________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫) ખેતરપાળ (નાગદેવ) આ દેવનું સ્થાન દરેક દિવાસી પાના ખેતરમાં ઉભું કરે છે. માટીના નાના નાના કોઈ પણ પ્રકારના આકાર બનાવી એને મહુડા સીસમ કે અન્ય ઝાડના થડ પાસે મૂકવામાં આવે છે. શ્રાવણ સુદ પાંચમને દિવસે ખેતરપાળની ‘નાગદેવ તરીકે પૂજા કરવામાં આવે છે. આ દેવ ખેતરના રખેવાળ તરીકે હોય છે. એ ખેતરમાં પડેલા જીવ જંતુ ઉંદર વગેરે પ્રાણીઓને શિકાર કરી ખેડૂતનું વાવેલું અનાજ બચાવે છે. દર વરસે પ્રથમ વરસાદ થાય ત્યારે અને રોપણી તથા વાવણીના સમયે ખેતરપાળના સ્થાનકે ચેખા રાંધવામાં આવે, નાળિયેર-સીંદૂરથી એની પૂજા કરવામાં આવે, પછી જ ખેતીનાં કામ શરૂ થાય છે.
(૬) કણસરી (નહેરી) દેવીઃ આ દેવીની પૂજા ખેતીમાં વધુ અનાજ ઊગે એ માટે થાય છે. દેવીનું સ્થાન આદિવાસીઓ પિત-પિતાને ખેતરમાં રાખે છે. અનાજના લેટમાંથી નાના-મોટા આકારની મૂર્તિ બનાવી ખળીમાં પધરાવે છે. અનાજનાં કણસલાં કે કૂંડાં પરથી કણસરી” શબ્દ બને છે. ખેતરમાં પાક તૈયાર થાય એટલે ભગતને બોલાવીને આગલા વર્ષની કનડેરી દેવીનું વિસર્જન કરી નવી મતિઓ પધરાવે છે. એ વખતે મરઘાને બલિ ચડાવે છે. જેટલા પ્રકારનું અનાજ પાળ્યું હોય તે બધાંમાંથી થોડું થે લઈને ખેતરમાં જ રાંધે છે અને સંગલિહાલાઓને બેલાવીને જમણ આપે છે. આ દેવીની સ્થાપના ખળીની પાસે થયા પછી ખળીમાં જવાને મુખ્ય માર્ગ છે તે માર્ગ પર નજીકમાં આવતા ઝાડ સાથે ઘાસનું દેવું બધિવામાં આવે છે. દેરડાની વચ્ચે માટીને ઘડો બાંધવામાં આવે છે. એમાં સાત ધાન (સાત પ્રકારનું અનાજ) અને ઉપર નાળિયેર મૂકવામાં આવે છે. રસ્તા પર રાખથી ત્રણ પટ્ટા પાડે છે, જેથી ભૂત-પલીત-કણુ વગેરે રાત્રે આવીને પાકેલું અનાજ ભરખી ન જાય. કણસરી દેવી ખેતીના પાકનું રક્ષણ કરે છે તેથી ખૂબ શ્રદ્ધાપૂર્વક એની પૂજા થાય છે.
(૭) બાળ દેવ (બાળકના દેવ): આ દેવનું મુખ્ય સ્થાન પારડી ગામમાં પારડી કૅલેજ પાસે આવેલું છે. બીજાં નાનાં મોટાં સ્થાને આશરે ૬ થી ૭ જેટલાં છે. પારડીના દેવ સમગ્ર તાલુકામાં પ્રખ્યાત છે. દરેક રવિવાર અને ગુરુવારે આ સ્થળે અસંખ્ય શ્રદ્ધાળુ લેકે આવે છે. જે સ્ત્રીને બાળકના જન્મ પછી બાળક મરી જતાં હોય, બીજા કારણસર બાળકને જન્મ થતું ન હોય તે આ દેવની બાધા રાખવામાં આવે છે. એ ઉપરાંત સ્ત્રી કે બાળક નજરાઈ જાય, એમના ઉપર કોઈ ભૂત-પિશાચ કે ડાકણની નજર પડે, સખત માંગી અને કે શરીરને વિકાસ ન થાય ત્યારે પણ આ દેવની બાધા રાખવામાં આવે છે. આ દેવના સ્થાનકે ભગત અથવા ભગતાણી બેસે છે. એ દઈને ધુણાબે, દાણા આપે અને વનસ્પતિની દવા આપે. આ દેવ પ્રત્યે આદિવાસીઓ સિવાયના સવર્ણો પણ શ્રદ્ધા રાખે છે, એના પૂજાવિધિના નિયમોનું પાલન કરે છે..
(૮) હનુમાનદેવઃ આ દેવનું સ્થાન બાયાદેવી(રામ-લક્ષ્મણ-સીતાજીના મંદિરની સાથે હેય છે, પરંતુ એ સિવાય લગભગ દરેક ગામમાં હનુમાનદેવની મૂર્તિ હોય છે. તાલુકામાં આશરે ૬૫ થી વધુ હનુમાનદેવનાં સ્થાનક છે તેમાં પારડી ગામમાં ડુંગરી ફળિયા ખાતે મોટા હનુમાનદેવનું મંદિર ટેકરી ઉપર આવેલું છે. હનુમાન -જયંતી વખતે તેમજ દર શનિવારે લોકે હનુમાનદેવને તેલ અડદ અને સીંદુર ચડાવે છે તથા નાળિયેર વધે છે. કેટલાક ગામોમાં પથ્થરના આકાર વગરના દેવની સ્થાપના પણ લેએ કરેલી છે. ખાસ કરીને બીજા દેવ-દેવીઓની બાધા માનતા કે પૂજાવિધિ પછી પણ દુઃખ
ન મટે ત્યારે ભગતને માધ્યમ બનાવી હનુમાનદેવને રીઝવવા એની બાધા રાખવામાં આવે છે. હનુમાનદેવ આદિવાસીઓને રક્ષા દેવ ગણાય છે. જાન્યુઆરી/
પથિક
For Private and Personal Use Only