Book Title: Paryushanparvadik Parvoni Kathao
Author(s): Amrutkushal Pandit, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 188
________________ ઋદ્ધિ દેખીને આગલ રાજભવનને વિષે સપ્ત ભૂમિના આવાસમાં પ્રવેશ કર્યો. તિહાં દેવાંગના જેવી, રૂપ ગુણે સહિત, એવી ચાર કન્યાઓને દેખીને આશ્ચર્ય સહિત તે ચારે કન્યા પ્રત્યે પૂછતો હતો કે હે ભદ્રાઓ કેમ તમે શૂન્ય નગરમાં રહેલ છો? અને આ કોનું નગર છે? એમ પૂક્યાથી કન્યાઓ બોલી કે હે બુદ્ધિમાનું! આ આનંદપુર નામે પાટણ છે, તેનો નરસિંહ નામે રાજા છે, તેના એક દેવરથ, બીજો દાનવ એવા બે પુત્રો છે, અને એક દેવસુંદરી, બીજી સુરસુંદરી, ત્રીજી રત્નસુંદરી, ચોથી રત્નવતી એ નામે ચાર પુત્રીઓ છે. એમ બે પુત્ર અને ચાર પુત્રીના સ્નેહે કરી સુખે રાજ્ય પાલે છે. એકદા રાજા રવાડીએ ગયા, તિહાં ઉપવનને વિષે રાજાએ એક તાપસને દીઠો. તેને ભોજન કરાવવાને અર્થે ઘેર તેડ્યો, તે પણ આવીને ભોજન કરવા બેઠો છે. તિહાં તે ચારે કુમરીઓ પણ તે તાપસને જોવાને અર્થે આવી. તે કન્યાઓનું રૂપ દેખીને તાપસ કામે કરી વ્યાકુલિત થયો. તેના અંગના આકારને અનુસાર રાજાએ કામ સહિત તાપસને દેખીને સેવકોને કહી પુર થકી બહાર કઢાવ્યો, તોપણ તે તાપસ દુષ્ટ મને કરીને અંતેઉરને વિષે રાત્રિએ આવ્યો. તેને દેખીને રાજાએ કપાટોપે કરી ખગ લઈ તાપસને હણ્યો. તે તાપસ તપને પ્રભાવે કરી પોતાનાં માઠાં કર્મની નિંદાને કરવે કરી સ્માશનને વિષે રાક્ષસ થયો. તે વિભંગણાને કરી પૂર્વલું વૈર સંભારીને બહાં આવી ઘણા પ્રકારના ઉત્પાત કરી નગરના જન પ્રત્યે વ્યાકુલ કરી વલી રાજાને હણીને પોતે રાજભવનને વિષે રહ્યો છે. એનાથી ઉપદ્રવ પામેલા નગરના લોક તે પોતાનાં ઘરોને, ઋદ્ધિ સહિત પડતાં મૂકીને બીજા નગરને વિષે નાસી ગયા છે, માત્ર અમે ચાર બહેનો પ્રત્યે પૂર્વલા અભ્યાસ થકી, આ અંતઃપુરને વિષે રાક્ષસે રાખેલી છે. તે અમે ચારે કન્યાઓ છીએ. એ અમારું તથા નગરનું સ્વરૂપ જે હતું, તે તમારી પાસે કહ્યું. પરંતુ કુમર! તે રાક્ષસ હમણાં બહાર ભક્ષ્યને અર્થે ગયેલો છે, તેને આવવાની વેલા થઇ છે, તોપણ હે સપુરુષ ! અમે ચારે અબલા કન્યાઓને તમારું શરણ છે. અથવા અમારા આ ભવને વિષે સ્વામી પણ તમેજ છો, બીજો કોઈ નથી; પણ હમણાં નગર અધિષ્ઠિત રાક્ષસના ભયથી કેવી રીતે તમને અહીં રાખી શકીએ ? તથાપિ અમે રાક્ષસના ભયે કરી તમને પ્રચ્છન્ન રક્ષાને અર્થે રાખવા સમર્થ છીએ. તો પણ જો તે રાક્ષસ પ્રત્યે વશ કરવાની કલામાં તમે શ્રી પર્યુષણા ૧૭૩ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210