________________
[૮]
અથ શ્રીદીવાલી કલ્પનું બાલાવબોધરુપ વખાણ પ્રારંભ
વીર વિશ્વેશ્વર દેવું, નત્વાડહં ભક્તિભાવતઃ ॥ દીપાલિપર્વવ્યાખ્યાનઃ બાલબોધ કરોમિ વૈ ।। ૧ ।।
અર્થ :-શ્રીવીર ભગવંતને ભક્તિભાવથી નમસ્કાર કરીને દીવાલી પર્વનું વખાણ બાલબોધ રુપે કરું છું. તિહાં પ્રથમ એ પર્વ કેમ થયું ? તેનું કારણ કહીશું. બીજું એ પર્વને દિવસે શાં શાં કામ કરવાં ? તે કહીશું. ત્રીજું એ પર્વ આરાધવાનું ફલ કહીશું. એ ત્રણ અધિકાર ગ્રંથાંતરથી લખશું.
તેમાં પ્રથમ એ દિવાલી પર્વ કેમ થયું ? તે કહીએ છીએ.
સ્વર્ગપુરી સમાન એવી ઉજજયણી નગરી છે, તેમાં સંપ્રતિ રાજા રાજ્ય કરે છે. તે રાજા મહાપ્રતાપવંત ત્રણ ખંડનો ભોક્તા છે. તે નગરીમાં જીવંત સ્વામીની પ્રતિમા મહાપ્રભાવિક છે. તેને વાંદવા માટે શ્રીસુહસ્તિ નામે આચાર્ય તિહાં આવ્યા હતા. તિહાં એકદા શ્રીજિનેશ્વરની રથયાત્રાનો વરઘોડો નીકલ્યો છે. તેની સાથે સુહસ્તિસૂરિ પણ શ્રીસંઘ સહિત રાજમાર્ગે ચાલ્યા જાય છે. એવામાં સંપ્રતિ રાજા ગોખમાં બેઠા છે, તેમણે સુહસ્તિસૂરિને દીઠા. તેથી તેને જાતિસ્મરણજ્ઞાન ઉપજ્યું.
તે વારે પૂર્વભવે એ આચાર્ય મારા ગુરુ હતા, એમ જાણવામાં આવ્યાથી તરત ગોખ થકી ઉતરી, નીચે આવી આચાર્યને પ્રદક્ષિણા દઈ વાંદીને વિનય કરી પૂછવા લાગ્યો કે, હે સ્વામી ! તમે મુજને ઓલખો છો ? આચાર્યે કહ્યું કે હે રાજન્ ! તુજને કોણ નથી ઓલખતું ? તું રાજા છો, તે તો સર્વ કોઈ જાણેજ છે. ત્યાં રાજા બોલ્યો હે ભગવન્ ! તે જાણવાનું તો હું નથી કહેતો. એવું સાંભલી આચાર્ય શ્રુત ઉપયોગ દઈ બોલ્યા કે હે રાજન્ ! મેં તુજને ઓલખ્યો છે, જે તું મારો શિષ્ય થયો હતો. તે વારે રાજા બોલ્યો હે સ્વામી ! હું જાણતો નથી, જે મુજને ચારિત્ર તે કેમ ફલીભૂત થયું ? આચાર્ય બોલ્યા કે હે રાજન્ ! જે વારે સાધુઓ ગોચરી ગયા,
હે
તે
શ્રી દિવાલીકલ્પ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
૬૯
www.jainelibrary.org