________________
[૪]
અથ શ્રીઅખાત્રીજ વ્યાખ્યાન પ્રારંભઃ
શ્રી ઋષભદેવસ્વામીનો જીવ, સર્વાર્થસિદ્ધ વિમાનથી ચ્યવીને આષાઢ વિદ ચોથને દિવસે નાભિકુલકરની ભાર્યા શ્રીમરુદેવા સ્વામિનીની કૂખે આવી ઉપન્યો. નવ માસ ને ચાર દિવસ ગર્ભમાં રહ્યા. ચૈત્ર વદિ આઠમને દિવસે અર્ક રાત્રિને સમયે ભગવાનનો જન્મ થયો. તે અવસરે ત્રણ લોકમાં ઉદ્યોત થયો, ક્ષણેક વાર નારકીના જીવોને પણ સુખ ઉત્પન્ન થયું. પછી છપ્પન્ન દિક્કુમારિકાનાં આસન કંપ્યાં, તે વારે અવધિજ્ઞાન પ્રયંજી ભગવંતનો જન્મ થયો જાણી તે તે કુમારિકાઓ ત્યાં જન્મસ્થાનકે આવી પોતપોતાનું કર્તવ્ય કરી પાછી સ્વસ્થાનકે ગઈ.
પછી ચોસઠ ઈંદ્રનાં આસન કંપ્યાં, તેમણે પણ અવધિજ્ઞાને કરી ભગવાનનો જન્મ થયો જાણીને એક સૌધર્મેદ્ર વિના બીજા ત્રેસઠ ઈંદ્ર મેરુ પર્વત ઉપર ગયા, અને સૌધર્મેદ્ર જન્મસ્થાનકે આવી માતા પ્રમુખને અવસ્યાપિની નિદ્રા આપી, તિહાં ભગવાનનું પ્રતિબિંબ માતા પાસે મૂકી ભગવાનને બેહુ હાથમાં લઈ મેરુપર્વત પર આવ્યો. તિહાં ચોસઠ ઈંદ્ર મલી સ્નાત્રમહોત્સવ કરી ત્રેસઠ ઈંદ્ર તો ત્યાંથીજ નંદીશ્વર દ્વીપે ગયા, અને સૌધર્મેદ્ર ભગવાનની માતા પાસે બાલકને મૂકી અવસ્વાપિની નિદ્રા તથા પ્રતિબિંબ સંહરી ભગવાનની માતાને તથા ભગવાનને પ્રણામ કરી પછી નંદીશ્વર દ્વીપે ગયો. તિહાં ચોસઠે ઈંદ્ર મલી અઠ્ઠાઈ મહોત્સવ કરી આપ આપણે સ્થાનકે ગયા.
ભગવાનને અંગુઠે ઈંદ્રે અમૃત સંચાર્યું તે ચૂસે, અને માતાનું સ્તનપાન ન કરે, અમૃતજ પીએ. અનુક્રમે પ્રભુનું ઋષભ એવું નામ દીધું. ઈંદ્રે આવી ઈશ્વાકુવંશની સ્થાપના કરી, વીશ લાખ પૂર્વ લગે ભગવાન્ કુમર અવસ્થામાં રહ્યા. ઈંદ્રે વિનીતા નગરી વસાવી આપી. ભગવાનને રાજ્યાભિષેક કર્યો, ત્રેસઠ લાખ પૂર્વ સુધી રાજ્યપદવી ભોગવી ભગવાનની સુનંદા અને સુમંગલા નામે બે રાણી થઈ, તેમના ભરત બાહુબલી પ્રમુખ સો પુત્ર થયા, તથા આદિત્યયશા, સોમયશા પ્રમુખ ઘણા પૌત્ર થયા.
૨૬
Jain Education International 2010_03
For Private & Personal Use Only
અખાત્રીજ
www.jainelibrary.org