________________
હવે ત્રીજું સમવાદ સામાયિક તે સત્યવાણી ઉપર કાલિકાચાર્યનો દૃષ્ટાંત કહે છે. તુરમણી નામે નગરીને વિષે કુંભ નામે રાજા છે, તેનો દત્ત નામે પુરોહિત છે, તે કાલિકાચાર્યનો ભાણેજ છે. તે દત્ત પુરોહિતે પોતાના સ્વામી કુંભ રાજાને બલે કરી બાંધીને બંદીખાને નાખ્યો, અને પોતે રાજ્યપદવી ભોગવવા લાગ્યો. અનુક્રમે તેહિજ નગરીને વિષે કાલિકાચાર્ય આવી ચોમાસુ રહ્યા, તે વારે માતાની પ્રેરણાથી ઉન્મત્તપણાએ દત્ત પુરોહિત કાલિકાચાર્યને વાંદવા ગયો. તિહાં જઈ ધર્મની ઈર્ષ્યાથી અને ક્રોધથી ગુરુને પૂછ્યું કે હે મહારાજ ! યજ્ઞ કરવાથી શું ફલ થાય ? તે કહો.
તે વારે ગુરુએ ધૈર્ય રાખી કહ્યું કે યજ્ઞનું ફલ તો હિંસા છે અને હિંસાનું ફલ નરકપદવી છે, એ સાચુંજ વાક્ય હું તુને કહું છું. તે સાંભલી દત્ત બોલ્યો કે હે મહારાજ ! એની કેવી રીતે માલમ પડે ? ત્યારે ગુરુએ કહ્યું કે આજથી સાતમે દિવસે તુજને કુતરા ખાશે, અને તું લોહ કુંડીપાકમાં પડીશ. ત્યારે વલી પૂછે છે કે મહારાજ ! તે કેમ મનાય ? ત્યારે ગુરુએ કહ્યું કે વલી અકસ્માત્ તારા મુખ માંહે વિષ્ટા પડશે, એ વાત જો ખરી થાય તો એવું સમજજે કે નરક જવાની વાત પણ ખરી છે. તે સાંભલી ક્રોધ ચડાવીને દત્તે ગુરુને પૂછ્યું કે હે મહારાજ ! તમે કેવી રીતે મરશો ? અને મરીને ક્યાં જશો ? તે વારે ગુરુએ કહ્યું કે હું સમાધિમરણ પામી દેવલોકમાં જઈશ. એમ સાંભલી દત્ત હુંકારો કરતો થકો આચાર્યની પાસે સિપાઈઓની ચોકી મૂકીને પોતે ઘેર જઈ અંતેઉરમાં છાનો ભરાઈ બેઠો પછી મતિના ભ્રમથી સાતમા દિવસને આઠમો દિવસ ગણતો વિચારે છે કે સાત દિવસ ગુરુના કહેવા પ્રમાણે પૂરા થયા, અને મને કાંઈ ન થયું. માટે હું આચાર્યના પ્રાણે કરી શાંત કરીશ, એમ માની ઘર થકી બહાર નીકલ્યો.
તેવામાં એક માલી તે નગરીમાં પેસતો કાર્યાકુલ થકી પેટને રોગે પીડાતો થકો રાજમાર્ગને વિષેજ લઘુનીતિ વડીનીતિ કરી ઉપર ફુલ ઢાંકતો હતો, તેજ રાજમાર્ગે દત્ત પુરોહિતે પણ ચાલવા માંડ્યું. એવામાં દત્તના ઘોડાનો પગ તે માલીની વિષ્ટા ઉપર પડ્યો, તેથી વિષ્ટા ઉછલી તે દત્તના મુખમાં પડી. તે વિષ્ટાના સ્વાદ થકી આચાર્યનાં વચન ઉપર ચમત્કાર પામ્યો થકો આજે સાતમો દિવસજ છે કે શું !!! એવું સમજીને ઘોડો પાછો અંતેઉર તરફ વાલ્યો, એટલામાં તેના અત્યંત દુરાચારે ખેદ પામેલા એવા જે પ્રથમના મહેતા મત્સદી હતા, તેણે જઈ કુંભ રાજાને બંદીખાનામાંથી બહાર કાઢીને રાજગાદી ઉપર બેસાડ્યો અને
શ્રી ચઉમાસીપર્વ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
૧૧૯ www.jainelibrary.org