________________
કોઈ મુનિજનો હોય, તેમને ગુરુની તેત્રીશ આશાતના ટાલી નમસ્કાર કરવો. પછી અન્ન, પાણી, ઉપાશ્રય, પથ્ય પ્રમુખ તથા વસ્ત્ર પાત્રાદિકનું દાન સાધુને આપવું. ઈત્યાદિક અનેક પ્રકારે કરીને અવખંભ આપવા. એવી રીતે સાધુની ભક્તિ શ્રીપર્યુષણપર્વને વિષે કરવી. તથા સાધુની વસ્ત્ર, પાત્ર, ઔષધ, રાખ, ડગલા, કાંબલી, કાંબલો, પુસ્તક, સજા, સંથારા પ્રમુખ તથા ઉપધિ સહિત ચેલો, અન્ન, પાણી, સુખડી પ્રમુખ ખાદિમ, તથા મુખવાસ પ્રમુખ સ્વાદિમ, એ ચાર પ્રકારના આહારને દાન કરી ભક્તિ કરવી, તથા સ્તુતિ કરવી, સેવન કરવું, વૈયાવચ્ચ કરવું, એવી ગુરુભક્તિ કરવી. એ રીતે પુર્યષણાપર્વના દિવસોને વિષે જે પ્રાણી સાધુની સેવા, વંદન, ભક્તિ, પર્યાપાસના કરે, તે વૈમાનિકદેવપણું પામે. એ બીજું દ્વાર કહ્યું. રા
હવે કલ્પસૂત્ર સાંભલવાના વિધિનું ત્રીજું દ્વાર કહે છે - તિહાં પ્રથમ કલ્પસૂત્ર સાંભલ્યાનો વિધિ કહેનારા એવા જે ગુરુ, ધર્મના જાણ, પોતે ધર્મના કરનાર, સર્વ કાલે ધર્મને વિષે બીજાને પ્રવર્તાવનારા અને કલ્પસૂત્રના અર્થ કહેનારા એવા ગુણ સહિત જે ગુરુ હોય, તે શુદ્ધોપદેશના દેનારા કહેવાય. એવા કલ્પોપદેશક ગુરુ આગલ વિનયે કરી ધૂપવાસ કરીને ભલી બુદ્ધિએ કરી ગુરુની સન્મુખ દૃષ્ટિ સ્થાપી, એકાગ્રચિત રાખીને ભાવ ભેદ સમજવામાં વિચક્ષણ થયા થકા કલ્પસૂત્ર સાંભલવું. વલી કલ્પસૂત્રના પુસ્તક આગલ વિધિ સહિત મોટે મહોત્સવે કરી રાત્રિએ જાગરણ કરવું. પ્રભાતે મોટે મહોત્સવ કરી ગુરુને હાથે કલ્પસૂત્ર આપીને ભાવે કરી સાંભળવું. એવી રીતે પર્યુષણપર્વને વિષે મહા માંગલિકને નિમિત્તે પાંચ દિવસ પર્યત સાધુ કલ્પસૂત્ર વાંચે, અને શ્રાવક સાંભલે. - હવે એ કલ્પસૂત્રનું માહાભ્ય કહે છે. જેમ શ્રીઅરિહંતની સમાન કોઈ ઉત્કૃષ્ટ દેવ નથી, મુક્તિ થકી બીજું કોઈ ઉત્કૃષ્ટ પરમ પદ નથી, શ્રી શત્રુંજય થકી બીજું કોઈ ઉત્તમ તીર્થ નથી, તેમ કલ્પસૂત્ર થકી બીજું કોઈ ઉત્કૃષ્ટ સૂત્ર નથી. સર્વ પુણ્યમાં ઉત્તમ પુણ્ય, સર્વ શ્રતમાં ઉત્તમ શ્રુત, સર્વ ધ્યાવવા યોગ્ય ધ્યેય પદાર્થમાં ઉત્તમ ધ્યેય પદાર્થ એવું એ શ્રીકલ્પસૂત્ર શ્રીવીતરાગ દેવે સ્વમુખે કહ્યું છે, માટે આચાર તથા તપે કરી કલ્પસૂત્ર સાંભલવું. એ કલ્પસૂત્ર કલ્પવૃક્ષની પેરે સાંભળનારનાં મનોવાંછિત પૂર્ણ કરે એવું છે. વલી શ્રી પર્યુષણા
૧પ૯
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org