Book Title: Paryushanparvadik Parvoni Kathao
Author(s): Amrutkushal Pandit, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 160
________________ શૂલ રોગથી શુભ ભાવે મરણ પામીને તારો પુત્ર વૃદ્ધાકુમાર થયો. એવો પૂર્વ ભવ સાંભળીને કુમારને જાતિસ્મરણજ્ઞાન ઉપન્યું, તેથી વલી તે દેવપૂજાને વિષે ઘણોજ સાવધાન થયો. ઘણો કાલ દેવપૂજા કરી વૃદ્ધાવસ્થાએ ચારિત્ર લઈ તેને અતિચાર રહિત પાલીને મોક્ષે ગયો. એ પૂજા ઉપર દૃષ્ટાંત કહ્યો. હવે શીલ પાલવા આશ્રયી ફલ કહે છે. કોઈ પુરુષ કોડી સોનામોહોરોનું દાન આપે તથા કોઈ સોનાનું જિનમંદિર કરાવે, તોપણ શીલવ્રત પાલવાની બરાબર તેનું પુણ્યફલ આવે નહીં. તેના ઉપર સુદર્શન શેઠની કથા કહે છે - અંગ દેશમાં ચંપાનગરીએ દધિવાહન રાજા રાજ્ય કરે છે. તેની અભયા નામે રાણી છે. તેજ નગરીમાં એક સુદર્શન શેઠ વસે છે. તેની મનોરમા સ્ત્રી છે. એકદા સુદર્શન શેઠે ગુરુ પાસેથી પરસ્ત્રીનાં પચ્ચખાણ કર્યા. હવે તે નગરમાં કપિલ નામે પુરોહિત રહે છે. તેને અને શેઠને માંહોમાંહે ઘણીજ મિત્રાચારી છે. એક દિવસ પુરોહિત કોઈ કામ અર્થે બીજે ગામ ગયો. તે દિવસે પુરોહિતની સ્ત્રી કપિલા છે, તે શેઠને બોલાવીને કામક્રીડા વિષયભોગનાં વચન કહેવા લાગી. તે વારે શેઠે પોતાનું શીલ રાખવા સારુ તેને કહ્યું કે તે સ્ત્રી ! હું તો નપુંસક છું, તું શા માટે મારી સાથે હાવભાવ કરે છે ? એમ તેને જૂઠું. સમજાવીને શેઠ પોતાને ઘેર પાછો આવ્યો. હવે એક દિવસ દધિવાહન રાજા પોતાના અંતેરિ સહિત સમસ્ત લોકે પરવો થકી વનને વિષે ઈદ્રમહોત્સવ રમવા જાય છે, એવા અવસરે સુદર્શન શેઠની સ્ત્રી મનોરમા છે તે પણ પોતાના પાંચ પુત્રને સાથે લઈને વનમાં જાય છે. તે વારે રાણીએ કપિલાને પુછ્યું, એ સ્ત્રી કોની છે? કપિલાએ કહ્યું કે એ સ્ત્રી સુદર્શન શેઠની છે, પણ શેઠ તો પોતે નપુંસક છે. તે વારે વલી રાણીએ કહ્યું, જો શેઠ નપુંસક છે તો પુત્ર ક્યાંથી પેદા થયા? વલી એ નપુંસક છે તે વાતની તને કેમ ખબર પડી? તે સાંભલી કપિલાએ પોતાની વિતક વાત કહી. રાણીએ કહ્યું કે હે કપિલા ! તુજને શેઠ ઠગી, પણ હવે જોજે, હું શેઠને શીલથી ચૂકાવું છું. એવી રાણીએ પ્રતિજ્ઞા કરી વનમાં રમીને ઘેર આવી પોતાની ધાવમાતા આગલ સર્વ વાત કહી. તે દિવસથી ધાવમાતા સુદર્શન શેઠનાં છિદ્ર જોતી રહે છે. વલી એકદા કૌમુદીમહોત્સવનો દિવસ આવ્યો, તે વારે રાજાદિક સર્વ લોક વનમાં ક્રીડા કરવા ગયા, અને તે દિવસે સુદર્શન શેઠ શૂન્ય દેરાસર માંહે પોસહ શ્રી ઉમાસીપર્વ ૧૪પ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210