Book Title: Pathik 1991 Vol 31 Ank 04
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સવાબાઈ અથવા શીતળામાતાની માટીની મૂર્તિ બનાવવામાં આવે છે તેના પર ટીંડોરાંના વેલા ચડાવવામાં આવે છે. કેટલાંક લીમડાનાં પાન પણ ચડાવે છે, કારણ કે બાળકને જયારે શીતળા આવે છે ત્યારે ટીંડાંને રસ અને લીમડાનાં પાનને ઉપયોગ કરવામાં આવે છે. બળિયા બાપા નમી જાય એટલે શરીર ઉપર હળદર લગાડવામાં આવે છે. દેવીની અનેક બાધા રાખવામાં આવે છે. બાધા મૂકવા કે મંદિર જાય છે ત્યાં નૈવેધમાં કેસ કાગળ, ભૂરા (વાદળા) દોરા, હળદર ગાંઠ, નાળિયેર તચા કંકુ ચડાવે છે, સાત ધાન (સાત પ્રકારનું અનાજ) સુરણ ટીંડેર આદુ વગેરે પણ ચડાવવામાં આવે છે. આ રોગને ભેગ બનનાર બાળક કે મોટી ઉંમરની વ્યક્તિ' છેકટરની દવાને જરા પણ ઉપયોગ કરતાં નથી. ભગત ભગતાણી પાસે શીતળાના દાણા જેવડાવવામાં આવે છે અને એમની સૂચના મુજબ બાધા રાખવામાં આવે છે. જરૂર જણાય તે મરઘાને બલિ પણ ચડાવે છે. (૩) બાયાદેવી : આ દેવીનું મુખ્ય મંદિર ધરમપુર તાલુકામાં વિરવલ ગામમાં છે. એના મુખ્ય પૂજારી (ભગત) દિતિયા બાપા એક વૃદ્ધ આદિવાસી હતા. આ દિતિયા બાપા પણ બાયાદેવીને રીઝવવા માટેના માધ્યમરૂપે પૂજતા હતા તેથી આદિવાસીઓ પ્રથમ પૂજા દર્શન વગેરે વિતિયા બાપાના સ્થાનકનાં કરે છે, ત્યારપછી બાયાદેવીને પૂજે છે. પારડી તાલુકામાં બાયાદેવીનાં નાનાં મોટાં ગાશરે ૨૦ જેટલાં મંદિર છે તેમાં પરવાસા ગામમાં મુખ્ય મંદિર છે. બાયાદેવીનાં મંદિરમાં રાતહમણ-સીતા અને હનુમાનજીની મૂર્તિ હોય છે. આ પ્રકારની મૂર્તિવાળાં મંદિરનાં સ્થાનકને બાયાદેવી' શા માટે કહેવામાં આવે છે એની ઢોઈને માહિતી નથી. આ દેવીની પૂજા કાર્તિક સુદિ અગિયારસ તથા રામનવમી ગૌત્ર કૃદિ નોમ)ને દિવસે ખાસ થાય છે. આ દિવસે દરમ્યાન મેળો ભરાય છે અને નૈવેદ્ય ધરાવાય છે. પહેલી વેવમાં ભરવાને બલિ ચડાવવામાં આવતે, પણ હવે લેડા મંદિરમાં નાળિયેર ચડાવે છે અને ઘેર જઈને મર વધેરે છે. મેળા દરમ્યાન રામાયણ ભાગવત અને નાની મોટી કથાનું આયોજન કરવામાં આવે છે. (૪) પાદરવી : આ દેવીનાં સ્થાન દરેક ગામમાં એક કરતાં વધુ જગ્યાએ એક જ ગામમાં હેય છે. આ દેવીનું મંદિર નથી, પરંતુ પથ્થર કે લાકડામાંથી દેવી બનાવીને દરેક ગામને પાદરે પધરાવેલ હોય છે. આ દેવી ગામના રક્ષક તરીકે હેાય છે. ગામમાં દુશ્મન ન આવે. રોગચાળે ન આવે કે કુદરતી આફત ન આવે એ માટે આ દેવી પૂજાય છે. એનાં પૂજા નૈવેદ્ય વગેરેને વિધિ કાઈ પણ સારા દિવસે થાય છે, ગામના કોઈ પણ સામુહિક કાર્ય વખતે પાદરેદેવીને પૂજવામાં આવે છે. આ દેવીથી જ્યારે ગામનું રક્ષણ ન થાય અને કોઈક ભયંકર રાગ ગામમાં લાગુ પડી જાય તે એક વિશિષ્ટ પ્રકારની વિધિ બધા દેવોને રીઝવવાના થાય છે. એ છે “દેવીને ભાર ઉતાર” આ વિધિમાં દેવીની પ્રતીકાત્મક મૂર્તિ બનાવી અને લાકડાના રથમ સ્થાપવામાં આવે છે, જેને દેવાને, થ' કહેવામાં આવે છે. ગામનાં બધાં લેકે પિતાનાં વાજિત્રે લઈને ભેગાં થાય, દરેક પિતાને ઘેરથી અનાજ મરવું બકરું ફળ નાળિયેર વગેરે ગમે તે એક-બે વસ્તુ સાથે લઈને આવે અને ગામના મુખ્ય માર્ગોથા સ્ત્રી-પુરુષ-બાળ નાચતાં કુદતા, વાજિંત્ર વગાડતાં દેવીને રથને લઈને ગામથી દૂર નદી કે કાતર સુધી જાય, ત્યાં જે કાંઈ સાથે લાવ્યાં હોય તે દેવીને બલિ તરીકે ચડાવે, રસોઈ બનાવે. અને સાથે બેસીને જમે. દેવીના રથને ત્યાં જ મુકી આવે, પછી ઘેર પાછા જાવ. આમ દેવીને રથ કાહવાથી ગામ પવિત્ર થયું ગણાય. ન્યુઆરી/૧૯૯૧ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36