Book Title: Pathik 1991 Vol 31 Ank 04
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 1
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્ષ ૩૧ મું અંક ૪ થે સં. ૨૦૪૭ સન ૧૯૯૧ જાન્યુઆરી સ્વ. માનસંગજી બારડ સ્મારક ટ્રસ્ટ - સંચાલિત તંત્રી-મંડળ : પ્ર. કેકા. શાસ્ત્રી હૈ. ના. કે. ભટ્ટ ડે, સૌ. ભારતી બહેન શેલત [ ઇતિહાસ-પુરાતત્ત્વનું એક માત્ર ગુજરાતી માસિક ] આદ્ય તંત્રી : રવ. માનસંગજી બારડ ઇન્દ્રાસમા સમઘશસલ્યધું તપર્યયસ્તુ ચરગ્નિવ ઇવ | બ્રહ્મદ્વિષે કવ્યાદે ઘેરચક્ષસે શ્રેષ ધત્તમનવાર્ય કિમીદિને ! (ઋવેદ. ૭-૧૦૪-૨, અથર્વ, ૮-૪-૨) [હે ઇન્દ્ર અને સોમદેવ ! તમે બંને, પાપકર્મમાં લિપ્ત થયેલા પાપીઓને બરાબર ધિક્કારે. અગ્નિ પર મૂકેલ હાંડીની જેમ અન્યને દુઃખ આપનાર વ્યક્તિને તમે તપાવો. નાસ્તિક, માંસાહારી, કર દિવાળી અને સર્વભક્ષા વ્યક્તિ પર તમે નિરંતર તમારો ખોફભાવ રાખો. ] દુઃખદ અવસાન માત્ર દસ દિવસના ગાળામાં ત્રણ મહાનુભાવ વિદ્વાનોનાં અવસાન ગુજરાતી વિદ્રસમાજને કારમાં ધા આપી ગયાં છે ગુજરાતના અવૈતનિક રંગભૂમિના પ્રાણરૂપ કવિ-સર્જક લેખક અને નાટયલેખક અભિનયનિષ્ણાત ભાઈ જસવંત ઠાકર, ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ અને ઉચ્ચ કોટિના વિવેયક (મીઠીબાઈ કૉલેજ, પાર્લા-મુંબઈના ભૂતપૂર્વ આચાર્ય શ્રી અમૃતલાલ યાજ્ઞિક અને છેલ્લે ગુજરાતી સાહિત્ય પરિષદના ભૂતપૂર્વ પ્રમુખ, અનેક ઍવોર્ડ અને ચંદ્રકાના વિજેતા, શિક્ષણજગતના તો ઉચ્ચ કોટિના શિક્ષણકાર કવિસર્જક લેખક વાદ્ધ આચાર્ય ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ', આ ત્રણ અગ્રિમ કેટિના ગુજરાતી સારસ્વતોને આપણે ગુમાવ્યા છે આ ઘા વર્ષો સુધી ન રુઝાય એવા છે. પરકૃપા ળુ પ્રભુ એમના આત્માને પિતાના ચરણોમાં શાશ્વત શાંતિ આપે એવી પ્રાર્થના. – તંત્રી For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 36