Book Title: Pathik 1991 Vol 31 Ank 04
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ’ગાચિત દેવ-દેવીએ : ૧. ખેાખલીમાતા: આ માતાનું મુખ્ય મંદિર પારડી ગામમાં નગર પંચાયત પાસે છે. આખા તાલુકાના લેકે અહી દર્શન કરવા આવે છે. આ દેવ ઉધરસ-શરદી દૂર કરે છે. એની બાધા લેવાથી ગમે તેટલી મોટી ઉધરસ હાય તાપણુ દૂર થઈ જાય છે એવી માન્યતા છે. વર્ષમાં ગમે ત્યારે એની પૂજા થાય છે. વૈશાખ સુદ ત્રીજ (અખાત્રીજ)ના દિવસે અહી મેળા ભરાય છે. ૨. ટિટિયુ દેવ : પશુઓમાં રાગ ન આવે એના આ ખાસ દે છે, આ દેનું કોઈ નિશ્ચિત સ્થાન નથી, પશુપાલન તથા ખેતી કરનાર ખેડૂતો આ દેવતે માને છે, બળદુને નાથ પહેરાવી પ્રથમ વાર્ ખેતીના કામમાં લેવાની શરૂઆત થાય ત્યારે આ દેવની પૂજા થાય છે. ખેતીમાં કામ આપતાં પશુઓને રાગચાળા લાગુ પડે કે એ મરી જતાં હોય ત્યારે એની બાધા રાખવામાં આવે જ પુરુષા બાવા રાખે ત્યારે વાળ-મૂછ કપાવે છે અને છાણવાળા ભૂમલા (મરેલી માછલી) ખાવામાં આવે છે, ૩. મેલા દેવ (જળદેવી :) આ દેવીનું મુખ્ય સ્થાનક પારડી ગામમાં મુખ્ય બજારમાં ભિલાડવાલા બૅન્કની પાસે છે. એ ઉપરાંત નાનાં-મોટાં સ્થાનક આશરે ૮ થી ૧૦ જેટલા છે. જળદેવી તરીકે દેવીનાં સ્વરૂપમાં અને મેત્રક્ષા દેવ તરીકે દેવનાં સ્વરૂપમાં એની પૂજા થાય છે. આ દેવને ખાસ કરીને દુકાળ પડે, વરસાદ અનિયમિત ખતે ત્યારે પૂજવ:માં ભાવે છે. એની પશુ ખાધા રાખવામાં આવે છે. જે દિ અગિયારસને દિવસે નાળિયેર સી દૂર અને ફુલાવી એની પૂજા કરવામાં આવે છે. જ્યારે વરસાદ બિલકુલ ન પડે ત્યારે લાકડાના પાટલા ઉપર મેહુલા દેવની માટીની મૂર્તિ સ્થાપી ગામમાં ફેરવવામાં આવે છે. આ પાટલા ઊંચકીને ચાલનાર સ્ત્રીઓનાં માથાં પર પાણી રેડવાના રિવાજ છે. મેહુલાને નવડાવી, એની આરાધના કરી રીઝવવાથી વરસાદ પડે છે એવી માન્યતા આદિવાસીઓ ધરાવે છે, આ પ્રસંગે વરસાદનાં લોકગીત પણ ગવાય છે. દા.ત. ‘ઉત્તર વરહે દક્ષિણૢ વરહેા-ચારે દિશરે સેવલા.’ ૪. સાતમુખી માતાઃ આ દેવ-દેવીઓનું સ્થાન માટે ભાગે દરેક આદિવાસી પેતાના ઘરમાં રાખે છે. ઘરના પૂજાસ્થાનમાં નાનું ધેાડિયું બનાવી એમાં સાત દેવીઓની મૂતિ વાળું પંચત્ર મૂકે છે, આ સાત દૈવી આ છે: ૧. અગાસી માતા, ૨. અંબા માતા, ૩. મહાકાળી માતા (મરી માતા), ૪. ભવાની માતા, પ. મહેશ્વરી માતા, ૬. મહાલક્ષ્મી માતા, છ. મેલડી (જોગણી) દેવી. આ પદ્ધતિથી સાત દેવીને એક જ સ્થાને મુકવાનું કારણ એ છે કે આ દરેક દેવીનું મૂળ ભૌગોલિક સ્થાન વલસાડ જિલ્લામાં નથી અને દૂર દૂરના દેવીનાં સ્થાનાએ નિયમિત જઈ શકાય નહિ તેથી લેકે સપ્તમુખી ચિત્ર કે છાપો ğપસાવીને પૂજા-દર્શીન માટે ઘરમાં રાખે છે. ઉપસંહાર ; પારડી તાલુકાનાં ગામેામાં સ્થળતપાસ કરતાં જ!ણ્યું છે કે આદિવાસીનાં પ્રચલિત દેવ-દેવીઓ ઉપરાંત બીજા અનેક નાના મોટા દેવાની પૂજા અહીંની પ્રશ્ન કરે છે. ભગવાન શંકરનાં મંદિર હવે ગામે ગામ બનવા લાગ્યાં છે તેમ જ જુદી જુદી માતાના મંદિરા અને સ્થાન સ્થપાતાં જાય છે. અહીં ! આદિવાસીઓનાં દેવ-દેવીઓ અગે જે વિગતા મેળવવામાં આવી તે ઉપરથી નીચેનાં તારણ નીકળી શકે એમ છે : (1) આ તાલુકાના સમગ્ર આદિવાસી સમાજ ચુસ્ત હિંદુધર્માંના જણાય છે. (૨) હિંદુધર્માંનાં બધાં દેવ-દેવીઓમાં શ્રદ્ધા ધરાવે છે અને જુદા જુદા દેવાની મૂર્તિપૂજામાં પશુ માને છે. (૩) આધુનિક સુધરેલા સમાજ એમનાં પ્રાચીન દેવ-દેવીઓને જુદાં જુદાં નામથી પૂજા થયે છે. દા.ત. ખરમદેવને બ્રહ્મા, ડિરવાદેને ચિવ, મહાલખમીતે મહાલક્ષ્મી વગેરે નામથી પૂજે છે. પથિક જાન્યુઆરી/૧૯૯૧ For Private and Personal Use Only ૧૭

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36