________________
અર્થ - જે માટે રાજા જે છે તે એક પોતાના દેશમાં પૂજાય છે અને વિદ્વાન્ જે પંડિત છે તે સર્વત્ર જ્યાં જાય ત્યાં પૂજાય છે માટે પંડિતપણું અને રાજાપણું એ બે બરાબર કદાપિ કહેવાય નહીં. તે કારણ માટે તે સ્ત્રી ! તે છોકરાને મૂર્ખ રાખ્યા તે ઘણુંજ અઘટિત કાર્ય કર્યું. એ સર્વ તારો દોષ છે. એવાં શેઠનાં વચન સાંભણી શેઠાણી ઉતાવલી થઈને બોલી કે, ત્યારે તમે કેમ છોકરાઓને ભણાવ્યા નહીં ? તેથી એ તમારોજ દોષ છે. તે માટે તમે વારંવાર મને શા માટે કહ્યા કરો છો ? એવાં સ્ત્રીનાં વચન સાંભલીને શેઠ તો મૌન કરી રહ્યા.
હવે અનુક્રમે તે પાંચ પુત્ર યૌવન અવસ્થા પામ્યા. ઘણા સુંદર રૂપવંત દેખાય પણ મૂર્ખ જાણી કોઈ પોતાની પુત્રી તેમને આપે નહીં. તે વારે ફરી શેઠ
સ્ત્રીને કહેવા લાગ્યો કે તે સ્ત્રી ! જો પુત્રો તો હવે પરણાવવા યોગ્ય થયા પરંતુ તેઓને કોઈ પણ કન્યા આપતું નથી. જે માટે કહ્યું છે કે :
મૂર્ખ નિધનદુરસ્ય-શ્રમોક્ષાભિલાષિણામ્ //
ત્રિગુણાધિકવર્ષાણાં, તેષાં કન્યાં ન દીયતે / ૧ / અર્થ- જે મૂર્ખ હોય તેને તથા દરિદ્રીને, પરદેશીને, શૂરવીરને, વૈરાગ્યવાનને તથા જેને કન્યાની વયથી ત્રણ ગુણા કરતાં પણ અધિક વર્ષો થયાં હોય તેને, કોઈ કન્યા આપે નહીં. માટે તે સ્ત્રી ! તેં એમની પાટી, પોથી બાલી મૂકી તથા ભણાવનાર પંડિતને ઊલંભો દેવરાવ્યો એવા તારા દોષથી એ પુત્રો મૂર્ખ રહ્યા અને પરણવાને અયોગ્ય થયા. તે સાંભળી શેઠાણી કહેવા લાગી હે સ્વામિન્ ! એમાં મારો લગાર માત્ર પણ દોષ નથી. કેમકે પુત્ર તો પિતાને આધીન હોય, માટે જે પુરુષને કરવા યોગ્ય કામ હોય તે પિતા શીખવે અને દીકરી માતાને વશ હોય, તેને સ્ત્રીઆદિકનાં જે કામકાજ તે સર્વ માતા શીખવે એવી લોકનીતિ છે. માટે એ પુત્રને અભણ રાખવામાં તમારોજ દોષ છે. તે સાંભલી શેઠ બોલ્યો કે હે પાપણી! હે માઠા આચરણની આચરનારી! તું તારો વાંક તો જોતી જ નથી ને વલી ઉલટો મને દોષિત ઠરાવે છે ? તે સાંભળી તે દુષ્ટ આશયવાલી સ્ત્રી બોલી જે અરે દુષ્ટ પાપિઇ તો તારો બાપ હશે કે જેણે મૂર્ખ બુદ્ધિના ધણીએ એવું તુજને શીખવ્યું. જેથી સર્વ મનુષ્યમાં નીચમાં નીચ તું થયો. તે સાંભળી શેઠે કહ્યું કે હે સ્ત્રી ! આ તારું બોલવું કાંઈ સારું નથી. તે વારે સ્ત્રી બોલી કે તું કેમ સાચું બોલતો નથી ? જે તેં હાથે કરીને પુત્રોને બગાડ્યા, અને હવે મારી ઉપર દોષ મૂકે છે. ૩૪
જ્ઞાનપંચમી
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org