણા હારુ અત્યારથી. પછી એ મોટો થાય એટલે આપે ! ‘એવું મારવા હારુ મેં તમને મોટાં કર્યા ?!’ ‘તો તમને કોણે મોટાં કર્યા હતા ?” કહેશે. ‘અલ્યા, ત્યાં સુધી, મારાં બાપા સુધી પહોંચ્યો ?” ત્યારે કહે, ‘તમારાં દાદા સુધી પહોંચીશ.’ આપણે સ્કોપ આપ્યો ત્યારે ને ?! એવી ગાંઠ વાળવા દઈએ તો આપણી જ ભૂલ છે ને ! ઘરમાં વઢીએ શું કરવા ? એને વઢીએ જ નહીં એટલે બાબો જુએ કે આ કહેવું પડે, પપ્પા કેટલા સારાં છે ! (૬૧) ૨૦ છોકરાઓ, પરણવાનું કેમ ના પાડો છો ? મેં એમને પૂછ્યું કે, શું છે તમને હરકત, તે મને કહોને ? કે સ્ત્રી તમને ગમતી જ નથી કે સ્ત્રી જોડે, તમે પુરુષ નથી કે શું છે હકીકત, વાસ્તવિકતા ? મને કહો. ત્યારે કહે, ‘ના, અમારે લગ્ન નથી કરવું.’ મેં કહ્યું, કેમ ? ત્યારે કહે, ‘લગ્નમાં સુખ છે નહીં એવું અમે જોઈ લીધું છે.’ મેં કહ્યું, ‘હજુ ઉંમરનાં નથી થયા, પૈણ્યા વગર તને શી રીતે ખબર પડી, અનુભવ થયો ?” ત્યારે કહે, ‘અમારા મા-બાપનું સુખ(!) અમે જોતાં આવ્યા છીએ.' એટલે અમે જાણી ગયા આ લોકોનું સુખ ! આ લોકોને જ સુખ નથી તો આપણે પૈણીશું તો આપણે વધારે દુઃખી થઈશું. એટલે એવું બને ખરું ? (૬૪) એવું છે ને, અત્યારે હું કહું કે ભઈ, અત્યારે બહાર અંધારું થઈ ગયું છે. ત્યારે આ ભઈ કહે, ના, અજવાળું છે. ત્યારે હું કહું કે ભઈ, હું તમને રીક્વેસ્ટ (વિનંતી) કરું, વિનંતી કરું છું તમે ફરી જુઓને ! ત્યારે કહે, ‘ના, અજવાળું છે.' એટલે હું જાણું કે આમને જેવું દેખાય છે એવું બોલે છે. માણસની દ્રષ્ટિની બહાર આગળ દ્રષ્ટિ જઈ શકે નહીં. એટલે પછી હું એને કહી દઉં કે તમારા વ્યૂપોઈન્ટથી તમે બરાબર જ છો. હવે બીજું મારું કામ હોય તો કહો. એટલું જ કહ્યું, ‘યસ, યુ આર કરેક્ટ બાય યોર વ્યૂપોઈન્ટ !' (હા, તમે તમારા દ્રષ્ટિબિંદુથી સાચા છો.) કહીને, હું આગળ ચાલવા માંડું.

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61