Book Title: Pathik 1991 Vol 31 Ank 04
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લાંબાઈ માતાજી શ્રી. વીરભદ્રસિંલ સોલકી બલાંબાઈ માતાજીનું સ્થાનક સાંગોલ ગામની હદમાં આવેલું હતું. આ સ્થાનક મહી નદીના કિનારા ઉપર ઘણાં વર્ષોથી ઊભું હતું, પરંતુ હાલમાં “વણાકબેરી થર્મલ પાવર સ્ટેશન” થયું તેને માટે જોઈતી જમીનમાં આ જગ્યા પણ સંપાદિત કરી લેવામાં આવી તેથી હવે ગામલેકે આ સ્થાનક જેના માટે મહત્તવનું હતું તે ઠારોના સાથ-સહકારથી બીજી જગ્યાએ બતાવી રહ્યા છે. આ બનાવથી “લાંબઈ માતાજીના સ્થાનકનો એતિહાસિક પ્રસંગ યાદ કરવાની તક મળી. સાંગેલ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં સેવાલિયા રેલવે સ્ટેશનેથી ચાર માઈલના અંતરે મહી નદીને કિનારે આવેલું એક નાનું ગામ છે. સાંગેલ ગામની સ્થાપના વિશે એવું કહેવાય છે કે ઈ. સ. ૧૫૦૧ માં જેસંગજી (રાવળા સેલંકી) ઠાકોર અહીં ગાદી સ્થાપી હતી. આ જેસંગજી ગોધરા શાખાના સોલંકીઓની સેજિત્રાની ગાદીના વારસદાર હતા. સેજિત્રાની ગાદી ઈ. સ. ૧૪૮૯ માં મહમૂદ બેગડાએ ભાંગતાં ત્યાંના ઠાર વાગણદેવજી (જેતસંગઝ) તથા એમના ભાઈ સુરાજીએ બહારવટું ખેડી બેગડાને હેરાન-પરેશાન કરી મૂકયો. એ બંને ભાઈઓ તે બહારવટામાં કામ આવ્યા, પરંતુ એમના પુત્રએ લડત ચાલુ રાખી. આખરે થાકીને બેગડાએ સમાધાન કર્યું અને આ સમાધાન થયાથી વાગણદેવજીના મોટા પુત્ર જેસંગજીએ સગિલ વસાવી અહીં ગાદી રથાપી જેસંગજીની ત્રીજી પેઢીએ રતનજી થયા. આ રતનજીના બીજા પુત્ર અગરસંગજી (અગ્રસેન) હતા. રતનજીના મોટા પુત્ર વાવજી ગાદીએ બેઠા હતા. વાઘજી પછી એ એના પુત્ર સબળસંગજી અને પછી એમના પુત્ર અરજણજી સાંગેલની ગાદીએ બેઠા, પરંતુ એ નિર્વ શ રહેવાથી અગરસંગજીના પુત્ર અભેરાજજી ગાદીએ બેઠા. એએને ચાંદાજી સંઘતાનછ અને સુરાજી નામે ત્રણ પુત્રો હતા. દિઈને એક કુંવરીબા હતાં, એનું નામ રાજકુંવરબા હતું, એમનાં લગ્ન ઈ.સ. ૧૬૮૦ (ઈ.સ. ૧૯૨૪)માં ઉદેપુરના મહારાણાને ત્યાં થયાં. આ પ્રસંગે એક ચાર-ચારણી જાચવા (ભાગવા) આવ્યાં. કંઈક અપમાનજનક પ્રસંગ બનતાં ચારણે પિતાની કટારી પેટમાં મારી ત્યાં જ જીવ આપી દી, ચારણી પિતાના પતિ પાછળ સતી થઈ. પતિની ચિતા પર બેસતાં એણે ઠાકોરને શાપ આવ્યો : કાગડા વાસ લેશે નહિ, ભાગોળે શિયાળ બોલશે નહિ, ચારણ જાચશે નહિ.” શાપ સાંભળતાં જ બધા ઠાકરે ગભરાઈ ગયા. એઓ ઉપર ટું સંકટ આવ્યું. “કાગડાવાસ લેશે નહિ અને અર્થ તે કોઈ પુત્ર–સંતાન રહેશે નહિ એ થ, દીકરીના દીકરાને પણ વાસ આપવાને હક્ક હોય છે, એ પણ નહિ રહે એ થયો. ઠાકોર બાઈને પગે પડયા. ઘણી જ કાકલુદી કરી. માફી માગી. દયા કરવા વિનંતી કરી. છેટલી ઘડીએ બાઈને દયા આવી અને શાપનું નિવારણ બતાવ્યું જાઓ, મારા પાર (સ્થાન) તમારા મોટા પુત્રના અને તમારી પુત્રીના મોટા પુત્રના બાળમેવાળા ઉતરાવશો તે તમારી વશ ચાલતો રહેશે. જે વર્ષ પછી આ શાપ નિર્મળ થરો.” જોકે ચાદજી તે અપુત્ર જ મરણ પામ્યા. એમના પછી એમના નાના ભાઈ સુલતાનજીને ગાદીએ બેસાડવામાં આવ્યા. આ પછી ચારણ બાઈ “લાંબાઈના સ્થાનક ઉપર એમના વારસદારો બાળમેવાળ ઉતરાવવા લાગ્યા હતા. આજે ઘણાં વર્ષો પછી પણ સગિલ સેનાપુર(તા, ઠાસરા જી. ખેડા) ધરી ટીંબા(તા. ગોધરા જિ. પંચમહાલ) વેજલપુર(તા. સાવલી, છ, વડોદરા) વગેરે ગામના રાવળજી ઠાકારો પોતાના મોટા પુત્ર અને પુત્રીઓના મોટા પુત્રને બાળમેવાળા આ પારે આવી ઉતરાવે છે, કે, ૧૭, દયાળબાગ રેસાયટી,માંજલપુર, વડોદરા-૩૯૦૦૧૧ ૨૪ જાન્યુઆરી ૧૯૧ : પથિક For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36