________________
પાંચમા આરાના વિચારથી વૈરાગ્યવંત થયો થકો ભગવંત પાસેથી દીક્ષા લઇ શુદ્ધ ચારિત્ર પાલી મોક્ષે ગયો.
એમ વલી લૌકિક અન્યમતિઓના શાસ્ત્રમાં પણ કલિયુગનું સ્વરૂપ આવી રીતે વર્ણવ્યું છે, તે કહીએ છીએ. રાજા યુધિષ્ઠિરે એકદા રયવાડીને વિષે ગયે થકે કોઇએક સ્થાનકે વાછડીની હેઠ ગાય નીચી થઇને સ્તનપાન કરતી દીઠી. તે જોઇ રાજાએ બ્રાહ્મણને પૂછ્યું કે આ વિપરીત આશ્ચર્ય વલી શું દેખાય છે? બ્રાહ્મણે કહ્યું હે રાજન્ ! એ આગામિક કાલે કલિયુગ આવશે, તેનો ભાવ સૂચન કરે છે, એટલે કલિયુગને વિષે લક્ષ્મી વિના દુઃખી થકાં એવાં માતાપિતાદિક તે કોઇક ધનવંતને કન્યા આપી, તેનું ધન લઇ નિર્વાહ કરશે. એ અર્થ સાંભલી રાજા યુધિષ્ઠિર વલી આગલ ચાલ્યો, તિહાં પાણીથી ભીંજેલી વેલુનાં દોરડાં વણતા એવા કેટલાએક મનુષ્ય દીઠા. તે દોરડા વલી ક્ષણમાત્રમાં વાયરાના યોગથી ભાંગતા તૂટતાં જાય, વલી લોક વણતાં જાય, વલી ભાંગતાં જાય. તે વારે રાજાએ બ્રાહ્મણને પૂછ્યું, તેનું પણ ફલ કહેવા લાગ્યો કે હે રાજન ! કલિયુગમાં કર્ષણ આદિક ઘણાક ક્લેશ કરી લોકો મોટી મહેનતથી ધન કમાશે, તે વલી તરતજ ચોર, અગ્નિ, રાજ-દંડ ઇત્યાદિ પ્રકારે કરી વિનાશ પામશે, ઘણા યત્ન કરી પણ રાખ્યું રહેશે નહીં.
વલી આગલ ચાલતાં યુધિષ્ઠિરે અવેડાનું પાણી કૂવામાં પડતું દેખીને પૂછ્યું ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હે દેવ ! એનો અર્થ સાંભલો. અસિ, ષિ અને કૃષિ, તેણે કરી જે પ્રજાલોક દ્રવ્ય ઉપાર્જન કરશે, તે સર્વ લક્ષ્મી રાજાને ઘરે જશે, એટલે અતીત કાલના રાજા છે, તે પોતાનું દ્રવ્ય આપી પ્રજાને સુખી કરતા હતા, અને આગામિક કાલના રાજા દંડીને પ્રજા પાસેથી ધન લઇ લેશે. વલી આગલ જતાં રાજાએ ચંપક વૃક્ષની સમીપે એક ખીજડીનું વૃક્ષ દીઠું, તે ખીજડીના વૃક્ષને વેદિકાબદ્ધ ચબૂતરો કરચો છે. વલી માંડણાં કરવા છે, સુગંધદ્રવ્ય માલાદિકે પૂજિત છે. વલી તેનો ગીત, નૃત્ય ઇત્યાદિક મહિમા થાય છે. એ રીતે મનુષ્ય કરી પૂજાતું થયું ધર્મપુત્રે દીઠું, અને પાસે જે ચંપાનું વૃક્ષ છે, તે છત્રાકાર છે, તેનાં સર્વ કુસુમો વાસનાએ કરી સંયુક્ત છે. વલી સ્નિગ્ધ છે, તોપણ તે વૃક્ષની વાર્તા માત્ર પણ કોઈ પૂછતું નથી. એવું દેખી વિપ્રને પૂછવાથી તેનું ફલ વિપ્ર કહેતો હતો કે હે દેવ ! આગામિક કાલે કલિયુગમાં જે ગુણવંત મહાત્મા જે સજ્જન પુરુષ, તેની નગરાદિકને વિષે ચંપક વૃક્ષની પેરે કોઇ પૂજા કરશે નહીં, અને નિર્ગુણ પાપના કરનાર એવા જે
શ્રી દિવાલીકલ્પ
८१
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org