Book Title: Pathik 1991 Vol 31 Ank 04
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૬ ] પથિક [ કચ્છ : ઇતિહાસ અને સંસ્કૃતિ હ. શ્રી જેમ્સ અરેંસના ઇતિહાસ પ્રમાણે હમીરનું શાસન (ઈ. સ, ૧૫૨૫ થી ૧૫૪૮) લગી અને એના પિતા ભીમજીનું શાસન (ઈ. સ. ૧૫૧૦ થી ૧પરપ સુધી) હોવાનુ જણાવાયું છે, પણુ ‘મુહુણેાત નૈસીની ખ્યાત' મુખ ખેગારજી એમના પિતાના (હમીરજીના) ખૂન વખતે સગીર હતા અને રાવલજીના પિતા લાખાજીએ એમને (ખેંગારજીને) ખસેડીને એમનો (હમીરની) ગર્દી પર સ્થાપિત કર્યા હતા, તેથી હમીરજીનુ... શાસન ઈ. સ. ૧૫૨૫ થી ૧૫૪૮ સુધી હોવાનું શકય નથી, છું. જામ હમીરજીના કારભારી ભૂધર શાહેરાપર મુકામે મહુમુદ બેગડાને મળીને નજરાણું ધર્યું" હતુ. હમીરજીની અનૌરસ પુત્રી ક્રમાબાઈને મહમૂદ બેગડા સાથે પરણાની હતી અને બહુમૂત મેગડો ક્રમાબાઈ તથા એના ભાઈ અલિયાજીને પોતાની સાથે અમદાવાદ લઈ ગયા હતે એમ મિશતે સિક‘દરી’ જણાવે છે. પૃ. ૬ર. . ઈ. સ, ૧૫૨૦-૨૬ ના અરસામાં સિંધના જામ જિતે શાહ હુસૈને હરાવીને નસાડી મૂકી સિંધ ઋજે કરીને મારગણ વશેની ત્યાં સ્થાપના કરી હતી. એણે જામ કાજ કચ્છમાં નાસી આવીને માશ્રય પામેલ તેથી ઝારા પર ચડાઈ કરી હતી. જિ ગુજરાતમાં નાસી ગયા હતા. બ. સિ'ધના અમીરી બાકીમાન તથા ગાજીખાન વચ્ચે વારસા અંગે તકરાર અને યુદ્ધ થયેલ તેમાં રાવ ખેગારજીએ બાકીખાનને મદદ કરેલ. પાછળથી સમાધાન થતાં બાકીખાનને સિ ંધના જે પ્રદેશ મળેલ તેમાંથી રાયમાબજાર'ના પ્રદેશ એણે પ્લે ગાજીને ભેટ આપ્યા હતા. ૪. માર જાનીએ. આરગણુ વંશના છેલ્લા શાસક હતા અને એને ઈ. સ. ૧૫૯૨ ના અરસામાં કમ્બરે હરાવીને સિષ કબજે કર્યુ હતુ. હૈ, ઈ. સ. ૧૫૩૬-૩૭ ના અરસામાં બહાદૂરશાહનું મૃત્યુ થયા બાદ એના ભાઈ લતીફખાનતા પુત્ર મુહમ્મદશાહ ૨ જો ગાદીએ આવ્યા. એનું ખૂન થયા બાદ ઈ. સ. ૧૫૫૩ માં સત્તાધારી અમીરાએ અહમદશાહ ૧ લાના વંશજને ‘અહમદશાહ ૩ જો' નામથી ગાદીએ બેસાડ્યો. એનું ઇ. સ. ૧૫૬૦ માં ખૂન થતાં સત્તાધારી અમીરાએ અહમદશાહ ૧લાના ખીંજા વંશજને ‘મુઝફ્ફરશાહ ૩ જો’ નામથી ગાદીએ બેસાડયો. એ ગુજરાતને છેલ્લા સુલતાન હતા. પૃ. ૬૪. આ, માંડવીમાં શ્રી સરુંદરવર મંદિરમાં ઈ.સ. ૧૬૫૧ ના શિલાલેખ છે તે મુજબ એ મદિરની પ્રતિષ્ઠા માધ સુદિ ૫ ના રાજ માંડવીના મહાજનના સભ્ય શેઃ જોગીદાસ, શેઠ મંગલદાસ તથા જેસર રોઢની હાજરીમાં શ્રીવલ્લભાચાર્યજીના ખીન્ન પુત્ર વિઠ્ઠલનાથજી ગુસાંઈજીના પ્રથમ પુત્ર ગિરિધરજીના ત્રીજા કુમાર ગોસ્વામી ગોપીનાથજી ઉર્ફે દીક્ષિતજી મહારાજ(એ વખતે ઉ. વ. ૧૭)ના હાથે થઈ હતી. ‘પથિક,’ જુલાઈ-ઑગસ્ટ, ઈ.સ. ૧૯૩૭ ના ખાસ અંકમાં ડૅ. હરિપ્રસાદ શાસ્ત્રીને લેખ) ૬. કચ્છમાં જમીનના અઘાટ વેચાણનાં ખતામાં ‘અધાટ હમીરા વાર' લખવાની પ્રથા જામ પુંઅરા'ના સમયમાં હમીર સુમરાએ મદદ કરલ એની યાદમાં ચાલુ થઈ હોવાનુ` કેટલાક ઈતિહાસલેખકે જણાવે છે, પણ આ માન્યતા આધારભૂત નથી. પુંઅરા'ના શાસન વખતે હમીર સુમરાનુ' અસ્તિત્વ નથી. સંભાવના એવી છે કે હમીરજીના ખૂન ખુદ જામરાવલે કચ્છને પ્રદેશ ક્ખજે કર્યા, અને હમીરજીના પુત્ર ખેંગારજીએ હરાવીને છૅ. સ, ૧૫૪૦ ના અરસામાં કચ્છમાંથી તગેડી મૂકેલ અને કચ્છને પ્રદેશ પાછો કબજે કર્યો ત્યારે જૂના વખતથી જમીનના કબજેદારીના માલિકીહક ખેંગારજીએ કબૂલ રાખ્યા ત્યારથી ખતામાં ‘અલાટ હીરા વાર’લખાતું આવતુ એ વધુ સ ંભવિત છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36