________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કચ્છ : ઈતિહાસ અને સંસ્કૃતિ
પરિશિષ્ટ ૨ : સુધારા-વધારા :
પાટીપ પૃ. ૨. આ પહેલાં કચ્છને વિસ્તાર રણસહિત ૪પ ૧૨ ચો. કિ. મી. ગણાત.
બ. જંગી, ખારી રોહર, ભદ્રેસર તથા લખપતનાં જૂનાં બંદરો હજી અસ્તિત્વમાં છે, પણ મહત્વનાં ચાલુ બંદર નથી.
પૃ. ૩. ઈ. સ. ૧૯૮૧ ની વસ્તી-ગણતરી પ્રમાણે કુલ વસ્તી ૧૦,૪૯,૫૮૯, કુલ ગામ ૯૬. તાલુકાવાર ગામની સંખ્યાઃ (1) ભૂજ (ખાવડા સહિત) ૧૩૪, (૨) મુંદ્રા ૬૨, (૩) માંડવી ૯૫. (૪) અબડાસા-૧૬૨, (૫) લખપત-૧૦, (૪) નખત્રાણ-૧૪૧, (૭) રાપર-૧૧૦, (૮) ભચા૩-૮૧, (૯) અંજાર-૮૦,
y, ૫. કચ્છના મેટા રણ(ઉત્તર)માં સુરખાબનગર (અજાયબપક્ષી-કૂલેમિન્ગોની વસાહત) તથા નાના રણપૂર્વ)માં ઘુડખર” (વેડા તથા ગધેડાના મિશ્ર આકારનાં વિચિત્ર પશુ) માટે વિખ્યાત છે.
પૃ. ૧૪. નાની રાયણ ગામેથી માંડવીના છે. પુલિન વસા પુરાતન હડપ્પીય અવશેષો મળ્યા છે. એ ઉપરાંત ત્યાંથી હાલમાં (ઈ. સ. ૧૯૯૦) પુરાતન રાયણ ગામથી થોડે દૂર ગુણિયાસર તથા દેસલપુર (માલી) નામે ગામડાંઓ નજીકમાં આવેલ ટીંબા એ પરથી હડપ્પીય સંસ્કૃતિના અવશે તથા બીજા અવશેષ મહયા છે. ગુણિયા સર પાસેથી પાષાણયુગને “મેગાલિથ એક મળેલ છે અને એવા ત્રણ મેગાવિથ કેરા ગામના પાદરમાં પણ જણાયા છે. નાની રાયણમાંથી વિશેષમાં પ્રાચીન પટરીના નમૂના પણ મળ્યા છે. એક અવશેષમાં કઈ જાનવર પાછળ એક ઘોડેસવાર ભાલા સહિતને આલેખાય છે. બીજામાં એક પક્ષીયુગલ, ત્રીજામાં બે પગ વાળીને બેઠેલા માણસનું ચિત્ર છે. ફૂપાંદડીવાળું માટીનું (પકવેલ) સીલ તથા પકવેલ માટીની અલંકાર બનાવવાની ડાઈ પણ મળેલ છે.
પૃ. ૩૭. શ્રી જેમ્સ બજેસ-કૃત ઈતિહાસમાં પૂઅશ” ઇ. સ. ૧૩૫૦ માં મૃત્યુ પામ્યા હતા અને એની રાણીએ સિંધમાંથી લાખાજીને ઈ. સ. ૧૫૦ માં બેલાવીને પદધિરગઢની ગાદી પર સ્થાપિત કરેલ હતા એમ જણાવેલ છે. જામ લાખાજીથી જામ હમીરજી સુધીના રાજાઓના શાસનકાલનો સમય પણ ઈ. સ. ૧૩૫૦ થી ઈ. સ. ૧૫૪૮ સુધીને બતાવેલ છે.
પૃ. ૫૯. અ. મહમૂદ બેગડાએ નવરાત્ર-ઉત્સવ બંધ કરાવેલ તેથી એક હિંદુ સેવકે એનું ખૂન કર્યું હતું એમ મિરને સિકંદરી' જણાવે છે. એનું મૃત્યુ થોડા માસની બીમારી બાદ અમદાવાદમાં થયેલ એમ શ્રી. શં. હ. દેસાઈના એક લેખમાં જણાવેલ છે, જ્યારે એણે ચાંપનેની જીત (ઈ. સ. ૧૪૮૪) બાદ ચાંપાનેરમાં નવી રાજધાની રાખેલ ત્યાં થયેલ હતું એમ પાવાગઢને ઈતિહાસ જણાવે છે.
બ, મહમૂદ બેગડાના મંત્રી ગદા શાહે આબુ પર તી થકરનું બિંબ કરાવ્યું હતું. ખીમા શાહ દાનેશ્વરી કહેવાત.
ક. ઈ. સ. ૧૪૭૬ માં મહમૂદે દાવર-ઉલ-મુલ્કને ઈસ્લામનો પ્રચાર કરવા માટે સૌરાષ્ટ્ર તથા કચ્છમાં મે કર્યો હતો. એણે એ પ્રદેશના છેડા તથા બીજા રાજપૂતો પર ત્રાસ ગુજાર્યો હતો તેથી ડેડાએએ એને મારી નાખ્યું હતું. ત્યાર પછી એ દાવલશા પીર તરીકે આ પ્રદેશમાં વિખ્યાત બનેલ છે. પરિશિષ્ટ | પથિક
[ ૧૦૫
For Private and Personal Use Only