Book Title: Pathik 1991 Vol 31 Ank 04
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટિ ] [ ૧૧૧ ૯૭. આ. કરછ માંડવીના જહાજવાડામાં કચ્છી કારીગરોના હાથે કચ્છના એ વખતના મિકેનિકલ ઈજીનિયર કંસાગ જાદવજી બુદ્ધીની દેખરેખ હેઠળ કરછ રાજ્ય માટે બંધાયેલ સ્ટીમલેન્ચ નામે રંગમતી’ ઈ.સ. ૧૯૩૦ ના અરસામાં બંધાઈ હતી તે વખતે ભારતમાં ભારતીય કારીગરોના હાથે બંધાયેલ એ પહેલી સ્ટીમલેચ હતી. અત્યારે એ મહત્વના પ્રસંગે કામ આપે છે, બ કરછમાં બિદડા(માંડવી તાલુ)માં સાર્વજનિક સંસ્થા તરફથી આંખના તથા અન્ય દરદીનાં નિવારણ તથા સારવાર અર્થે હોસ્પિટલ ચાલે છે. ભારાપર(ભૂજ તાલુકે)માં તથા મસકા(માંડવી તાલુકોમાં ક્ષનિવારણ હરિપટ-સેનિટોરિયમે ઘણાં વર્ષો થયાં સેવા આપે છે. ૯૮ અ. ભૂજમાં શેઠ ડેસાભાઈ લાલચંદ લે કેલેજ તથા શ્રી જે.બી. ઠકકર કોમર્સ કેલેજ ઘણાં વર્ષો થયાં સ્થપાયેલ છે અને વિશેષમાં સરકાર તરફથી પોલિટેકનિક ગયા વરસ (૧૯૯૯)થી. ચાલુ થયેલ છે. ભૂજમાં બીજી ત્રણ હાઈસ્કૂલ તથા શેઠ ડોસાભાઈ લાલચંદ ગર્લ્સ હાઈસ્કૂલ વષો થયાં સેવા આપે છે. બ. ભૂજ ઉપરાંત કંડલા ગાંધીધામથી મુંબઈ માટે એર-સર્વિસનું વિમાન અઠવાડિયામાં અમુક દિવસ માટે અમદાવાદ થઈને જાય છે. એ માટે એરોડ્રોમ અંજાર નજીક ગળપાદર ગામ પાસે આવેલ છે. છે. અંજારમાં શેઠ ધરમસી વલભદાસ હાઈસ્કૂલ ઉપરાંત નગરપાલિકા હાઈસ્કૂલ તથા શ્રીમતી કંકુબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ચાલે છે. વર્ષો પહેલાં અહીં શેઠ ત્રીકમજી જીવણદાસ ઈગ્લશ સ્કૂલ હતી. શેઠ ત્રીકમજી જીવણદાસ જીન પ્રેસ કચ્છમાં જૂની ઇનિંગ ફેક્ટરી છે તથા એક માત્ર જીન પ્રેસ છે. છે. માંડવીમાં જૂની ગે.કે. હાઈરલ ઉપરાંત અન્ય ત્રણ હાઈસ્કૂલે તથા એક આસ સાયન્સ અને કોમર્સ કોલેજ ચાલે છે. આદિપુરમાં તેલાણી પિલિટફીનિક ઉપરાંત સરકારી ઈન્ડસ્ટ્રિયલ ટ્રેઈનિંગ સ્કૂલ ચાલે છે. કેસમાં (ભૂજ તાલુ) જાહેર સંસ્થા તરફથી ઈન્ડસ્ટ્રિયલ ટ્રેઈનિંગ સ્કૂલ ચાલે છે. મુંદ્રામાં હાઈરફલ ઉપરાંત ટ્રેઇનિંગ કોલેજ પશું ચાલે છે. - ફ. કરછમાં ઈ.સ. ૧૯૨૦ થી ૧૯૬૦ દરમ્યાન વિદેશ સાથે બહળે વેપાર-સંબંધ ધરાવનાર જથ્થાબંધ વેપારમાં મુખ્ય અને વિખ્યાત વેપારી તરીકે નામના ધરાવનાર શેઠ કલ્યાણજી ધનજી નામે શાહ સોદાગર થઈ ગયા, એઓ કેડાય(માંડવી)ના વતની હતા. એમની મુખ્ય પેઢી માંડવીમાં હતી. કચ્છમાં બીજાં શહેરમાં શાખાઓ હતી. : ૬. કચ્છના મહાન સપૂતો: (પુરવણી) વધારે કચ્છના જૂના દીવાને પીકી મહત્વના દીવાને: (૧) રતનજી મેનજી મેઢ (૧૮૪૮-૧૮૫૮) તથા (૨) વલભજી લાધા મઢ (૧૮૬૫-૬૬). વિશેષમાં રાયબહાદુર જગજીવન જીવણ મઢ કચ્છના મહાન મુસદ્દી અને વિદ્વાન હતા, જેમાં ઘણું વર્ષ સુધી જેસલમેરના દીવાન-પદે રહેલ હતા. કરછી પ્રજાકીય પરિષદના પ્રમુખો : (1) શેઠ મૂરજી વલ્લભદાસ, (૨) શેઠ લક્ષ્મીદાસ તેરસી, (૩) જનાબ યાકુબ હુસેન, (૪) ડે, બિહારીલાલ અંતાણી, (૫) શ્રી, મહેરઅલી. તથા (૬) ગુલાબશંકર અમૃતલાલ ધોળકિયા. કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ કચ્છમાં ઈ.સ. ૧૯૨૦ના અરસાથી સ્વદેશી તથા રાજકીય પ્રવૃત્તિમાં અગ્ર ભાગ લેનાર અંજારના વતની શ્રી કાંતિપ્ર' : અંતાણી મ. ગાંધીજીના ક૭પ્રવાસ (૧૯૨૫) વખતે એમની સાથે રહેલ હતા. કુછ તો જ દેશવિદેશ, જય જય પુણ્ય પ્રદેશ” (લેખક કૃત “કાંતિની જ્યોત' ગ્રંથમાંથી) For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36